એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની આજે ચેરમેન શંકર ચૌધરીના અધ્યક્ષસ્થાને 56મી વાર્ષિક સાધારણ સભા દિયોદરના સણાદરના બનાસ સંકુલ ખાતે હજારો પશુપાલકોની ઉપસ્થિતમાં યોજાઇ હતી. જ્યાં બનાસડેરી ચેરમેન શંકર ચૌધરીએ જિલ્લાના 5 લાખ પશુપાલકો માટે ઐતિહાસિક દુધના ભાવફેરની જાહેરાત કરી હતી, જેમાં 2022-23માં કિલો ફેટે 948નો ભાવ અપાયો હતો, તો આ વર્ષે પશુપાલકોને કિલો ફેટે 989 રૂપિયાનો ભાવ વધારો આપવાની જાહેરાત કરી હતી. જેમાં ગયા વર્ષનો ભાવ ફેર 1952 કરોડ હતો, જે આ વખતે નવો ભાવ ફેર 1973 કરોડ આપવાનો ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. આ નિર્ણયથી પશુપાલકોને દૂધ મંડળી અને બનાસડેરી તરફથી 22 ટકા જેટલો નફો મળશે. જેને લઈને પશુપાલકોમાં ખુશી ફેલાઈ છે. તો બીજી તરફ જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવનારી 10 મહિલા પશુપાલકોને સન્માનિત કરાઈ હતી,જેમાં વર્ષે કરોડો રૂપિયાનું દૂધ ભરાવનારી મહિલાઓનો સમાવેશ થાય છે.
જિલ્લામાં સૌથી વધુ દૂધ ભરાવી સૌથી વધુ વાર્ષિક આવક મેળવનાર મહિલાઓ
- 1. નવલબેન ચૌધરી (નગાણા વડગામ )-1.63 કરોડ રૂપિયા
- 2. જવેરી તસલીમબેન (બસુ, વડગામ )-1.59 કરોડ રૂપિયા
- 3. રાજપૂત દરિયાબેન(શેરપુરા ડીસા )-1.35 કરોડ રૂપિયા
- 4. લોહ નીતાબેન(સગ્રોસણા પાલનપુર )-1.31 કરોડ રૂપિયા
- 5. સાલેહ મિસરા અમીન(બસુ વડગામ )-1.25 કરોડ રૂપિયા
બનાસડેરીમાં આ વર્ષે દૂધમાં કિલો ફેટે ભાવ વધારો 989 રૂપિયા આપવાનો નિર્ણય કરાયો, આ વર્ષે દુધનો ભાવફેર 1973 કરોડ રૂપિયા ભાવ ફેર અપાયો. આ વર્ષે 18.52 % ભાવ નફા તરીકે અપાશે જે ગણતરી કરતા 19 ટકા થશે તો મંડળી અને ડેરીનો મળીને 22 ટકા જેટલો નફો પશુપાલકોને મળશે
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.