E Shram Card Registration 2024: ઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?

E Shram Card Registration 2024: કેન્‍દ્ર સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવેલ છે. E-Shram Portal દ્વારા દેશના અસંગઠિત ક્ષેત્રના 38 કરોડથી વધુ શ્રમિકોનો ડેટા તૈયાર કરવામાં આવશે. જેમને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. જેનાથી અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોના નામ, વ્યવસાય,સરનામુ, શૈક્ષણિક લાયકાત, ધંધાની આવડત અને પરિવારની માહિતી એકત્રીકરણ થશે. જેના દ્વારા રોજગારી માટે તેમજ સામાજિક સુરક્ષાની યોજનાનો લાભ આપી શકાશે. E Shram Card 2024 Registration કરેલ શ્રમિકોને 12 આંકડાનું એક કાર્ડ આપવામાં આવશે. જેના દ્વારા વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવી શકશે.

E Shram Card Registration 2024: ઈ-શ્રમ કાર્ડ

પોર્ટલનું નામE Shram Card 2024 Registration
આર્ટિકલનું નામઈ-શ્રમ કાર્ડ માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું ?
કોને બનાવેલ છે.ભારત સરકાર (શ્રમ અને રોજગાર વિભાગ)
લાભાર્થીઓદેશના અસંગઠિત ક્ષેત્રના કામદારો
ઉદ્દેશ્ય  શ્રમિકોના ડેટાબેઝ તૈયાર કરવો, જેથી એમને વિવિધ યોજનાઓનો લાભ આપી શકાય
ઓફિશિયલ વેબસાઈટhttps://eshram.gov.in/

E Shram Card રજીસ્ટ્રેશનનો ઉદ્દેશ્ય

ઈ-શ્રમ કાર્ડ દ્વારા મળવાપાત્ર લાભો ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ કાર્ડ લોન્‍ચ કરવામાં આવેલ છે. જેના નીચે મુજબના ફાયદાઓ અને લાભ છે.

  • e-Shram Card આખા દેશમાં માન્ય રાખવામાં આવશે.
  • PMSBY યોજનાનું વીમા કવરેજ મળશે.
  • અકસ્માતથી થતું મૃત્યુના કિસ્સાઓમાં 2 લાખ રૂપિયાની સહાય અથવા સ્થાયરૂપથી વિકલાંગ થાય તો 1 લાખ રૂપિયાની સહાય મળશે.
  • સરકારની સામાજિક સુરક્ષાના લાભોનું વિતરણ ઈ-શ્રમ કાર્ડના યુનિક નંબરના આધારે કરવામાં આવશે.
  • કોરોના કે અન્ય મહામારીના સમય દરમિયાન કેન્‍દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઈ-શ્રમ કાર્ડના ધારકોને પ્રથમ આપવામાં આવશે.
  • સરકારી સબસીડી અથવા સહાય ઈ-શ્રમ કાર્ડ ધરાવતા લાભાર્થીઓના બેંક કે પોસ્ટ ખાતામાં જમા કરવામાં આવશે.
  • આરોગ્યને લગતી યોજનાઓ, શિક્ષણ સહાયને લગતી યોજનાઓને ઈ-શ્રમ કાર્ડ સાથે જોડવામાં આવશે.

E Shram Card નું રજીસ્ટ્રેશન કઢાવતાં પહેલાં શું-શું ધ્યાન રાખવું?

ઈ શ્રમિક કાર્ડ કઢાવતાં પહેલા લાભાર્થીઓ નીચે મુજબની બાબતો ધ્યાનમાં રાખવાની રહેશે.

● અરજદાર લાભાર્થી Income Tex ન ભરતો હોવો જોઈએ.

● શ્રમિકની ઉંમર 16 વર્ષ કરતાં વધારે અને 59 વર્ષ કરતા ઓછી હોવી જોઈએ.

● શ્રમિક EPFO/ESIC નો સભ્ય ન હોવો જોઈએ.

E Shram Card કોણ-કોણ કઢાવી શકે તેવા લાભાર્થીઓની યાદી

ઈ-શ્રમ કાર્ડ હેઠળ દેશના અસંગઠિત ક્ષેત્રના કામદારોને આ કાર્ડ આપવામાં આવશે. જે કામદારોનું ઈન્‍કમ ટેક્ષ ભરતા ના હોય, શ્રમિક EPFO નો સભ્ય ન હોય તેવા અસંગઠિત ક્ષેત્રે જોડાયેલા કામદારો લાભ મળશે. અસંગઠિત ક્ષેત્રના કામદારોની યાદી નીચે મુજબ છે.

