Ration Card List 2024: ડાઉનલોડ કરો તમારા ગામનુ રેશન કાર્ડનુ લીસ્ટ,નવી BPL યાદિ

Ration Card List 2024 : કેન્દ્ર સરકાર દ્વારા આગામી પાંચ વર્ષ માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ, સરકારે દેશના અસંગઠિત ગરીબ મજૂરો માટે મફત રાશન આપવાની જાહેરાત કરી છે. જેથી ગરીબ મજૂરો ને પોતાના ભરણપોષણમાં મુશ્કેલીનો સામનો નહિ કરવો પડે.

Ration Card List 2024

જો તમે નવુ રેશનકાર્ડ કઢાવવા માટે અરજી કરી હોય અથવા અરજી કર્યા પછી તમારું રેશન કાર્ડની યાદીમાં આવ્યું છે કે કેમ તે ચેક કરવા માંગતા હોય તો તેના માટે નીચે સરળ પ્રોસેસ આપેલી છે. તેને અનુસરીને તમે રેશનકાર્ડના લીસ્ટમા તમારૂ નામ સર્ચ કરી શકો છો. આ ઉપરાંત અમે તમને ગુજરાત ના રેશન કાર્ડ 2024 ધારકોનુ લીસ્ટ અને ઓફીસીયલ વેબસાઇટનો ઉપયોગ કરીને એપ્લિકેશનની સ્થિતિ કેમ ચેક કરવી તેની માહિતી પણ આપેલી છે. તમે નીચે આપેલ સ્ટેપ-બાય-સ્ટેપ ગાઇડલાઇન અનુસરીને ગુજરાત રેશન કાર્ડ લાભાર્થીની યાદીમાં તમારુ નામ ચેક કરી શકો છો તેમજ ઓફીસીયલ વેબસાઇટ દ્વારા અરજીની સ્થિતિ પણ ચેક કરી શકો છો.

રેશન કાર્ડ યાદી 2024 ના લાભો

  • રેશન કાર્ડધારકોને અનાજ અને ખાદ્યસામાન સરકારી રેટના મુકાબલે ઘણું ઓછા ભાવમાં મળે છે.
  • સરકાર રેશન કાર્ડ ધરકોને વિવિધ પ્રકારના ધાન, ગહું, ચોખા વગેરે પર સબસિડી પ્રદાન કરે છે.
  • વિભિન્ન સરકારી યોજનાઓમાં લાભ
  • રેશન કાર્ડ ધારકોને અનેક સરકારી યોજનાઓનો લાભ મળે છે. જેમકે ગેસ સબસિડી, પોષણ યોજના વગેરે.

રેશનકાર્ડનો મળવાપાત્ર જથ્થો જાણો

તમારા રેશનકાર્ડ પર રાશન નો કેટલો જથ્થો મળવાપાત્ર છે તે પણ ઓનલાઇન જાણી શકો છો. તેના માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો.

  • સૌ પ્રથમ ipd gujarat રેશન કાર્ડ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. આ લીંક https://ipds.gujarat.gov.in/Register/frm_KnowYourEntitlement.aspx પર કલીક કરીને પણ સીધા ઓપન કરી શકો છો.
  • હવે તમારો રેશન કાર્ડ નંબર અને કેપ્ચા કોડ સબમીટ કરો.
  • જો તમને તમારો રેશનકાર્ડ નંબર ખબર ન હોય, તો અન્ય વિગતો નાખીને પણ આ વિગતો ચેક કરી શકો છો. જેવી કે પ્રથમ NFSA પ્રકારો પસંદ કરો, ગેસ કાર્ડ પસંદ કરો (જો તમારી પાસે ગેસ કનેક્શન હોય તો હા પસંદ કરો), તમારા કુટુંબના સભ્યને દાખલ કરો, કાર્ડની શ્રેણી પસંદ કરો, કેપ્ચા કોડ દાખલ કરો અને જોવા માટે બટન પર ક્લિક કરો.
  • હવે તમારી સ્ક્રીન પર તમને મળવાપાત્ર રેશન નો જથ્થો જોઇ શકો છો.

