School Girl Bumrah Action Copy: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની ગણતરી હાલમાં વિશ્વના સૌથી ઘાતક બોલરોમાં થાય છે. છેલ્લી ઘણી ICC ટુર્નામેન્ટમાં બુમરાહે મહત્ત્વપૂર્ણ મેચોમાં ભારતને જીત અપાવી છે. વિશ્વના ટોચના બેટરોને પણ જસપ્રિત બુમરાહનો સામનો કરવો મુશ્કેલ લાગે છે. તેમની બોલિંગ એક્શનને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે, ઘણાં યુવા બોલર્સ તેમની બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે, આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વિદ્યાર્થિનીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્કૂલ યુનિફોર્મમાં વિદ્યાર્થિની બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરી રહી છે. આ વિદ્યાર્થિની નેટમાં બુમરાહની જેમ જ દોડે છે અને તે જ રીતે બોલ ફેંકે છે. બેટર પણ તેના શાનદાર યોર્કરથી પરાજિત થાય છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ વિદ્યાર્થિનીને ‘લેડી બુમરાહ’ તરીકે ટેગ કરવામાં આવી છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા પાકિસ્તાની બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બાળક બુમરાહની બોલિંગ સ્ટાઈલની નકલ પણ કરી રહ્યો હતો.
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ લાંબા બ્રેક પર છે. જસપ્રિત બુમરાહે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમણે ટીમને ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. બુમરાહને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે આઠ મેચમાં 15 વિકેટ લીધી હતી.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.