આ 7 સરકારી કાર્ડ દરેક ગુજરાતી પાસે હોવા જોઈએ,જો નથી તો તમને સરકારી લાભ નહિ મળે

Government Id Card List : ગુજરાતના દરેક વ્યક્તિ પાસે આ સાત કાર્ડ તો હોવા જોઈએ જેથી તે સરકારી યોજનાઓનો લાભ મેળવી શકે અને લાભાર્થીઓને લાભ લેવા સહેલાઈ પડે.જો તમારી પાસે આ કાર્ડ નથી તો તમે અમુક લાભ મેળવી શકશો નહિ તમે આ કાર્ડ કઢાવીને લાભ મેળવી શકો છો.તો જાણીએ કે ક્યાં ક્યાં કાર્ડ તમારી પાસે હોવા જરૂરી છે જેથી સરકારી લાભો તમે સહેલાઈ થી મેળવી શકશો. 

e-Shram Card

ઈ-શ્રમ કાર્ડ બનાવવું આજકાલ ખૂબ જ જરૂરી થઈ ગયું છે.જો તમે એક શ્રમિક છો તો તમારી પાસે આ કાર્ડ હોવું જોઈએ

જો તમારી પાસે આ કાર્ડ છે તો તમે ભારત સરકાર દ્વારા મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન મેળવી શકો છો.આ ઉપરાંત કોઈ ઈમરજન્સી પરિસ્થિતિ આવે ત્યારે ભારત સરકાર આ કાર્ડ દ્વારા જ શ્રમિકોની આર્થિક સહાય કરે છે.

તમને ખ્યાલ જ હશે કે 2019-20 ની પરિસ્થિતિ માં સરકારે આ કાર્ડ દ્વારા જ શ્રમિકો ની આર્થિક સહાય કરી હતી.

આ કાર્ડ કઢાવવું સાવ સહેલું છે તમે ઘરે બેઠા ઓનલાઇન જ આ કાર્ડ કઢાવી શકો છો.

ઈ-શ્રમ કાર્ડ બનાવવા માટેઅહીં ક્લિક કરો

Kisan Credit Card

ભારત સરકારે ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે જો આ કાર્ડ ખેડૂતો કઢાવે છે તો તેને સરકાર તરફથી ઘણા બધા લાભો મળવા પાત્ર થશે. જેમ કે,

જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે ખેડૂતને ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગેરંટી વગર અને દસ્તાવેજ વગર સરળતાથી ₹1,60,000 સુધીની લોન મળે છે. આ ઉપરાંત ફસલ વીમા યોજનાનો પણ લાભ મળે છે.

આ ઉપરાંત કોઈ કારણોસર ખેડૂતનું દેહાંત થાય છે કે કોઈ ડિસેબિલિટી થાય છે તો ભારત સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે.

આ કાર્ડ બનાવવું પણ સાવ સરળ છે, તમારે ફક્ત તમારી નજીકની બેંકે જવાનું છે અને આ કાર્ડ માટેનું ફોર્મ ભરવાનું છે તમને થોડા જ દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે અને આ કાર્ડ દ્વારા મળતા લાભ પણ મળતા થઈ જશે.

Ayushman Card

તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોવું ખૂબ જરૂરી છે અને તે આ કાર્ડમાં લાભ તો જાણતા હસો ટુંકમાં અમે તમને જણાવીએ કે આ આયુષ્યમાન કાર્ડ એક હેલ્થ આઇડી કાર્ડ છે.જો તમારી પાસે આ કાર્ડ છે તો તમે માન્ય સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹5,00,000 સુધી મફત માં સારવાર લઈ શકો છો.

વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો

AABHA Card

આભા કાર્ડ માં તમારા સ્વાસ્થ્ય ને લગતી તમામ જાણકારી રહેલી હોય છે એટલે જેની પાસે આ કાર્ડ છે તેને અલગ અલગ હેલ્થ માટેની ફાઈલ લઈને ફરવું પડતું નથી.

આ ઉપરાંત આ કાર્ડની મદદથી સ્વાસ્થ્ય બીમા સરાતાથી મળી જાય છે, ઉપરાંત જ્યારે તમે દાક્તર પાસે હેલ્થ ચેકઅપ માટે જાઓ જો અને જો તમારી પાસે આ કાર્ડ છે તો ડોક્ટર પાસે અમુક સેકંડ માં જ તમારા સ્વાસ્થ્યને લગતી જાણકારી આવી જશે.

આ કાર્ડ પણ તમે ઘરે બેઠા ઓનલાઇન જ એકદમ મફત માં બનાવી શકો છો.

AABHA Card બનાવવા માટેની પ્રોસેસ લીંકઅહીં ક્લિક કરો

ABC ID Card

આ કાર્ડ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે, જ્યારે વિદ્યાર્થી કોઈ કોર્સ જોઈન કરે છે અથવા કોઈ યુનિવર્સિટી માં એડમિશન મેળવે છે તો આ કાર્ડ દ્વારા એક સ્કોર જનરેટ થાય છે જે તમારા ફાઇનલ પરિણામ નો સ્કોર વધારામાં પણ મદદ રૂપ થાય છે.

આ સિવાય પણ આ કાર્ડમાં ઘણા બધા ઉપયોગો છે તો દરેક વિદ્યાર્થીએ આ કાર્ડ જરૂર બનાવી લેવું જોઈએ.

e Sanjeevani OPD Card

આ કાર્ડ તો ભારતનો દરેક નાગરિક બનાવી શકે છે. આ કાર્ડની મદદથી દર્દીઓ એકદમ સરળતાથી વિડિયો દ્વારા જ દાક્તરની જે તે રોગ માટે સલાહ લઈ શકે છે.

આજકાલ લોકો નાની મોટી બાબતમાં સીધા ગૂગલ કે યૂટ્યુબમાં ઈલાજ શોધતા હોય છે અને ક્યારેક ગેર માર્ગે દોરાઈ જાય છે પછી નાની બાબતનું મોટું પરિણામ ભોગવે છે તેના કરતાં આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઇન કઢાવી ઘરે બેઠા જ દાક્તરની સલાહ લઈ શકો છો.

હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment