BSNL New 4G 5G Usim: શું તમે પણ BSNL ના નબળા નેટવર્કથી પરેશાન છો? તો ચિંતા ના કરતાં BSNL ટૂંક સમયમાં દેશમાં 4G સેવા શરૂ કરવા જઈ રહી છે.
BSNLનું લક્ષ્ય માર્ચ 2025 સુધીમાં સમગ્ર દેશમાં 4G સેવા શરૂ કરવાનું છે. આ પછી, 2025 ના અંત સુધીમાં 5G સેવા શરૂ કરવાની યોજના છે. BSNL સામાન્ય રીતે અન્ય ટેલિકોમ કંપનીઓની સરખામણીમાં સસ્તો ડેટા અને કોલિંગ પ્લાન ઓફર કરે છે. USIM સાથે, BSNL ગ્રામીણ વિસ્તારોમાં પણ ડિજિટલ સેવાઓ પહોંચાડવામાં મદદ કરી શકે છે.
USIM શું છે?
USIM એટલે કે યુનિવર્સલ સબસ્ક્રાઇબર આઇડેન્ટિટી મોડ્યુલ એ એક સિમ કાર્ડ છે જેમાં નાની ચિપ હોય છે. આ ચિપ તમારા સિમ કાર્ડને તમારા મોબાઈલ નેટવર્ક સાથે જોડે છે અને તમારી બધી માહિતી સ્ટોર કરે છે. USIM સામાન્ય સિમ કાર્ડ કરતાં વધુ સુરક્ષિત છે અને તેને સરળતાથી ઓળખી અને ચકાસી શકાય છે.
BSNL શા માટે USIM લાવી રહ્યું છે?
4G અને 5G બંને માટે એક સિમ: BSNLનું નવું USIM 4G અને 5G બંને નેટવર્ક સાથે કામ કરે છે. મતલબ કે જો તમે BSNLનું 4G સિમ લીધું છે, તો જ્યારે 5G આવશે, તો તમારે નવું સિમ ખરીદવાની જરૂર નહીં પડે. BSNL એ ભારતીય કંપની ટેલિકોમ ડેવલપમેન્ટ ફર્મ Pyro Holdings સાથે મળીને આ USIM બનાવ્યું છે. આનાથી ભારતમાં ટેક્નોલોજીનો વિકાસ થશે અને આપણે વિદેશી કંપનીઓ પર ઓછા નિર્ભર રહીશું. BSNLનું માનવું છે કે આ નવું USIM તેમની સેવામાં સુધારો કરશે અને ગ્રાહકોને સારી કનેક્ટિવિટી મળશે.
ગેસ સિલિન્ડરના માલિકો માટે સારા સમાચાર, સમગ્ર દેશમાં નવો નિયમ લાગુ. ગેસ સિલિન્ડરનો નવો નિયમ.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.