Sukanya Samriddhi Yojana : હેલ્લો મિત્રો,આજે આપણે નવી સરકારી યોજના વિશે જાણીએ, તો આ સરકારી યોજનાનું નામ સુકન્યા સમૃદ્ધિ યોજના આ છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કોણ ફોર્મ ભરી શકે છે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાયકાત શું છે, મળવા પાત્ર રકમ શું છે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે ઉંમર કેટલી હોવી જોઈએ, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ કઈ રીતે ભરવું, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ ઓનલાઈન ભરવાનું ચાલું કઈ તારીખે થાય છે,ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ કઈ, સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ શું થશે, માટે પાત્રતા ધોરણ શું છે, સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ફોર્મ Offline Mode હોય તો અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કઈ રીતે કરવું, ડાઉનલોડ કરેલું અરજી ફોર્મ ક્યાં જમા કરાવવું વગેરે આ સરકારી યોજનાને લગતી સંપૂર્ણ બાબત આપણે લખાણ દ્વારા સમજીએ તો આ લખાણ ને પુરે-પુરો વાંચવા માટે મારી નર્મ વિનંતી.
Sukanya Samriddhi Yojana 2024: સુકન્યા સમૃદ્ધિ યોજના
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના |
પોસ્ટની કેટેગરી | સરકારી યોજના |
પાત્રતા | તમામ છોકરી |
લાભાર્થીઓ | જન્મ થી લઈ 10 વર્ષ સુધીની ઉંમરની છોકરી હોવી જોઈએ. |
સત્તાવાર વેબસાઇટ | nsiindia.gov.in/ |
મોંઘવારીના આ જમાનામાં મધ્યમવર્ગીય પરિવારોને બે છેડાં ભેગા કરવાની ચિંતા હંમેશા સતાવતી હોય છે. વધતી જતી મોંઘવારીમાં પહેલા બાળકોનો અભ્યાસ અને પછી લગ્ન પાછળ મોટો ખર્ચ થઈ જાય છે. ત્યારે મધ્યમ વર્ગના માતાપિતાને હંમેશા આ અંગે ચિંતા થતી રહે છે. એવામાં સરકારની એક યોજના ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે છે, જે છે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana). આ યોજના માત્ર દીકરીઓ માટે છે. આ યોજનામાં ખાતું ખોલાવીને, તમે તમારી દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે સારી એવી રકમ જમા કરાવી શકો છો. આ એક નાની બચત યોજના છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય
બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત ભારત સરકાર દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના 22 મી જાન્યુઆરી ૨૦૧૫ માં શરૂ કરી હતી આ સુકન્યા સમૃદ્ધિ યોજના આપણા દેશમાં બાળકીની સમૃદ્ધિ માટે છે તેમના મુખ્ય ભવિષ્ય ના ખર્ચ જેવા કે શિક્ષણ, કોઈ ધંધો અને લગ્નના સમયે ખર્ચ રૂપે સહાય કરવા માટે આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે.
કઈ ઉંમરે ખોલાવવું જોઈએ ખાતું?
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ, માતા-પિતા તેમની દીકરી 10 વર્ષની થાય એ પહેલા સુધી ખાતું ખોલાવી શકે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) હેઠળ એક પરિવારમાં માત્ર 2 દીકરીઓ માટે જ ખાતું ખોલી શકાય છે. જોડિયા અથવા ત્રણ બાળકો એક સાથે હોવાના કિસ્સામાં 2 થી વધુ ખાતા ખોલાવી શકાય છે. આ યોજનામાં ખાતું ખોલાવવાથી મહત્તમ 15 વર્ષ પૂર્ણ ન થાય ત્યાં સુધી યોગદાન આપી શકાય છે. જો કોઈ રોકાણકાર તેની દીકરીના જન્મ પછી તરત જ આ યોજનામાં ખાતું ખોલાવે છે, તો તે 15 વર્ષ સુધી તેનું યોગદાન જમા કરાવી શકે છે. આ પછી 6 વર્ષનો લોક-ઇન પિરિયડ હોય છે. આ સમયગાળા દરમિયાન કોઈ રોકાણ કરવું પડતું નથી, પરંતુ વ્યાજ મળતું રહે છે. આ યોજનામાં, જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે મેચ્યોરિટી રકમના 50 ટકા ઉપાડી શકાય છે. બાકીની રકમ જ્યારે દીકરી 21 વર્ષની થઈ જાય ત્યારે ઉપાડી શકાય છે.
કેટલું મળે છે વ્યાજ?
કેન્દ્ર સરકાર દર ક્વાર્ટરમાં નાની બચત યોજનાઓના વ્યાજ દરોની જાહેરાત કરે છે. એટલે કે સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માટે દર ત્રણ મહિને વ્યાજ દર નક્કી કરવામાં આવે છે. નાની બચત યોજનાઓ પર મોટાભાગે ઊંચા વ્યાજ દર રાખવામાં આવે છે. વર્તમાન ત્રિમાસિક ગાળા માટે આ યોજનામાં વ્યાજ દર વાર્ષિક 8.2 ટકા છે. આ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ દર છે.
