Mafat Chhatri Yojana Online Registration Process । Ikisan Portal 2024 | ફળો અને શાકભાજી વેચાણ કરનાર માટેની યોજના । Horticultural Scheme in Gujarat.
Mafat Chhatri Yojana 2024: Bagayati Vibhaag દ્વારા ફળો અને શાકભાજીના ઉત્પાદનમાં વધારો કરવા માટે જુદી-જુદી પદ્ધિતીઓ અપનાવતી હોય છે. જેને ધ્યાને રાખીને ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા માટે નવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં બહાર પાડવામાં આવેલ છે. મફત છત્રી યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Mafat Chhatri Yojana 2024: મફત છત્રી યોજના
યોજનાનું નામ | મફત છત્રી યોજના |
આર્ટિકલનું નામ | Mafat Chhatri Yojana Online Registration Process |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો ઉદ્દેશ | જે અરજદારોઓ ફૂલો, ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય અને તેવા પાકોનો બગાડ અટકાવવા મફત છત્રી આપવા આવશે. |
લાભાર્થીની પાત્રતા | ગુજરાત રાજ્યના ફળો, શાકભાજી અથવા ફૂલોનું વેચાણ કરતા નાના વેચાણકારોને, રોડ સાઈડ વેચાણકર્તા |
સહાય . | અરજદારોને મફતમાં સાધન સહાય સ્વરૂપે છત્રી અથવા સેડ આપવામાં આવશે |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
એપ્લિકેશનનું માધ્યમ | Online |
મફત છત્રી યોજનાનો હેતુ
ગુજરાત રાજ્યમાં ફળ અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને આ યોજનાનો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ નાના વેચાણકારોને પોતાના ફળ અને શાકભાજીનો બગાડ ન થાય તે માટે વિનામૂલ્યે છત્રી અથવા શેડ કવર આપવામાં આવશે. વધુમાં, હાટ બજારમાં વેચાણ કરતાં કે લારી વાળા ફેરીયાઓને પણ મફત છત્રી મળવા પાત્ર રહેશે. આ યોજના માટે નાના વેચાણકારોને Ikhedut Portal online registration કરવાનું રહેશે.
યોજનાનો લાભ મેળવવા માટેની પાત્રતા
બાગાયતી વિભાગ દ્વારા નાના વેચાણકારોને મફત સાધન સહાય આપવામાં આવશે. Bagayati Yojana Gujarat દ્વારા લાભાર્થીની પાત્રતા નક્કી થયેલી છે. મફત છત્રી યોજનાનો લાભ કોણે મળવાપાત્ર છે તે જે નીચેની માહિતી દ્વારા જાણી શકાશે.
- ગુજરાત રાજ્યનો અરજદાર હોવો જોઈએ.
- ફળો અને શાકભાજીનું વેચાણ કરતા હોય એમને મળશે.
- ફૂલપાકોનું વેચાણ કરતા હોય તેમને મળશે.
- લાભાર્થી રોડ સાઈડ પર, હાટ કે નાના બજારમાં વેચાણ કરતા હોય તેમને પણ લાભ મળશે.
- નાના લારીવાળા ફેરીયાઓને પણ આ યોજનાનો લાભ મળશે.
- જે કૃષિપેદાશો કે જેમનો ઝડપથી નાશ પામે છે, તેવા ફળ પાકોનું વેચાણ કરતા નાના વેચાણકારો Mafat Chhatri Yojana 2024 નો લાભ મળશે.
મફત છત્રી યોજના હેઠળ મળવાપાત્ર લાભ
બાગાયતી વિભાગ દ્વારા ચાલતી આ યોજનામાં નાના વેચાણકારોને લાભ આપવામાં આવે છે. જેમાં ફળો, ફૂલો અને શાકભાજીનું વેચાણ કરતા હોય તેમને લાભ મળે છે. જલ્દી નાશ પામતા પાકોનું નાના બજારો, હાટમાં કે લારી ફેળિયા દ્વારા વેચાણ કરતા હોય તેવા નાના વેચાણકારોને Gujarat Mafat Chhatri Yojana 2022 યોજના હેઠળ વિનામૂલ્યે છત્રી આપવામાં આવશે. આ યોજનાનો લાભ વ્યક્તિગત રીતે અને સંસ્થાને પણ મળવાપાત્ર થશે.