  • ખેતશ્રમિક
  • કડીયાકામ, ઈંટો ગોઠવી
  • સુથાર, મિસ્ત્રી
  • લાકડું અથવા પથ્થર બાંધનાર કે ઊંચકનાર
  • આંગણવાડી કાર્યકર
  • વાયરમેન
  • વેલ્ડર
  • ઇલેક્ટ્રિશિયન
  • પ્લમ્બર
  • હમાલ
  • મોચી
  • દરજી
  • માળી
  • બીડી કામદારો
  • ફેરીયા
  • રસોઈયા
  • અગરિયા
  • ક્લીનર- ડ્રાઇવર
  • ગૃહ ઉદ્યોગ
  • લુહાર
  • વાળંદ
  • બ્યુટી પાર્લર વર્કર
  • આશા વર્કર
  • કુંભાર
  • કર્મકાંડ કરનાર
  • માછીમાર
  • કલરકામ
  • આગરીયા સફાઈ
  • કુલીઓ
  • માનદવેતન મેળવનાર
  • રિક્ષા ચાલક
  • પાથરણાવાળા
  • રોડ પર નાસ્તાની દુકાન ચલાવનાર
  • ઘરેલું કામદારો અથવા કામ કરતા ભાઈઓ-બહેનો
  • રત્ન કલાકારો
  • ઈંટો કામ કરનાર
  • રસોઈ કરનાર
  • જમીન વગરના

ઈ-શ્રમ કાર્ડ કઢાવવા માટે જરૂરી ડોક્યુમેન્‍ટ (e shram card documents required)

અસંગઠિત ક્ષેત્ર શ્રમિકોને અનેક લાભ આપતું આ કાર્ડ કઢાવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હોય છે.શ્રમિક કાર્ડનું ઓનલાઈન રજીસ્ટ્રેશન e Shram Official Website પરથી અને Common Service Center (CSC) પરથી કરી શકાશે. જેના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ નીચે મુજબ છે.

  • આધારકાર્ડ
  • આધારકાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર
  • બચત ખાતાની ઝેરોક્ષ
  • રેશનકાર્ડની નકલ
  • ઉંમર અંગેનું પ્રમાણપત્ર
  • રહેઠાણનો પુરાવો
  • પાસપોર્ટ સાઈઝનો ફોટો

E-Shram Portal ની કેટલીક અગત્યની બાબતો

  • ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા e Shram Portal લોંચ કરવામાં આવેલ છે.
  • ઈ-શ્રમ પોર્ટલ દ્વારા 38 કરોડથી વધુ અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે.
  • CSC (Common Service Center ) દ્વારા આ ડેટાબેઝ તૈયાર કરવામાં સહયોગ આપશે.
  • શ્રમિકોનો ડેટાબેઝ આધારકાર્ડ સાથે જોડવામાં આવશે.
  • આ પોર્ટલ દ્વારા શ્રમિકોના નામ, સરનામું, શૈક્ષણિક લાયકાત, કૌશલ્યનો પ્રકાર તથા તેના પરિવારની માહિતી ભરવાની રહેશે.
  • આ પોર્ટલ દ્વારા રજીસ્ટેશન કરાવનાર શ્રમિકોને ઘણી બધી સરકારી યોજનાનો લાભ આપવામાં આવશે.
  • ઇ શ્રમ પોર્ટલ દ્વારા શ્રમિકોને 12 આંકડાનો કાર્ડ આપવામાં આવશે, જે દેશના દરેક રાજ્યમાં માન્‍ય રહેશે.
  • E-Shram Portal પર નોંધાયેલ શ્રમિકોના વ્યવસાય, કૌશલ્ય અને આવડતના આધારે રોજગાર આપવામાં પૂરી મદદ કરવામાં આવશે.
  • e shram portal પર નોંધાયેલા ડેટાબેઝના આધારે સરકાર શ્રમિકોના હિતને ધ્યાને લઈને નવીન અને લાભકારી યોજના બનાવી શકશે.

નમો લક્ષ્મી યોજના

How to Registration E Shram Card 2024

અસંગઠિત ક્ષેત્રના કામદારોને ભારત સરકાર દ્વારા શ્રમિક કાર્ડ પૂરું પાડવામાં આવશે. આ શ્રમિક કાર્ડ માટે જાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન, ગ્રામ પંચાયતના VCE પાસેથી પણ અરજી કરાવી શકશે તથા નજીકના કોમન સર્વિસ સેન્‍ટર (CSC) પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઈ-શ્રમ કાર્ડનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.

  • સૌથી પહેલાં Google માં E Shram Portal ટાઈપ કરવાનું રહેશે.
How to Registration E Shram Card 2024
How to Registration E Shram Card 2024
  • ઈ શ્રમ ખોલ્યા બાદ તેમાં Official Website ખોલવાની રહેશે.
  • હવે તેમાં Home Page ખૂલશે.
  • જેમાં Register on e-Shram પર ક્લિક કરવાનું રહેશે.
E Shram Card Portal
E Shram Card Portal
  • હવે નવુ પેજ ખૂલશે એમાં આધારકાર્ડ સાથે મોબાઈલ લિંક હોય તે દાખલ કરવો અને સાથે Captcha Code નાખવાનો રહેશે.
  • હવે તમને Employees’ Provident Fund Organization (EPFO) અને Employees’ State Insurance Corporation (ESIC) આવા પ્રશ્ન પૂછવામાં આવશે. જેમાં EPFO/ESICના સભ્ય ન હોય તો “ના” પસંદ કરીને આગળ જવાનું રહેશે.
  • ત્યારબાદ OTP પર વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમારા રજીસ્ટર મોબાઈલ નંબર પર OTP આવશે, જે તેના બોક્સમાં નાખવાનો રહેશે.
  • ત્યારબાદ Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે આપણે આપનો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. અને સબમીટ આપવાનું રહેશે.
  • જેનાથી તમારા મોબાઈલ નંબર પર એક નવો OTP આવશે તે OTP ફરીથી નવા Box માં નાખી વેરીફાઈ કરવાનું રહેશે.
  • વેરીફાઈ કર્યા બાદ આપના આધાર કાર્ડ પરથી ડેટાબેઝના આધારે ફોટો અને અન્ય જાણકારી સ્કીન પર જોવા મળશે.

E Shram Registration Step Two

  • હવે લાભાર્થીએ Confirm and Other Detail પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં પર્સનલ માહિતી, શૈક્ષણિક લાયકાત, વ્યવસાય & સ્કીલ તથા બેંક ડિટેલ ભરવાની રહેશે.
  • હવે તમારે માંગ્યા મુજબના દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે.
  • ત્યારબાદ લાભાર્થીએ Preview Self Declaration પર ક્લિક કરવાનું રહેશે.
  • જેમાં તમારા દ્વારા ભરવામાં આવેલી તમામ માહિતી તમારી સ્કીન પર ખૂલીને આવશે.
  • તમારા દ્વારા ભરેલી માહિતી ફરીથી એકવાર ધ્યાનપૂર્વક ચકાસની કરવાની રહેશે.
  • જેમાં Declaration પર ટીક કરીને Submit પર ક્લિક આપવાનું રહેશે.
  • ત્યારબાદ મોબાઈલ પર એક OTP આવશે જેમાં OTP Box માં નાખીને વેરીફાઈ કરવાનો રહેશે.
  • ત્યારબાદ તમારે Confirm બટન પર ક્લિક કરવાનું રહેશે. એકવાર કન્‍ફર્મ થયા બાદ કોઈ સુધારા કે વધારા થશે નહીં.
  • હવે તમારે e shram card download પર ક્લિક કરવાનું રહેશે.

LPG Gas Subsidy Check

E Shram Card FAQ- વારંવાર પૂછાતા પ્રશ્નો

1. ઈ-શ્રમ કાર્ડ કોણ કઢાવી શકશે?
જવાબ: ભારતના અસંગઠિત ક્ષેત્રના લાભાર્થીઓ આ કાર્ડ કઢાવી શકશે. જે શ્રમિકો EPFO/ESIC ના સભ્ય ન હોય તે જ કઢાવી શકે.

2. E Shram Portal કોના દ્વારા લોન્ચ કરવામાં આવેલ છે.
જવાબ: ઈ શ્રમ કાર્ડ ભારત સરકારના Ministry of Labour & Employment વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે.

3. e-Shram માટે કોઈ આવક મર્યાદા નક્કી થયેલી છે?
જવાબ: અસંગઠિત ક્ષેત્રના કામદાર તરીકે ઈ શ્રમિક કાર્ડ માટે નોંધણી કરાવી શકે છે. પરંતુ અરજદાર કોઈ આવકવેરો ચૂકવતા ન હોવા જોઈએ.

4. ઈ શ્રમિક કાર્ડ કઢાવવા માટે કેટલી ઉંમર મર્યાદા નક્કી થયેલી છે?
જવાબ: આ કાર્ડ કઢાવવા માટે અરજદાર લાભાર્થી 16-59 વર્ષના હોવા જોઈએ.

5. e-SHRAM Card ની કેટલી વેલીડીટી નક્કી થયેલી છે?
જવાબ: આ ઇ-શ્રમ કાર્ડમાં 12 આંકડાનો યુનિક નંબર આવશે. જે કાયમી નંબર રહેશે અને તેની વેલીડીટી કાયમી રહેશે.

6. શ્રમિકો પોતાના ઈ-શ્રમ કાર્ડમાં નવી માહિતી ક્યાંથી સુધારી શકે છે?
જવાબ: શ્રમિકો પોતાના કાર્ડમાં જરૂરી માહિતી વધારવા માટે નજીકના CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે. તથા નવું શ્રમિક કાર્ડ કઢાવવા માટે પણ CSC સેન્ટરનો સંપર્ક કરી શકે છે.

7. ઈ-શ્રમ કાર્ડ દ્વારા લાભાર્થીઓને કેટલી યોજનાઓનો લાભ લઈ શકે છે?
જવાબ: આ કાર્ડ દ્વારા Social Security Welfare ની કુલ 12 યોજનાઓનો લાભ મેળવી શકે છે તથા Employment કુલ 6 યોજનાનો લાભ મેળવી શકે છે.

Leave a Comment