Swachh Bharat Abhiyan: શ્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં રાજપથ પર સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરતાં કહ્યું કે “૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિના અવસરે ભારત તેમને સ્વચ્છ ભારતના રૂપમાં સર્વેશ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકે છે” ૨ ઓક્ટોબર, ૨૦૧૪ના રોજ દેશભરમાં એક રાષ્ટ્રીય આંદોલનના રૂપમાં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત થઈ.
વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. આ યોજના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેની સંયુક્ત ભાગીદારીમાં ચલાવવામાં આવે છે. તેમાં રાજ્ય સરકાર 75% ફાળો આપે છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 25% ફાળો આપવામાં આવે છે. ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદ કરવા પણ તેનો મુખ્ય હેતુ છે.
Swachh Bharat Abhiyan
સ્વચ્છ ભારત મિશન ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં લોકોનો સ્વચ્છતા પ્રત્યે અભિગમ કેળવવા માટે અમલમાં મુકવામાં આવેલો સામુદાયિક ભાગીદારી વાળો એક સ્વચ્છતા કાર્યક્રમ છે. આ યોજના તમામ ગ્રામીણ પરિવાર કુટુંબોને આવરી લે છે. આ અભિયાનનો પ્રારંભ તા. 2 ઓક્ટોબર, 2014 ના રોજ કરવામાં આવ્યો હતો. વિશ્વ બેંકના તાજેતરના અહેવાલમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વચ્છતાના અભાવના કારણે ભારત વાર્ષિક જીડીપીના 6.4% ગુમાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન હેઠળ, ભારત સરકાર દ્વારા 2019 સુધીમાં ‘સંપૂર્ણ સ્વચ્છતા’ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું.
સ્વચ્છ ભારત મિશનના ઉદ્દેશ્યો
- ખુલ્લામાં શૌચક્રિયાને નાબૂદ કરવા
- મેન્યુઅલ સ્કેવેન્જિંગની નાબૂદી કરવી
- મ્યુનિસિપલ ઘન કચરાનો પુનઃઉપયોગ કરવો અને વૈજ્ઞાનિક પ્રક્રિયાથી નિકાલ કરવો
- સ્વસ્થ સ્વચ્છતા પ્રણાલીઓ અંગે લોકોમાં જાગૃતિ લાવવી
- સ્વચ્છ વાતાવરણનું સર્જન કરવા માટે ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં વધારો કરવો
સ્વચ્છ ભારત મિશનના લાભ
- ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વાથ્યને બહોળા પ્રમાણમાં ઉત્તેજન મળશે.
- ખુલ્લામાં શૌચક્રિયા બંધ થવાથી ગ્રામીણ લોકજીવનમાં સુધારો આવશે.
- સલામત અને સ્થાયી સ્વચ્છતા માટે સારી અને કરકસરયુક્ત નવીન ટેક્નોલોજીને પ્રોત્સાહન મળશે.
- ગામડાઓમાં જાગૃતિ અભિયાન ચલાવવાથી લોકોને સ્વચ્છતાના મુદ્દે જાગૃત કરી શકાશે.
- સર્વ શિક્ષા અભિયાનમાં આવરી ન લેવાયેલી અને આંગણવાડી અંતર્ગત આવતી શાળાઓમાં વધુ સારી સ્વચ્છતા પૂરી પાડી શકાશે. આ યોજના રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર બંનેની સંયુક્ત ભાગીદારીમાં ચલાવવામાં આવે છે. તેમાં રાજ્ય સરકાર 75% ફાળો આપે છે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા 25% ફાળો આપવામાં આવે છે.
- પૂર્વોત્તરના રાજ્યો, જમ્મુ અને કાશ્મીર તથા વિશેષ વર્ગના રાજ્યોમાં આ યોજના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે ફાળાનું પ્રમાણ 60:40 છે.
સ્વચ્છ ભારત મિશન યોજનાની સફળતાઃ
- સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ દ્વારા ઝડપી પ્રગતિ પ્રાપ્ત કરવામાં આવી છે. ભારતમાં તેનો વ્યાપ 88.9 ટકા જેટલો છે.
- સ્વચ્છ ભારત મિશન હેઠળ 4.06 લાખ ગામડાં, 419 જિલ્લા અને 19 રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને ખૂલ્લામાં શૌચક્રિયાથી મુક્ત (ઓડીએફ) જાહેર કરાયા છે.
સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનાનો લાભ મેળવવાની પ્રક્રિયાઃ
- સૌપ્રથમ પેલા જે લાભાર્થીને આ શૌચાલય બનાવવા લાભ લેવો હોય તેને ગ્રામ પંચાયતમાં અરજી આપવાની રહેશે.
- તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત દ્વારા ભલામણ કરેલ અરજીને મંજૂરી આપશે.
- મંજૂર થયેલ શૌચાલયનું બાંધકામ લાભાર્થીએ યોગ્ય સમય મર્યાદામાં પૂર્ણ કરવાનું રહેશે.
- લાભાર્થી દ્રારા શૌચાલયનું બાંધકામ પૂર્ણ થઈ જાય એટલે ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને જાણ કરવાની રહેશે.
- બાંધકામ પૂર્ણ થયાની જાણ તલાટી કમ મંત્રી ઉપરના અધિકારીને કરશે ત્યારબાદ તાલુકા કે જિલ્લા લેવલના એન્જિનિયર તપાસ કરીને બાંધકામ પૂર્ણ થયું હોવાનું પ્રમાણપત્ર આપશે.
- બાંધકામ પૂર્ણ થયાનું પ્રમાણપત્રના આધારે તાલુકા વિકાસ અધિકારી પાસે દરખાસ્ત કરાવીને લાભાર્થીને તેને સહાયની રકમ આપવાની રહેશે. આ મિશન કેન્દ્ર દ્વારા પ્રાયોજિત યોજનાઓમાંની એક અગ્રણી યોજના છે.
- સ્વચ્છ ભારત મિશન બજેટરી ફાળવણી, સ્વચ્છ ભારત કોશ અને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR)માં યોગદાન દ્વારા ભંડોળ મેળવે છે.
- સ્વચ્છ ભારત મિશન વિશ્વ બેંક જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થા પાસેથી ભંડોળ સહાય પણ મેળવે છે.
- ભારત સરકારે 2015 માં સ્વચ્છ ભારત સેસ (SBC) દાખલ કર્યો છે, જેનો ઉપયોગ સ્વચ્છ ભારત પહેલને ધિરાણ અને પ્રોત્સાહન આપવા માટે થાય છે.
PM Sauchalay Yojana 2024: મફત સૌચાલય યોજના માં સરકાર તમને ₹12,000 ની સંપૂર્ણ નાણાકીય સહાય આપી રહી છે

Hey, My Name Is Shree. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.