E Shram Card : ઇ-શ્રમ કાર્ડ શું છે ? જેની મદદથી બેરોજગાર લોકોની બદલાઇ જાય છે કિસ્મત

E Shram Card દ્વારા સરકાર ગરીબોને 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપે છે. જોકે તેની માટે પાત્ર લાભાર્થીએ કોઈ પ્રીમિયમની રકમ ચૂકવવાની જરૂર નથી. આ યોજના ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ તે લોકો જ મેળવી શકે છે, જેઓ EPFOના સભ્ય નથી અને ITR ફાઇલ કરતા નથી.

E Shram Card:કેન્દ્ર સરકાર દેશના શ્રમિકો માટે અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. સરકાર ગરીબ વર્ગને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને આ માટે તે ઈ-શ્રમ કાર્ડ યોજના ચલાવી રહી છે. આ યોજના હેઠળ અસંગઠિત ક્ષેત્ર સાથે સંકળાયેલા કામદારો પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ભારત સરકારે ઈ-શ્રમ પોર્ટલ બનાવ્યું છે. એ શ્રમ કાર્ડનો તમે કઈ રીતે લાભ લઈ શકશો તેની તમામ માહિતી અહીં આપને આપવામાં આવી છે.

ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી કર્યા બાદ જ કામદારોને સરકારી યોજનાઓનો લાભ મળે છે. પોર્ટલ પર નોંધણી કરવા માટે, કામદારો પાસે આધાર કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. આ સિવાય આધારને એક્ટિવ મોબાઈલ નંબર સાથે લિંક કરેલો હોવો જોઇયે. આ સિવાય બેંક એકાઉન્ટ પણ જરૂરી છે.

E Shram Card : ઇ-શ્રમ કાર્ડ શું છે?

કાર્ડ નું નામઈશ્રમ કાર્ડ
વિભાગનું નામશ્રમ રોજગાર મંત્રાલય ભારત સરકાર
આશ્રમ કાર્ડ ક્યારથી શરૂ કરવામાં આવ્યું2021
ઈશ્રમ કાર્ડ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યુંભારત સરકાર
ઈશ્રમ કાર્ડ ના લાભો₹1000 હજારો રૂપિયા ની રાશિ મળશે
ઈશ્રમ કાર્ડ નો ઉદ્દેશ્યઆ યોજનાનો ઉદ્દેશ્ય લાભાર્થીને પ્રતિ મહામ આર્થિક સહાય પ્રદાન કરવાનો છે
વેબસાઈટhttps://eshram.gov.in/

ગુજરાત ઇ શ્રમ કાર્ડ 2024 મેસેજ દ્વારા બેલેન્સ ચેક કરો

મેસેજ દ્વારા ઇ શ્રમ કાર્ડ બેલેન્સ ચેક કરવા માટે તમારે સૌ પ્રથમ એક એપ ડાઉનલોડ કરવાની રહેશે તેનું નામ છે ઉમંગ એપ ત્યાં જઈને ઇ શ્રમ કાર્ડ હશે ત્યાં ક્લિક કરવાનું અને પછી ત્યાં બેલેન્સ ચેક કરો તેવું વિકલ્પ આવશે કે આ જઈ તમારે બાર આંકડાનો ઇ શ્રમ કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી તમારા મોબાઈલ પર એસએમએસ દ્વારા વિગત મોકલવામાં આવશે કે તમારા ઇ શ્રમ કાર્ડ માં બેલેન્સ કેટલું છે.

ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો ગુજરાતી ઈ શ્રમ કાર્ડ

ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે સત્તાવાર સાઈડ પર જઈ અને ત્યાં એક ઇ શ્રમ કાર્ડ નંબર નાખવાનો રહેશે પછી ત્યાં નીચે પાછળ નાખી અને ખોલવાનું રહેશે એટલે ત્યારે મુખ્ય મેનુ પર લખેલ હશે કે ઇ શ્રમ કાર્ડ ડાઉનલોડ કરો ત્યાં ક્લિક કરી અને તમારા ઇ શ્રમ કાર્ડ ને પીડીએફમાં ડાઉનલોડ કરી શકો છો ઈ શ્રમ કાર્ડ લિસ્ટ

ઈ-શ્રમ કાર્ડ ના ફાયદા

  • ઈ-શ્રમ પોર્ટલ પર રજીસ્ટર કામદારોને 2 લાખ રૂપિયા સુધીના અકસ્માત વીમાની સુવિધા આપવામાં આવે છે
  • જો અકસ્માતમાં કામદારનું મૃત્યુ થાય તો તેના પરિવારને 2 લાખ રૂપિયા આપવામાં આવશે
  • જો કામદાર અકસ્માતમાં આંશિક રીતે વિકલાંગ થઈ જાય તો તેને 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે
  • રજીસ્ટર કામદારોને UAN આપવામાં આવશે જેમાં તેઓને સરકારી યોજનાનો લાભ મળી શકે છે.

ઈ-શ્રમ કાર્ડ યોજનાનો લાભ લેવા આ રીતે કરો ઓનલાઈન અરજી

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
  • પછી રજીસ્ટ્રેશન માટેની લિંક પેજની જમણી બાજુએ દેખાશે.
  • બાદમાં ‘ઇ-શ્રમ પર નોંધણી’ લખેલું હશે તેના પર ક્લિક કરો.
  • આ બાદ તમારે આધાર લિંક્ડ મોબાઈલ નંબર નાખવો પડશે અને કેપ્ચા નાખવો પડશે.
  • ત્યારબાદ Send OTP પર ક્લિક કરો.
  • આ પછી OTP દાખલ કરો અને પછી ઇ-શ્રમ માટે નોંધણી ફોર્મ ખુલશે.
  • પછી તમારે તમારી વ્યક્તિગત, શૈક્ષણિક અને બેંક વિગતો દાખલ કરવી પડશે.
  • પછી તમારું રજીસ્ટ્રેશન પૂર્ણ થશે.

PMEGP લોન યોજના ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે અહિયાં થી અરજી કરો

Budget 2024માં PM Kisan યોજનાથી લઈને મનરેગા પર મોટી જાહેરાત કરી શકે છે

Leave a Comment