Jio, Airtel અને Viના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા બાદ યુઝર્સ પરેશાન છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક વાર્ષિક યોજનાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રિલાયન્સ jioના 30 દિવસના પ્લાન માટે રૂ. 355નો પ્રીપેડ પ્લાન આપી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને FUP લિમિટ વગર 25GB ડેટા મળે છે. તે કંપનીની સાઇટ પર Jio ફ્રીડમ પ્લાન તરીકે પણ લિસ્ટેડ છે.
ખાનગી ટેલિકોમ કંપનીઓ Jio, Airtel અને Viએ તેમના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યા પછી રિચાર્જ પ્લાનના ભાવમાં ઘણો વધારો થયો છે. જેમાં જીયો, એરટેલ, આઈડિયા-વડાફોનના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો થતા યુઝર્સ BSNL તરફ વળ્યા છે. આટલું જ નહીં, યુઝર્સે સોશિયલ મીડિયા પર BSNLની ઘર વાપસીનો ટ્રેન્ડ પણ શરુ કર્યો હતો. ત્યારે ચાલો જાણીએ 30 દિવસ માટે કઈ કંપની આપી રહી છે બેસ્ટ રિચાર્જ પ્લાન.
એરટેલ આ પ્લાનમાં અનલિમિટેડ કોલ, 25 જીબી ડેટા, 100 ડેઈલી એસએમએસ અને ફ્રી વોઈસ કોલિંગનો લાભ આપવામાં આવી રહ્યો છે. તે જ સમયે, વિંક મ્યુઝિક સબ્સ્ક્રિપ્શન, ફ્રી હેલોટ્યુન્સ, ફાસ્ટેગ પર 100 રૂપિયાનું કેશબેક અને 3 મહિનાનું અપોલો સબસ્ક્રિપ્શન આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનની કિંમત 355 રુપિયા છે.
BSNLની વાત કરીએ તો અમે BSNL રૂ. 199 પ્રીપેડ પ્લાન એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે સૌથી ઓછી કિમંતનો 30 દિવસનો રિચાર્જ પ્લાન છે જેમાં તે દરરોજ 2GB દૈનિક ડેટા એટલે કે 30 દિવસ માટે 25 gb ડેટા આવે છે. વધુમાં, યુઝર્સને પ્લાન સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS મળે છે. જોકે આ સાથે અન્ય કોઈ લાભો નથી. પણ આ 30 દિવસ માટે સૌથી સસ્તો રિચાર્જ પ્લાન છે.
Vi 30 દિવસની વેલિડિટી સાથે, 345 રૂપિયા રિચાર્જ પ્લાન આપી રહી છે જેમાં અનલિમિડેટ કૉલિંગ અને 100 SMS/દિવસ સાથે 25GB કુલ મોબાઇલ ડેટા ઑફર કરે છે. સબ્સ્ક્રાઇબર્સને Vi Movies & TV એપની ઍક્સેસ પણ મળશે, જેના દ્વારા તેઓ અમર્યાદિત મૂવીઝ, ઓરિજિનલ, લાઇવ ટીવી અને સમાચારનો આનંદ માણી શકશે.
આ સાથે BSNLના બીજો પણ પ્લાન છે રૂ. 299 પ્રીપેડ પ્લાનમાં યુઝરને દરરોજ 3GB ડેટા ઓફર કરવામાં આવે છે. તે જ સમયે, આ પ્લાનમાં 30 દિવસની માન્યતા આપવામાં આવે છે, જેમાં અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMSનો લાભ મળે છે. તેમજ તેમાં હેલો ટ્યુન્સની ફ્રી સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત ગ્રાહકોને Eros Now Entertainment, Challenge Arena Games, Listen Podcast Services, Hardy Mobile Game Service, Lokdhun અને Zingની ઍક્સેસ મળે છે.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.