Gseb Result Gujarat ,GSEB SSC HSC Result 2024 Announced: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજ રોજ બપોરે 12 કલાકે ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 10માં 28.29 ટકા, તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 49.26 ટકા અને 12 વિજ્ઞાન પ્રવાહમાં 30.48 ટકા પરિણામ આવ્યું છે.
શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના 2.38 લાખ જેટલા વિદ્યાર્થીઓની તારીખ 24 જૂનથી તારીખ 6 જુલાઈ દરમિયાન પૂરક પરીક્ષા લેવાઈ હતી. ધોરણ 10ની પૂરક પરીક્ષા માટે રાજ્યમાંથી 1,37,025 લાખ તેમજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 56,685 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34,920 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.
Gseb Result Gujarat 2024
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પૂરક પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ પરિણામ www.gseb.org ની સત્તાવાર વેબસાઈટ પર જઈને ચકાસી શકશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશે.
બોર્ડનું નામ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર |
પરીક્ષાનો પ્રકાર | GSEB 10મી પુરક પરિક્ષા 2024 (GSEB 10th Purak Pariksha) |
પરીક્ષા તારીખો | 24 જૂન થી 04 જુલાઈ 2024 |
પરિણામ તારીખ | આજે બપોરે 12 વાગે |
વેબસાઇટ | @ www.gseb.org |
વોટ્સએપથી આ રીતે ચેક કરો પરિણામ
- તમારા ફોનમાં ગુજરાત બોર્ડ દ્વારા આપવામાં આવેલ whatsapp નંબર 6357300971 સેવ કરો.
- હવે આ નંબર પર whatsapp કરો.સૌ પ્રથમ HI લખીને મોકલો
- હવે અહીં તેમના દ્વારા તમને જવાબ મળશે તે માહિતી પ્રમાણે આગળ વધો.
- તમારો બોર્ડનો સીટ નંબર અહીં દાખલ કરવા માટે કહેશે, જે દાખલ કરો
- ત્યારબાદ તમને GSEB 10 માં પરિણામ ધરાવતો એક બીજો મેસેજ મળશે.
- આ રીતે તમે તમારું પરિણામ whatsapp દ્વારા મેળવી શકો છો
આ રીતે ચેક કરો રિઝલ્ટ ધોરણ 10મી પુરક પરિક્ષા પરિણામ
- સ્ટેપ 1- પરિણામ જોવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાઓ.
- સ્ટેપ 2- વેબસાઈટ પર GSEB 10th Repaters Result લિંક પર ક્લિક કરો.
- સ્ટેપ 3- પછી 7 અંકનો સીટ નંબર દાખલ કરો.
- સ્ટેપ 3- તે પછી Submit બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 4- GSEB Result 2024 સ્ક્રીન પર પ્રદર્શિત થશે.
- સ્ટેપ 5- ભવિષ્યના ઉપયોગ માટે તેને ડાઉનલોડ કરો.
Google Pay Personal Loan: ગૂગલ પે થી મળશે 5 લાખ સુધીની લોન, બેંકોના ધક્કા હવે બંધ!
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.