E-kutir Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજના ગુજરાત સરકાર પછાત જાતિના કારીગરો અને મજૂરોને રૂપિયા 25000 સુધીના મફત સહાય

E-kutir Manav Kalyan Yojana: આ યોજનાનો મુખ્ય હેતુ સમાજના આર્થિક રીતે નબળા વર્ગના લોકો અને યુવાનોને પગભર બનાવવાનો છે. રાજ્ય સરકારનું ‘કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગ’ આ યોજના ચલાવે છે. જે લોકોને પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ પૈસાની તંગી છે, તેમને સરકાર મફત ટૂલકીટ આપે છે.

Smart Hand Tool Kit Yojana 2024: સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના

E-kutir Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજના

યોજનામાનવ કલ્યાણ યોજના 2024
વિભાગઉદ્યોગ અને ખાણ વિભાગ ગુજરાત
લાભકુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટૂલ કીટ આપવામાં આવે છે
સહાયની રકમકુલ 48000 સુધી
અરજીની શરૂઆત03/07/2024
સત્તાવાર વેબસાઇટhttps://e-kutir.gujarat.gov.in

E-kutir Manav Kalyan Yojana સહાય

દરજીકામ, સુથારીકામ, બ્યુટી પાર્લર, ફેરીયા, મોચીકામ સહિત 28 પ્રકારના ધંધા માટે સરકાર મદદ કરે છે. દરેક વ્યવસાય માટે જુદી જુદી ટૂલકીટ મળે છે, જેની કિંમત ₹48,000 સુધીની હોઈ શકે છે.

E-kutir Manav Kalyan Yojana લાભ

  • 16 થી 60 વર્ષની વય ધરાવતા
  • ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેઓ ગરીબી રેખા નીચે જીવે છે. (આવકનો દાખલો જરૂરી નથી)
  • ગ્રામ્ય વિસ્તારના લોકો કે જેમની વાર્ષિક આવક ₹1,20,000 થી ઓછી છે.
  • શહેરી વિસ્તારના લોકો કે જેમની કુટુંબની વાર્ષિક આવક ₹1,50,000 થી ઓછી છે.

Manav Kalayan Yojana લાભાર્થીની પાત્રતા અને માપદંડ

  • અરજદારની 16 થી 60 વર્ષ સુધીની હોવી જોઈએ
  • અરજદાર બીપીએલ કાર્ડ ધરાવતો હોવો જોઈએ
  • ગ્રામ્ય વિસ્તારમાં રહેતા અરજદારની વાર્ષિક આવક કૃપયા 1,20,000 અને શેરી વિસ્તારના રાજધાની વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી ઓછી ના હોવી જોઈએ આવકનો દાખલો મામલતદાર ચીફ ઓફિસર સક્ષમ સતાધિકારી પાસેથી કઢાવેલ હોવો જોઈએ

માનવ કલ્યાણ યોજનાની વિશેષતા

આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ગરીબ લોકોને આર્થિક રીતે મજબૂત બનાવીને તેમને સમાજમાં સન્માનપૂર્વક જીવવાની તક આપે છે.

આ યોજના વિશે વધુ માહિતી માટે તમે ‘ઈ-કુટીર પોર્ટલ’ની મુલાકાત લઈ શકો છો અથવા નજીકની સરકારી કચેરીનો સંપર્ક કરી શકો છો.

માનવ કલ્યાણ યજના માં વ્યવસાય માટે કેટલી સહાય મળે? Manav Kalayan Yojana 2024

સમાજના જુદા જુદા વર્ગો માટે કુલ 28 પ્રકારના વ્યવસાય માટે અરજદારોને માનવ કલ્યાણ યોજના હેઠળ કીટના સ્વરૂપે આપવામાં આવે છે જેની યાદી નીચે મુજબ છે