કેવી રીતે મળશે 70 લાખ રૂપિયા
સુકન્યા સમૃદ્ધિ યોજના (Sukanya Samriddhi Yojana) માં તમે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા રૂ 250 અને વધુમાં વધુ રૂ 1,50,000 જમા કરાવી શકો છો. તમે આ રોકાણ હપ્તા અથવા એકસાથે કરી શકો છો. ધારો કે તમે વર્ષ 2024માં તમારી દીકરી 1 વર્ષની થવા પર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવ્યું છે. જો તમે દર નાણાકીય વર્ષમાં સુકન્યા સમૃદ્ધિ ખાતામાં રૂ. 1,50,000 જમા કરાવો છો, તો તમને વર્ષ 2045માં પાકતી મુદતના સમયે કુલ રૂ. 69,27,578 મળી શકે છે. આમાં તમારા દ્વારા રોકાણ કરાયેલી રકમ 22,50,000 રૂપિયા હશે અને વ્યાજની આવક 46,77,578 રૂપિયા હશે. આ યોજનામાં એક વર્ષમાં કરેલા 1.50 લાખ રૂપિયા સુધીના રોકાણ પર આવકવેરા મુક્તિનો લાભ પણ મળે છે. આ સ્કીમ EEE સ્ટેટસ સાથે આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પાત્રતા ધોરણ
સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ, છોકરીના જન્મથી લઈને 10 વર્ષની ઉંમર સુધી ખાતું ખોલાવી શકાય છે. એટલે કે છોકરીની ઉંમર 10 વર્ષથી ઓછી હોવી અનિવાર્ય જોઈએ એનાંથી વઘુ ઉંમર હોવી જોઈએ નહિ.
બાળકીના નામે માત્ર એક સુકન્યા સમૃદ્ધિ ખાતું ખોલાવી શકાય છે. જેમ કે એક છોકરીના નામે એકથી વધુ ખાતા ખોલાવી શકતા નથી.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું એક પરિવારમાં માત્ર ને માત્ર બે છોકરીઓના નામે ખોલાવી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ ખાતું 2 થી વધુ છોકરીઓ માટે જ કેટલાક ખાસ કિસ્સાઓમાં (જોડિયા છોકરી) ખોલી શકાય છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું માતા-પિતા અથવા વાલીઓ દ્વારા માત્ર બાળકી/છોકરીના નામે ખોલવામાં આવે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજોની યાદી
- છોકરીનું પાસપોર્ટ સાઇઝનો ફોટો
- છોકરીનું જન્મ પ્રમાણપત્ર
- છોકરીનું આધાર કાર્ડ
- છોકરીનું રહેઠાણ પ્રમાણપત્ર
- છોકરીના માતા-પિતાનું ઓળખ કાર્ડ (ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે)
- છોકરીના માતા-પિતાનો મોબાઈલ નંબર
- છોકરીના માતાપિતા અથવા છોકરી વાલીનું રહેઠાણનું પ્રમાણપત્ર (પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા વીજળી અથવા ટેલિફોન બિલ અથવા મતદાર ઓળખ કાર્ડ અથવા રેશન કાર્ડ)
- છોકરીના વાલીનું સોગંદનામું (જોડિયા કે ત્રિપુટીના છોકરીના કિસ્સામાં)
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે કેવી રીતે ખાતું ખોલાવવું?
- સૌ પ્રથમ, છોકરી માતા-પિતાએ તેમની નજીકની પોસ્ટ ઓફિસમાં જવું જોઈએ.
- અહીં તમારે સુકન્યા સમૃદ્ધિ યોજના સંબંધિત અરજી ફોર્મ મેળવવાનું રહેશે.
- ફોર્મ ભરવા માટે તમારે પર્સનલ બાયો ડેટા, મોબાઈલ નંબર, છોકરીનું નામ, માતા-પિતાનું નામ વગેરે માહિતી યોગ્ય રીતે ભરવાની રહેશે.
- હવે તમારે આ ફોર્મ માટે જરૂરી દસ્તાવેજો ફોર્મની સાથે જોડવાના રહેશે.
- હવે તમારું અરજી ફોર્મ આ પોસ્ટ ઓફિસમાં સબમિટ કરવાનું રહેશે. અને ત્યાંથી તેની રસીદ અથવા પાવતી મેળવો.
- આ રીતે તમે સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ સરળતાથી મેળવી શકો છો.
Sargava Kheti Sahay Yojana: સરગવાની ખેતી માટે સહાય યોજના ખેડુતોને મળશે 12500 રુપીયાની સહાય
મહત્વપૂર્ણ લિંક
ફોર્મ ભરવા માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઇટ માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.