IPL 2025ની સિઝન ઘણી રોમાંયક રહેવાની છે.આ વખતે નવી સિઝન પહેલા મેગા ઓક્શન પણ જોવા મળશે,જેમાં ઘણી ફ્રેન્ચાઈઝી પોતાના ખેલાડીઓને રીલીઝ કરવા અને જાળવી રાખવા જઈ રહી છે.મેગા ઓક્શન દરમિયાન ચાહકો ઘણા બધા બદલાવ જોવાના છે. ઘણા ખેલાડીઓની અદલાબદલી પણ જોવા મળી શકે છે. આ સિવાય IPL 2024માં ખરાબ પ્રદર્શન કરનારા કેટલાક કેપ્ટનોને પણ સજા થઈ શકે છે.જેમાં ત્રણ કેપ્ટનના નામ સામે આવી રહ્યા છે
કેએલ રાહુલ(LSG)
કેએલ રાહુલ છેલ્લા ત્રણ વર્ષથી IPLમાં લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે.વર્ષ 2022 અને 2025માં તેની કેપ્ટનશીપ હેઠળ નોકઆઉટમાં જગ્યા બનાવી હતી,પરંતુ IPL 2024માં કેએલ રાહુલની સાથે ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું રાહુલનો સ્ટ્રાઈક રેટ ટીમ માટે સૌથી મોટો માથાનો દુખાવો બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ વખતે મેગા ઓક્શનમાં LSG કેપ્ટન બદલાઈ શકે છે.
શિખર ધવન(Punjab Kings)
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવન માટે IPLની છેલ્લી સિઝન કંઈ ખાસ ન હતી.આ સિઝનમાં ધવન ઈજાના કારણે આખી ટૂનમિન્ટમાંથી બહાર થઈ ગયો હતો.અત્યાર સુધીમાં ધવને IPLમાં 27 મેચોમાં કેપ્ટનશીપ કરી છે જેમાંથી ટીમ માત્ર 10 મેચ જીતી શકી છે.આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ IPL 2025ની મેગા ઓક્શનમાં શિખર ધવનને રિલીઝ કરી શકે છે
ફાફ ડુ પ્લેસિસ (RCB)
IPL 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં સારું રહ્યું હતું.ખાસ કરીને આ સિઝનના બીજા હાફમાં જે રીતે RCBએ સતત તમામ મેચો જીતીને પ્લેઓકમાં જગ્યા બનાવી તે ખૂબ જ આશ્ચર્યજનક હતું, જો કે, અહેવાલો અનુસાર,ડુ પ્લેસિસ આગામી સિઝન અથવા આગામી સિઝન પછી નિવૃત્તિ લઈ શકે છે.આવી સ્થિતિમાં RCB નવા કેપ્ટનની શોધમાં છે
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.