રેશન કાર્ડના પ્રકાર

1. બીપીએલ (બીલો પાવર્ટી લાઇન) કાર્ડ

આ કાર્ડ આવા પરિવારોને આપવામાં આવે છે જેઓ ગરીબી રેખા હેઠળ છે. આ કાર્ડ ધારકોને મર્યાદિત આવક હોવાથી ખાદ્યસામાન અને અનાજ પર વિશેષ સબસિડી મળે છે.

2. એપીએલ (એબવ પાવર્ટી લાઇન) કાર્ડ

એપીએલ કાર્ડધારકો એવા પરિવારો છે જે ગરીબી રેખા ઉપર છે. આ કાર્ડ તેમને વિના સબસિડીયાવાળા પણ પુરવઠો પૂરો પાડે છે.

3. અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડ

આ યોજનાનું લક્ષ્ય છે દેશના સૌથી ગરીબ પરિવારોને મદદરૂપ થવું. AAY કાર્ડ ધરકોને અનાજ અને અન્ય આવશ્યક વસ્તુઓ બહુ નીચા દરે આપવામાં આવે છે.

4. એસએઇવી (SAVY) કાર્ડ

આ ખાસ કાર્ડ તેવાં લોકોને આપવામાં આવે છે જેઓ આજીવિકા માટે સામાજિક રીતે અંત્યંત અવલંબિત છે. આ કાર્ડ અંતર્ગત પરિવારોને વિશેષ લાભ મળે છે.

રેશન કાર્ડ માટે જરૂરી દસ્તાવેજો

  • આધાર કાર્ડ
  • ચૂંટણી ઓળખ પત્ર
  • બચત ખાતાનું પાસબુક
  • આવકનું પ્રમાણપત્ર

રેશનકાર્ડ લીસ્ટ ગુજરાત 2024

  • રેશન કાર્ડ નુ લીસ્ટ ચેક કરવા માટે સૌ પ્રથમ તમારે સતાવાર વેબસાઇટ https://ipds.gujarat.gov.in ઓપન કરવાની રહેશે. આ સિવાય તમે નીચે આપેલ લીંક પરથી કલીક કરીને સીધા આ વેબસાઇટ ઓપન કરી શકો છો.
  • ત્યારબાદ આ ઓપન થયેલ વેબસાઇટ મા વર્ષ અને મહિનો નાખી કેપ્ચા કોડ નાખી સબમીટ ઓપ્શન આપો.
  • ત્યારબાદ તમારી સામે જિલ્લાઓનુ લીસ્ટ ખુલશે. તેમા તમારે જે જિલ્લાનુ રેશન કાર્ડ નુ લીસ્ટ જોવુ હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમે સીલેકટ કરેલા જિલ્લાના તમામ તાલુકાઓનુ લીસ્ટ આવશે.
  • આ પૈકી તમે જે તાલુકાનુ લીસ્ટ જોવા માંગતા હોય તેના પર કલીક કરો.
  • ત્યારબાદ તમારી સામે તે તાલુકાના તમામ ગામોનુ લીસ્ટ ઓપન થશે. જેમા તમને નીચે મુજબના વિવિધ વિભાગ જોવા મળશે.
  • જેમા તમને NFSA અને NON NFSA આવા બે વિભાગ જોવા મળશે.
  • જેમા AAY, APL-1, APL-2, BPL આવા ઓપ્શન પણ હશે. તેમા તમારુ જે પ્રકારનુ રેશન કાર્ડ હોય તેના પર કલીક કરવાનુ રહેશે.
  • કલીક કરતા તમારા ગામના તમામ રેશન કાર્ડ ધારકોનુ લીસ્ટ ખુલી જશે. જેમા તમારુ નામ સર્ચ કરો.
  • જેમા તમારા નામની સામે રેશનકાર્ડ નંબર લખેલ લશે તેના પર કલીક કરતા તમારા પરિવારના રેશનકાર્ડ ની વિગતો જોવા મળશે.

IKhedut Portal Registration: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

Power Tiller Sahay Yojana 2024: ગુજરાત પાવર ટિલરની ખરીદી પર ખેડૂતો ને મળશે રૂ. 60000 સહાય

મહત્વપૂર્ણ લીંક

Ration Card List Gujaratઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment