e Samaj kalyan Portal Registration 2024: ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ શું છે? આવો પ્રશ્ન તમારા મનમાં હશે. મિત્રો આ પોર્ટલ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા બનાવવામાં આવેલ છે. જેમાં વિવિધ વિભાગોની ઓનલાઈન અરજીઓ લાભાર્થીઓ ઘરે બેઠા કરી શકે છે. આ પોર્ટલ દ્વારા વહીવટી પારદર્શિતા લાવવાનો છે.
પ્રિય વાંચકો, આજે આપણે Online Portal વિશે વાત કરીશું. ગુજરાત સરકારશ્રી દ્વારા નાગરિકો ઘરે બેઠા-બેઠા વિવિધ સેવાઓનો લાભ મળે તેવું વિચારે છે. જેને ધ્યાનમાં રાખીને અલગ-અલગ વિભાગો દ્વારા Online Portal લોન્ચ કરવામાં આવે છે. જેમ કે ખેડૂતો માટે ikhedut Portal, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ દ્વારા e-Kutir Portal લોન્ચ કરેલ છે. મિત્રો આજે આ આર્ટિકલ દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા બહાર પાડેલ E Samaj Kalyan Portal વિશે વાત કરીશું. ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી મેળવીશું.
e Samaj kalyan Portal Registration 2024
પોર્ટલનું નામ | ઈ સમાજ કલ્યાણ પોર્ટલની યોજનાઓની યાદી |
આર્ટિકલનું નામ | ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? |
વિભાગનું નામ | Social Justice And Empowerment Department Gujarat |
અધિકૃત વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ બનાવવાનો હેતુ
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગનું અંગ્રેજી નામ Social Justice & Empowerment Department (Government Of Gujarat) છે. જેનું કાર્ય પછાત વર્ગો જેમ કે, અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, લઘુમતી સમુદાયો, શારીરિક અને માનસિક ક્ષતિ ધરાવતી વ્યક્તિઓ માટે કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવી.
આ વિભાગ દ્વારા અનાથ બાળકો માટે પાલક માતા-પિતા યોજના અમલી બનાવેલ છે. નિરાધાર વ્યક્તિઓ, ભિખારીઓ અને વૃધ્ધ વ્યક્તિઓના સહાય માટે “વૃદ્ધ સહાય યોજના” અમલમાં મૂકવામાં આવી છે. જેના તમામનો આર્થિક વિકાસ તથા સશક્તિકરણ કરવાનો છે. શૈક્ષણિક યોજનાઓ, આર્થિક કલ્યાણની યોજનાઓ, આરોગ્ય અને આવાસ યોજનાઓ કે અન્ય તમામ પછાત વર્ગોના ઉત્કર્ષ માટેની યોજનાઓના માટે e-Samajkalyan Portal બનાવવામાં આવેલ છે. જેના દ્વારા લાભાર્થીઓ માટેના ઉદ્દેશો અને હેતુઓની વિગતો નીચે મુજબ છે.
How to Registration e Samaj kalyan Portal
ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર કેવી રીતે કરવું તેની Step By Step માહિતી આ આર્ટિકલના માધ્યમ દ્વારા મેળવીશું. જે નીચે મુજબ છે.
Step-1 Website URL
e-Samaj kalyan website Gujarat ને Open કરવા માટે https://esamajkalyan.gujarat.gov.in URL પર ક્લિક કરો. ત્યારબાદ e-SamajKalyan Portal પર Register થવા માટે Please Register Here લિંક પર ક્લિક કરવું.
Step-2 Registration
આ ફોર્મેટ દ્વારા તમે e-Samaj kalyan gujarat online registration કરી શકશો. ફોર્મેટમાં આપેલ “*” (લાલ માર્ક) કરેલ તમામ માહિતી ફરજિયાત ભરવાની રહેશે.
1. અરજદારનું પૂરું નામ (આધારકાર્ડ પ્રમાણે) લખવું.
2. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો.
3. અરજદારની જન્મતારીખ પસંદ કરો.
4. અરજદારનો આધારકાર્ડ નંબર લખો.
5. અરજદારનું Email ID (જો હોય તો) લખો.
6. અરજદારની જાતિ(Caste) પસંદ કરો.
7. અરજદારનો મોબાઈલ નંબર લખો.
8. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર લોગીન થવા માટે પોતાનો પાસવર્ડ લખો.
9. પાસવર્ડ ફરીથી લખો.
10. તમારી બધી માહિતી ચકાસીને Register બટન પર Click કરો.
Step-3 Login કેવી રીતે કરશો.
ઈ-સમાજકલ્યાણ પોર્ટલ પર Login કરવા માટે તમારું UserID અને Password તથા આપેલ Image (Captcha Code) ની વિગતો ભરીને Login બટન ક્લિક કરો.
Step-4 User Profile માં સુધારા-વધારા કરવા માટે
e-samajkalyan Portal માં પ્રથમ વખત લોગિન થયા બાદ અરજદારની અન્ય વ્યક્તિગત માહિતી અને વિગતો ભરવાની રહેશે. અને “*” કરેલી બધી જ માહિતી ભરવાની રહેશે.
ઉપર આપેલ ફોટોમાં નંબર 1,3,5,6,7 અને 9 નંબરની માહિતી રજીસ્ટ્રેશન વખતે ભરેલી માહિતી મુજબ માહિતી ભરેલી જ બતાવશે. તથા 11 નંબર જો Email ID ની માહિતી રજીસ્ટ્રેશન વખતે લખી હશે તો બતાવશે.
1. અરજદારનું પૂરું નામ (As Per Aadhar Card) લખવું (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો)
2. અરજદારનું પૂરું નામ (ગુજરાતીમાં) લખો.
3. અરજદારનો આધારકાર્ડ નંબર (આધારકાર્ડ નંબર બદલી શકાશે નહિં)
4. અરજદારના પિતા/પતિનું પુરું નામ લખો.
5. અરજદારની જન્મતારીખ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)
6. અરજદારનો મોબાઈલ નંબર લખો.
7. અરજદારની જાતિ પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)
8. અરજદારની પેટાજાતિ પસંદ કરો.
9. અરજદારનું લિંગ(Male/Female) પસંદ કરો. (કોઈપણ યોજનાનું પહેલું ફોર્મ ભર્યા પહેલાં બદલી શકશો.)
10. શારીરિક વિકલાંગતા હોય તો “હા” પસંદ કરો અથવા “ના” પસંદ કરો.
11. Email ID (જો હોય તો) લખો.
12. ફોન નંબર (જો હોય તો) લખો..
13. અરજદારનો ફોટો અપલોડ (Upload) કરો.
14. વિકલાંગતાનો પ્રકાસ પસંદ કરો (જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)
15. વિકલાંગતાની ટકાવારી લખો ((જો વિકલાંગતા હોય તો માહિતી ભરવી.)
16. અરજદારનું હાલનું સરનામું – ની વિગતો ભરવી.
17. અરજદારનું કાયમી સરનામું – ની વિગતો ભરવી.
18. બધી વિગતો ભરીને Update બટન પર ક્લિક કરો.
નોંધ- 1, 3, 5, 7, 9 નંબર સિવાયની માહિતી તમે ગમે ત્યારે View Profile મેનુમાં જઈને બદલી શકશો.
FAQ’s of e Samaj kalyan Portal Registration
1. ઈ સમાજ કલ્યાણ પોર્ટલની અધિકૃત વેબસાઈટ કઈ છે?
જવાબ: ઈ સમાજ કલ્યાણ પોર્ટલની https://esamajkalyan.gujarat.gov.in છે.
2. e Samaj Kalyan Portal પર કોના દ્વારા બહાર પાડેલ છે?
જવાબ: સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાવ દ્વારા આ પોર્ટલ બહાર પાડવામાં આવેલ છે.
3. E Samaj Kalyan Status Check કરવા માટેની અધિકૃત લિંક કઈ છે?
જવાબ: સમાજ કલ્યાણ પોર્ટલ પર https://esamajkalyan.gujarat.gov.in/ViewApplicationStatus.aspx આ લિંક દ્વારા Status ચેક કરી શકાશે.
4. ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર આપની અરજી (લાભાર્થીની) શું સ્થિતિ છે? તે જાણવા માટે શું કરવું?
જવાબ: અરજદાર દ્વારા ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ Your Application Status જવાનું રહેશે, ત્યારબાદ તેની અરજી નંબર અને જન્મતારીખના આધારે તેની અરજી સ્થિતિ અંગે માહિતી મેળવી શકશે.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.