Gujarat Farmer Registry: ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024 સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવો

Button with Link

Gujarat Farmer Registry: તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના તમામ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે. અને આ યુનિક ફાર્મર આઈડી ના આધારે જ દેશના તમામ ખેડૂતોને સરકારની યોજનાઓનો લાભ મળશે. આ આઈડી ના આધારે જ ટેકાના ભાવે વેચાણની કામગીરી થઈ શકશે અને આ યુનિક આઈડી ના આધારે જ પાક ધિરાણ સહિતની જે કામગીરી છે તે ખેડૂતો કરી શકશે.

Gujarat Farmer Registry

આર્ટિકલનું નામGujarat Farmer Registry : ગુજરાત ખેડૂત રજીસ્ટ્રેશન 2024
આ રજીસ્ટ્રેશન કોણે કરવાનું રહેશે?ખેડૂતોને
હેતુખેડૂતોને ડીજિટલ ડેટા પરથી સરળતાથી સહાય ચૂકવવાની રહેશે.
ઓફિશિયલ વેબસાઈટhttps://gjfr.agristack.gov.in/

Gujarat Khedut Registry Portal | એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ

સરકારશ્રી દ્વારા PM Kisan Yojana બહાર પાડેલ છે. આ યોજના અંતર્ગત વાર્ષિક કુલ 6000/- ની સહાય મળશે. આ સહાય ત્રણ વખત 2000 નો હપ્તો મળે છે. પરંતુ તેના માટે એગ્રિસ્ટેક ફાર્મર રજીસ્ટ્રી હેઠળ પીએમ કિસાનના લાભાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.

Gujarat Farmer Registry પ્રોજેક્ટ શું છે?

Gujarat Farmer Registry :ખેડૂતોને લગતી માહિતીનું એક જ જગ્યાએ એકત્રીકરણ થાય અને આ પ્રોજેક્ટના આધારે કેન્દ્ર સરકાર ખેડૂતોને લગતી યોજનાઓ વિશે યોગ્ય નિર્ણય લઈ શકે એ હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ફાર્મર રજીસ્ટ્રેશન પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત દેશના જે તમામ ખેડૂતો છે તેમના આધાર કાર્ડ ની સાથે એમના જમીનના દસ્તાવેજ ની ડીટેલ જોડવામાં આવી રહી છે એટલે કે સીંક્રોનાઇઝ કરવામાં આવી રહી છે.

આમ કામગીરી ગ્રામ પંચાયતના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર મારફતે પણ થઈ શકે છે અને જો ખેડૂતો ઈચ્છે તો તે પોતાના મોબાઈલ અથવા તેમની પાસે લેપટોપ હોય તો તેના દ્વારા કરી શકે છે. આના દ્વારા દરેક ખેડૂતને 11 આંકડાનો એક યુનિક આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે, જે એક રીતે ખેડૂતોને ઓળખ સાબિત થશે.

Gujarat Farmer Registry પ્રોજેક્ટ નો ફાયદો:

આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને એક અલગ યુનિક 11 આંકડાનો આઇડેન્ટિટી નંબર આપવામાં આવશે. એક રીતે આ આઈડી ખેડૂતોની ઓળખ તરીકે સાબિત થશે. ખેડૂતોએ કોઈપણ લાભ લેવો માટે આધાર કાર્ડ, જમીનના દસ્તાવેજો અને બેંક ડોક્યુમેન્ટ ની ડિટેલ અલગથી આપવાની રહે છે, પરંતુ 11 આંકડા ના યુનિક આઈડી દ્વારા ખેડૂતની તમામ ડીટેલ વહીવટી તંત્રને મળી શકે છે. અને કોઈપણ યોજનાનો લાભ લેવા માટેની પ્રક્રિયા સરળ બનશે.

આ યોજનાનો મહત્વનો ઉદ્દેશ એ છે કે જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેઓએ આ પ્રક્રિયા 25 નવેમ્બર 2024 સુધી પૂર્ણ કરવાની છે કારણ કે-આવતા ડિસેમ્બર મહિનામાં જે પીએમ કિસાન યોજનાનો હપ્તો જાહેર થવાનો છે તેનો લાભ લઈ શકે.

