Ambalal Patel Agahi,Gujarat Weather Forecast,Rain Alert: રાજ્યમાં સૌરાષ્ટ્રના ભોગોમાં છેલ્લાં 3 દિવસથી મોટા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હજુ પણ 24 જુલાઈ સુધીમાં રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની આગાહી કરી છે. જેમાં આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. પરંતુ હવે ધીમે-ધીમે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદનું જોર ઘટશે એવી આગાહી કરી છે.
અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ સારો થયો છે એટલે હવે આજે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 24 જુલાઈ સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં વડોદરા, આણંદ, નડિયાદ, ખેડા, કપડવંજ અને જંબુસરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.
પંચમહાલમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત મહેસાણા, સમી અને હારીજના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. બનાસકાંઠામાં કેટલાક ભાગોમાં વરસાદ નથી પણ વાવ, રાધનપુર, શિહોરી, કાંકરેજ અને દિયોદરમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે. પાટડી અને દસાડાના ભાગોમાં પણ ઝાપટાં પડવાની શક્યતા રહેશે પરંતુ આ વરસાદનું વહન છે તે ઘણા ભાગોમાં સારો વરસાદ લઈને આવી રહ્યું છે.
રાજ્યમાં આગામી 24 જુલાઈ સુધીમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે પણ સૌરાષ્ટ્રના ભાગોમાં હવે ધીરે-ધીરે વરસાદનું જોર ઘટશે. સાબરમતી બે કાંઠે વહે એવો વરસાદ આવશે. તો ધરોઈમાં પાણી વધારે પડતું આવે તેવું થઈ શકે છે. પરંતુ આ વર્ષે ચોમાસું નબળું છે. છતાં સાબરમતી નદીમાં પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં સારા વરસાદના પગલે નર્મદા અને તાપી નદીના જળસ્તરમાં વધારો થઈ શકે છે.
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.