- મફત છત્રી યોજના આધારકાર્ડ દીઠ નાના વેચાણકારોને એક છત્રી આપવામાં આવશે.
- પુખ્યવયના લાભાર્થીને છત્રી આપવામાં આવશે.

Mafat Chhatri Yojana ડોક્યુમેન્ટ
I Khedut Portal પર બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓની ઓનલાઈન અરજી ચાલુ થયેલ છે. મફત છત્રીનો લાભ લેવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ આપવાના રહેશે.
1. લાભાર્થીના આધારકાર્ડની નકલ
2. ગુજરાત અર્બન લાઈવલીહૂડ મિશન દ્વારા ઇસ્યુ કરેલ ઓળખકાર્ડ (જો હોય તો)
3. જો ખેડૂત લાભાર્થી SC જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
4. જો ખેડૂત લાભાર્થી ST જાતિનો હોય તો જાતિનું પ્રમાણપત્ર
5. લાભાર્થીનું રેશનકાર્ડની નકલ (Ration Card)
6. જો ખેડૂત દિવ્યાંગ હોય તો દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર
7. લાભાર્થી જો ટ્રાઈબલ વિસ્તારના હોય તો વન અધિકાર પત્રની નકલ (હોય તો)
8. ખેતીના 7-12 અને 8-અ જમીનમાં સંયુક્ત ખાતેદારના કિસ્સામાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
9. આત્માનું રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તેની વિગતો
10. સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
11. દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
12. મોબાઈલ નંબર
ગુજરાતમાં મફત છત્રી યોજના માટે ઓનલાઈન કેવી રીતે અરજી કરવી (How to Apply Online)
Ikhedut Portal Yojana List માંથી Mafat Chhatri Yojna In Gujarat નો લાભ લેવા માટે Online Application કરવાની રહેશે. રાજ્યના નાના વેચાણકારો ગ્રામ કક્ષાએથી VCE પાસેથી ઓનલાઈન કરી શકે છે. વધુમાં, તાલુકા કચેરીમાંથી કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે પણ ઓનલાઈન અરજી કરાવી શકે છે. જો લાભાર્થીને ઓનલાઈન એપ્લિકેશન કરવાનું જ્ઞાન હોય તો ઘરે બેઠા જાતે પણ કરી શકે છે.
- સૌપ્રથમ લાભાર્થીએ Google Search ખોલવાનું રહેશે. જેમાં “ikhedut Portal” ટાઈપ કરવાનું રહેશે.
- હવે તમારે Google Search Result માં જે પરિણામ આવે તેમાંથી https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- રાજ્ય સરકારની અધિકૃત ikhedut Portal ખોલ્યા બાદ “યોજના” પર ક્લિક કરવું.
- યોજના બટન પર ક્લિક કર્યા બાદ ક્રમ નંબર-3 પર “બાગાયતી યોજનાઓ” ખોલવાની રહેશે.
- “Bagayati Yojana” ખોલ્યા પછી ચાલુ વર્ષની ઘણી બધી બાગાયતી યોજના બતાવશે.
- જેમાં હાલમાં (21/06/2024ની સ્થિતિએ) ક્રમ નંબર—1 પર “ફળ અને શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા બાબતની સહાય યોજના” બતાવશે હશે.
- જેના પર ક્લિક કરીને આગળ New Page ખોલવાનું રહેશે.
- હવે તમને પૂછવામાં આવશે કે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- ખેડૂત તરીકે અગાઉ રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Smartphone Sahay Yojana 2024 : ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના, 6000 રૂપિયાની સહાય મેળવો
હોમ પેજ | અહિયાં ક્લિક કરો |
અધિકૃત વેબસાઇટ | અહિયાં ક્લિક કરો |

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.