Sargava Kheti Sahay Yojana: ગુજરાતના ખેડૂતોને સરગવાની વાવેતર તરફ અગ્રેસર કરવા આ યોજના ચલાવવામાં આવી છે. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.
સરગવાની ખેતી માટે સહાય યોજના: ખેડુત મિત્રો માટે એક સરસ મજાની યોજના વિશે આપણે આજે વાત કરવાના છીએ કે જેની અંદર સરગવાની ખેતી કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને 12500 રૂપિયા જેટલી સહાય આપવામાં આવી રહી છે. અને આ યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના પણ ચાલુ છે જે કોઈપણ ખેડૂત મિત્રો આ યોજનાની પાત્રતા ધરાવતા હોય અને યોજનાની અંદર લાભ લેવા માંગતા હોય તે આ યોજનાની અંદર ફોર્મ ભરી અને તે લાભ મેળવી શકે છે. તો આપણે આ પોસ્ટની અંદર આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવીશું અને પાત્રતા વિશે જાણીશું.
Sargava Kheti Sahay Yojana: સરગવાની ખેતી માટે સહાય યોજના
યોજનાનું નામ | સરગવાની ખેતી માટે સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે. |
વિભાગનું નામ | બાગાયતી વિભાગ |
ક્યા લાભાર્થીઓને સહાય મળે? | ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો |
શું સહાય મળે? | ખેડૂતને પ્લાંટીંગ મટીરીયલ માટે પ્રતિ હેક્ટર રૂ. 8,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 4૦૦૦/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. ખેડૂતને ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર રૂ. 17,000 માં ખર્ચના 50% મુજબ મહત્તમ રૂ. 8500/- પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે. |
ઓફિશિયલ વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજીની પદ્ધતિ | ઓનલાઇન |
યોજનાની પાત્રતા અને નિયમો
- સરગવાની ખેતી માટે સહાય યોજનાની કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- આ યોજનામાં સામાન્ય,અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર છે.
- આ યોજનાનો લાભ ખેડૂત એક જ વખત લઈ શકશે.
- પ્લાંન્ટીંગ મટીરીયલ માટે NHB દ્વારા એક્રીડીએશન/કૃષિ યુનિ./ બાગાયત ખાતાની નર્સરીઓમાંથી પ્લાંટીંગ મટીરીયલ ખરીદ કરવાનું રહેશે.
- રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા નર્સરીનું એક્રીડીએશન ના થાય ત્યાં સુધી ખેડુતો પોતાની પસંદગીનું સારી ગુણવત્તાવાળુ પ્લાંટીંગ મટીરીયલ્સ નર્સરીમાંથી મેળવી વાવેતર કરે તો તેઓને સહાય મળવાપાત્ર રહેશે.
- ખેડૂત લાભાર્થી દીઠ 1 હેક્ટરની મર્યાદામાં સહાય મળવા પાત્ર છે.
સરગવાની ખેતી માટે સહાય યોજના
ખેડૂત મિત્રો આ યોજનાની અરજી કરી અને લાભ મેળવી શકે છે આ યોજનાનું નામ છે સરગવાની ખેતી માટે સહાય જેની અંદર કેટેગરી વાઈઝ ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને આ યોજનાની અંદર ખેડૂતોને 75% સુધીની સહાય આપવામાં આવતી હોય છે.
જેની અંદર સરગવાની ખેતી માટે પ્લાન્ટિંગ મટીરીયલ યુનિટ કોસ્ટ નક્કી કરી અને તેની અંદર આ સહાય આપવામાં આવે છે તો આ ખેતી કરવા માટે જે ખેડૂતો ઉત્સુક હોય તેમના માટે આ બહુ જ સારો તક છે અને તે ખેતી માટે મેળવી શકાય છે.
સરગવાની ખેતીની સહાયમાં જરૂરી ડોક્યુમેન્ટ
- જાતિનો દાખલો જો તમારે લાગુ પડતો હોય તો રજૂ કરવાનો રહેશે
- શિક્ષણ અધિકારીશ્રીનું દિવ્યાંગ અન્યનું પ્રમાણપત્ર એ પણ લાગુ પડતું હોય તો
- આધાર કાર્ડ ની નકલ
- જમીનના વિગત સાતબાર અને આઠ અના ઉતારા
- બેંક પાસબુક ની પ્રથમ પાનાની ઝેરોક્ષ
- વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની નકલ
- સંમતિ પત્રક
સરગવાની ખેતી કરતાં ખેડુતોને મળતી સહાય
સરગવાની ખેતી માટે જે તેનો પ્લાનિંગ મટીરીયલ હોય છે તેને આ યોજનાની અંદર યુનિટ કોસ્ટ રૂપિયા 8000 અત્યારે રાખવામાં આવેલી છે તેને અનુરૂપે આ સહાયની અંદર ખર્ચના 75% મુજબ મહત્તમ રૂપિયા 6000 પ્રતિ હેક્ટર મર્યાદા ની અંદર આ સહાય આપવામાં આવે છે.
ખેતીમાં થતા વાવેતરના ખર્ચ માટે ની યુનિટ કોસ્ટને રૂપિયા 17000 હેક્ટર દીઠ રાખવામાં આવેલ છે. જેની અંદર પણ 75% મુજેબ 12,750 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે જે 1 હેક્ટરની મર્યાદા ની અંદર આજીવન એક જ વારંવાર આપવામાં આવે છે.
સરગવાની ખેતી માટે સહાય યોજનામાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
સરગવાની ખેતી માટે સહાય યોજના હેઠળ લાભ લેવા માટે ખેડૂતો i-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તે માટે તમારે નીચે પગલાં અનુસરીને અરજી કરવાની રહશે.
- પ્રથમ Google ખોલીને “ikhedut” ટાઈપ કરવાનું રહેશે.
- જ્યાં આઈખેડૂતની ઓફિશિયલ વેબસાઈટ https://ikhedut.gujarat.gov.in/ ખોલવી.
- ikhedut Website ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના પર ક્લિક કર્યા બાદ નંબર-3 પર આવેલી “બાગાયતી ની યોજનાઓ” ખોલવું.
- “બાગાયતી ની યોજનાઓ” ખોલ્યા બાદ જ્યાં ક્રમ નંબર-95 સરગવાની ખેતીમાં સહાય પર ક્લિક કરવું.
- જેમાં સરગવાની ખેતી માટે સહાય યોજનામાં “અરજી કરો” તેના પર Click કરીને આગળનું પેજ ખોલવાનું રહેશે.
- જો તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો હા અને નથી કર્યું તો ના કરવાનું રહેશે.
- ખેડૂતે રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ i-khedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ અરજી સેવ કરો એના પર ક્લિક કરવાનું રહેશે.
- સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં તેની નોંધ લેવી.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
મહત્વપૂર્ણ લીંક
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQ: Sargava Kheti Sahay Yojana
1. સરગવાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ કઈ છે?
Ans. સરગવાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની ઓફિશિયલ વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ છે.
2. Assistance Scheme for Sargava Cultivation in Gujarat માં અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
Ans. સરગવાની ખેતી માટે સહાય યોજના માટે અરજી કરવાની અંતિમ તારીખ 31/05/2023 છે.
3. સરગવાની ખેતી માટે સહાય યોજનાનો હેતુ શું છે?
Ans. આ યોજનાનો હેતુ એ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે સરગવાની ખેતી કરે છે.

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.