  • કડિયા કામ કરતા અરજદારને અંદાજિત કિંમત 14,500 ની સહાય મળવા પાત્ર થશે
  • સેન્ટીંગ કામ કરતા અરજદારને અંદાજિત રૂપિયા 7000 ની સહાય મળશે
  • વાહન સર્વિસિંગ અને રીપેરીંગ કામ કરતા અરજદારને 16000 રૂપિયાની સાધન સહાય કીટ માટે સહાય મળશે
  • મોચી કામ કરતા રસદારને 5450 ની સાધન સહાય કીટ માટે સહાય મળશે
  • દરજી કામ કરતા અરજદારને રૂપિયા 21,500 ની સાધન સહાય કીટ માટે સહાય મળશે
  • ભરત કામ કરતા અરજદારને 20,500 સહાય મળશે
  • કુંભારી કામ કરતા ₹25,000 સહાય મળશે
  • વિવિધ પ્રકારની ફેરીને 13800 રૂપિયા સહાય મળશે
  • પ્લમ્બર કામ કરતા ₹12,300 ની સહાય મળશે
  • બ્યુટી પાર્લર ચલાવતા અરજદારને 11,800 ની સહાય મળશે
  • ઈલેક્ટ્રીક કામ કરતા અરજદારને 14000 સહાય મળવાપાત્ર થશે
  • ખેડૂતલક્ષી સુથારી વેલ્ડીંગ કામ કરતા અરજદારને 15,000 સહાય મળવા પાત્ર થશે
  • સુથારી કામ કરતા અરજદારને નવ હજાર ત્રણસો રૂપિયા સહાય મળશે
  • ધોબી કામ કરતા અરજદારને 12,500 સહાય મળશે
  • સાવરણી સુપડા બનાવનાર અરજદાર ને 11000 સહાય મળવાપાત્ર થશે
  • દૂધ દહીં વેચનાર અરજદારને 10,700 સહાય મળવા પાત્ર થશે
  • માછલી વેચનાર અરજદારને₹10,600 ની સહાય મળશે
  • પાપડ બનાવટ કામ કરતા અરજદારને 13000 ની સહાય મળશે
  • અથાણા બનાવટ કરતા અરજદારને ₹12,000 ની સહાય મળશે
  • ગરમ ઠંડા પીણા વેચનાર અરજદારને રૂપિયા 15,000 ની સહાય મળશે
  • પંચર કીટ માટે અરજદારને રૂપિયા 15,000 ની સહાય મળશે
  • ફ્લોર મિલ ચલાવતા અરજદાર ને રૂપિયા 15000ની સહાય મળશે
  • મસાલા મિલ ચલાવતા અરજદારને રૂપિયા 15000ની સહાય મળશે
  • રૂની દિવેટ બનાવવા માટે અરજદારને રૂપિયા 20,000 ની સહાય મળશે
  • મોબાઈલ રીપેરીંગ કરતા અરજદારને 8600 ની સહાય મળશે
  • પેપર કપ તથા પેપર ડીશ ની બનાવટ માટે અરજદારને 48,000 સહાય મળશે
  • હેર કટીંગ કરતા અરજદારને 14000 સહાય મળશે
  • રસોઈ કામ માટે પ્રેશર કુકર ઉજ્વલા ગેસ કનેક્શનના લાભાર્થીને ₹3,000 ની સહાય મળશે.

માનવ કલ્યાણ યોજના ડોક્યુમેન્ટ Manav Kalayan Yojana 2024

  • અરજદાર નું આધારકાર્ડ
  • બીપીએલ રેશનકાર્ડ ની નકલ
  • વાર્ષિક આવકનો દાખલો
  • ઉમર અંગેનો પુરાવો
  • રહેઠાણનો પુરાવો
  • જાતિ નો દાખલો
  • જો કોઈ વ્યવસાયિક તાલીમ લીધી હોય તો તેનું પ્રમાણપત્ર
  • અભ્યાસનું પુરાવો
  • સ્વ ઘોષણાપત્ર
  • પાસપોર્ટ સાઈઝ નો ફોટો

માનવ કલ્યાણ કેવી રીતે અરજી કરવી?

  • સૌથી પહેલા ‘ઈ-કુટીર પોર્ટલ’ (https://e-kutir.gujarat.gov.in) પર જાઓ.
  • જો પહેલી વાર અરજી કરતા હો તો ‘ના’ પર ક્લિક કરીને નોંધણી કરો.
  • નોંધણી કર્યા પછી, તમારા મોબાઈલ પર આવેલા યુઝર આઈડી અને પાસવર્ડથી લોગીન કરો.
  • ‘માનવ કલ્યાણ યોજના’ પર ક્લિક કરો અને માહિતી વાંચીને ‘ઓકે’ કરો.
  • તમારી વિગતો અને ધંધા વિશેની માહિતી ભરો.
  • જરૂરી ડોક્યુમેન્ટ (રેશનકાર્ડ, આધારકાર્ડ, બીપીએલ કાર્ડ, વગેરે) સ્કેન કરીને અપલોડ કરો.
  • અરજી સબમિટ કરો અને અરજી નંબર સાચવીને રાખો.

IKhedut Portal Registration: આઈ ખેડૂત પોર્ટલ

PhonePe Personal Loan 2024: હવે તમને ફોન પે પરથી 0% વ્યાજ દરે લોન મળશે,એક લાખ સુધીની

Leave a Comment