Saat Fera Samuh Lagan Yojana: લોકો જો સમુહ લગ્નની પ્રથા અપનાવે તો વ્યકતિગત લગ્ન પ્રસંગે થતો બિનજરુરી ખર્ચ નિવારી શકાય અને આર્થિક રીતે વિકાસ કરી શકે તે માટે સમુહ લગ્નોમાં ભાગ લેનાર યુગલોને યુગલદીઠ રૂ. ૧૨,૦૦૦/- કન્યાના નામે અને આયોજક સંસ્થાને યુગલદીઠ રૂ. ૩૦૦૦/- લેખે વધુમાં વધુ રૂ. ૭૫,૦૦૦ ની મર્યાદામાં પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.
Saat Fera Samuh Lagan Yojana 2024: સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2024: નમસ્કાર મિત્રો, હાલમાં રોજબરોજ વધતી જતી મોંઘવારીના કારણે લગ્ન પ્રસંગ પણ ખૂબ જ ખર્ચાળ બની ગયા છે. લગ્ન જેવા પ્રસંગમાં લોકો એકબીજાની દેખાદેખી કરીને બિનજરૂરી ખર્ચ કરી નાખે છે જેના કારણે અનેક પરિવારો દેવામાં ડૂબી જાય છે. તેથી સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2024 શરૂ કરવામાં આવી છે. જેથી અલગ અલગ લગ્ન પ્રસંગે જે ખર્ચ થાય છે એ અટકી શકે અને તે નાણા પરિવારના વિકાસ માટે વાપરી શકાય. આજના આ લેખની અંદર આપણે આ યોજના સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું તો અંત સુધી વાંચવા વિનંતી.
Saat Fera Samuh Lagan Yojana 2024: સાત ફેરા સમૂહ લગ્ન યોજના 2024
યોજનાનું નામ સાત ફેરા | સાત ફેરા સમૂહ લગ્ન યોજનાયોજનાનું નામ સાત ફેરા સમૂહ લગ્ન યોજના |
વિભાગનું નામ | સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ |
યોજનાનો હેતુ | સમાજમાં સમુહલગ્નોને પ્રોત્સાહન આપવુંં |
લાભાર્થી . | લગ્ન કરનાર કન્યા અને સમુહ લગ્ન નુ આયોજન કરનાર સંસ્થા |
મળવા પાત્ર સહાય | ૧૨,૦૦૦/ તેમજ સંસ્થા ને યુગલ દિઠ ૩,૦૦૦/ વધુમાં વધુ ૭૫૦૦૦/ ની સહાય |
કઈ જ્ઞાતિના લોકો અરજી કરી શકશે ? | સામાજિક રીતે નબળા વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગ |
સત્તાવાર વેબસાઈટ | https://esamajkalyan.gujarat.gov.in/ |
સાત ફેરા સમૂહ લગ્ન યોજના પાત્રતા અને માપદંડ – Saat Fera Samuh Lagan Yojana Eligibility And Criteria
આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- લગ્ન સમયે કન્યાની ઉંમર ૧૮ વર્ષ અને યુવકની વય ૨૧ વર્ષ હોવી જોઇએ.
- લગ્નના બે વર્ષની અંદર જ આ યોજનાની મેળવવા માટે અરજી કરવાની રહેતી હોય છે.
- સાત ફેરા સમૂહલગ્ન માં લગ્ન કરનાર દિકરીને કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય પણ મળશે.
- સમૂહલગ્નમાં લગ્ન કરનાર કન્યાને સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પુરી કરતી હશે તો આ બંન્ને યોજનાઓ નો લાભ મળશે.
- પુન: લગ્નના કિસ્સામાં આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર રહેશે નહી.
- આ યોજનાનો લાભ લેવા માટે ઓછામાં ઓછા ૧૦ નવયુગલનો સમૂહલગ્નનો કાર્યક્રમનું આયોજન સંસ્થાએ કરવાનું રહે છે, તો જ આ યોજનાનો લાભ મળી શકશે.
- આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યની મૂળ વતની અને SC , OBC કે EWS વર્ગની દિકરીઓને મળે છે.
- આ યોજનામાં ૬ લાખ સુધીની વાર્ષિક આવક મર્યાદા ધરાવતા પરિવાર ની દિકરીને લાભ મળવા પાત્ર છે.
- એક કુંટુંબની બે દિકરી ના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર છે.
સાત ફેરા સમૂહ લગ્ન યોજના જરૂરી દસ્તાવેજ – Saat Fera Samuh Lagan Yojana Required Documents
સાત ફેરા સમૂહ લગ્ન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. જેના માટે કેટલાક ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. જે નીચે મુજબ છે.
- કન્યાનું આધાર કાર્ડ
- લગ્ન નોંધણી પ્રમાણપત્ર
- કન્યાના નામનો બેન્ક પાસ બુક/રદ કરેલ ચેક
- કન્યાના માતા/પિતા/વાલીના આવકનો દાખલો
- આયોજક સંસ્થાનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- સંસ્થાની નોંધણીનો પુરાવો (સંસ્થાની સહાય હેતુ)
- સંસ્થાનો કેન્સલ ચેક
સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની અરજી કેવી રીતે કરી શકાય? – How To Online Apply Saat Fera Samuh Lagan Yojana
- Saat Fera Samuh Lagan Yojana ની ઓનલાઈન અરજી કરવાની હોય છે. ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના પગલાં અનુસરો.
પગલું 01: સૌપ્રથમ ગુગલ ઉપર https://esamajkalyan.gujarat.gov.in વેબસાઈટ ની મુલાકાત કરો.
પગલું 02: અગાઉ યુઝર આઈ.ડી. બનાવેલ હોય તો તેનાથી લોગીન કરવું.
પગલું 03: જો યુઝર આઈ.ડી. બનાવેલ ન હોય તો નવેસરથી યુઝર આઈ.ડી. બનાવવુ.
પગલું 04: લોગીન કર્યા બાદ નિયામક વિકસતી જાતિ કલ્યાણ/ DIRECTOR DEVELOPING CASTES WELFARE પર ક્લિક કરો.
પગલું 05: યોજનાઓની યાદી ઓપન થશે જેમાં સાત ફેરા સમૂહ લગ્ન પસંદ કરો.
પગલું 06: ઓફલાઈન ફોર્મ ઓપન કરો, તેમાં માંગેલ પુરાવાનો અભ્યાસ કરી માંગ્યા મુજબની વિગતો તૈયાર કરી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
PMEGP લોન યોજના ધંધા માટે રૂ. 50 લાખ સુધી લોન મેળવો, 35% સરકાર સબસિડી આપશે અહિયાં થી અરજી કરો
Hey, My Name Is Shree. I am from Mahesana Gujarat. I am Computer Science Student. I Have 6 Month Experience In Content Writing.