આ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતનું એડ્રેસ, મોબાઈલ નંબર, આધાર કાર્ડ ની ડિટેલ, બેંકની ડિટેલ અને જમીનની ડિટેલ તથા ખેડૂત ને કઈ કઈ યોજનાઓનો લાભ મળવા પાત્ર છે અને કઈ કઈ યોજનાઓનો લાભ લીધો છે તે તમામ ડિટેલ એક જ ઓળખ પત્ર દ્વારા સરકારના વહીવટ તંત્ર સુધી પહોંચી શકે છે.

ખેડૂત રજિસ્ટ્રેશન માટે જરૂરી દસ્તાવેજો:

  • આધાર કાર્ડ
  • આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
  • જમીનના 7/12 અને 8/અની નકલ

How to Self-Registration Farmer Registry Steps by Steps | ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર જાતે રજીસ્ટ્રેશન કરવા માટે શું કરવું?

ખેડૂતોઓએ ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર https://gjfr.agristack.gov.in/ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવાનું હોય તેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • સૌપ્રથમ Google માં “gjfr agristack” સર્ચ કરવાનું રહેશે.
  • ત્યારબાદ તેમાં Create Account પર ક્લિક કરવાનું રહેશે.
  • સૌપ્રથમ ખેડૂતે પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતને તેમના આધારકાર્ડથી લિંક મોબાઈલ નંબરમાં OTP આવશે. તે દાખલ કરવો.
  • આધારના વેરિફિકેશન પછી ખેડૂતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો રહેશે.
  • આધાર પર તે નંબર પર OTP આવશે તે દાખલ કરવો.

Create a New Password

  • આ રજીસ્ટ્રેશન માટે નવો પાસવર્ડ સેટ કરવાનો રહેશે.
  • ત્યારબાદ ખેડૂતના મોબાઈલ નંબર અને નવીન સેટ કરેલા પાસવર્ડથી Login કરવાનું રહેશે.
  • Login થતાં ખેડૂતે પોતાની સ્થાનિક ભાષામાં વેરીફાય કરવાની રહેશે.
  • આધારકાર્ડ પ્રમાણે ખેડૂત પોતાનું સરનામું દેખાશે, જેને ખરાઈ કરવાનું રહેશે.
  • ઓનલાઈન બતાવેલ Land Ownership ડ્રોપ ડાઉનમાંથી ઓપરેટરે Owner પસંદ કરવાનું રહેશે.
  • Occupation Details માં આપેલ બંને ચેક બોક્ષને સિલેકટ કરવાના રહેશે.
  • Fetch Land Details પર ક્લિક કરવું.
  • ખેડૂતે પોતાની જમીનનો સર્વે નંબર એન્‍ટર કરો.
  • હવે તમે ડ્રોપડાઉન માંથી ખેડૂતનું નામ પસંદ કરો.
  • જમીનના સર્વે નંબરની સામે આપેલ ચેક બોક્ષને સિલેકટ કરી સબમિટ પર ક્લિક કરતાં તે નંબર Fetch થઈ જશે.
  • તમારી જમીનની જે વિગત Fetch થયેલ સર્વે નંબરનો Name Match Score ચેક કરવાનો રહેશે.
  • તમારા ગામના સર્વે નંબર દાખલ કરો, ત્યારબાદ Verify All Land પર ક્લિક કરવું.
  • હવે તમે આપેલા Save બટન પર ક્લિક કરો.
  • ત્યારબાદ Proceed To E-Sign Button પર ક્લિક કરો.
  • ત્યારબાદ આધારના C-DAC પેજ પર લઈ જશે ત્યાં ખેડૂતનો આધાર નંબર દાખલ કરવો.
  • આધાર સાથે લિન્ક થયેલ નંબર OTP આવશે તે અહી દાખલ કરવો.
  • ત્યારબાદ submit પર ક્લિક કરવું.
  • છેલ્લે, ફાર્મરી રજીસ્ટ્રેશન પૂરું થયા બાદ એક એનરોલમેન્ટ નંબર દેખાશે. જેને Save કરવાનો રહેશે.

IKhedut Portal Registration: આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી

LPG Gas Subsidy Check: એલપીજી ગેસ સબસીડી ઘરે બેઠા તપાસો

Leave a Comment