Video : વેરાવળના દરિયામાં બોટ પલટી,કિનારે એન્જિન બંધ પડ્યું,જુઓ આ વીડિયો

ગુજરાતમાં મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે. જેના પગલે અનેક જગ્યા રેક્યૂક કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદના પગલે વેરેલા વિનાશની અનેક તસવીરો સાબિતી આપી રહ્યાં છે. ગીર સોમનાથના વેરાવળના દરિયામાં બોટ પલટી મારી છે.સદનસીબે ખલાસીઓનો બચાવ થયો છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તો દરિયામાં પણ ભારે કરંટ જાોવા મળી રહ્યો છે. અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાના કારણે વેરાવળના દરિયામાં બોટ પલટી મારી ગઈ હતી. જો કે, કિનારા ઉપર આવતા સમયે બોટનું એન્જિન બંધ પડી ગયું હતું. જેના કારણે કિનારે પહોંચે એ પહેલા અશ્વિની સાગર નામની બોટ પલટી મારી ગઈ હતી. સદનસીબે ખલાસીઓનો બચાવ કરાયો છે. સ્થાનિકોએ દોરડાની મદદથી ખલાસીઓને બહાર કાઢ્યા હતાં.

રાજ્યમાં ચોમાસાએ જોર પકડ્યું છે ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વેરાવળના દરિયામાં ભારે ભરતીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરેવાળમાં દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દરિયામાં ભરતીના કારણે કરંટ આવતા 10 ફૂટથી વધુ ઉંચા મોજા ઉછળ્યા હતા. દરિયાના પાણી કિનારો વટાવી દમણના નમો પથ પર ફરી વળ્યા. દરિયા કિનારા નજીક જવા પર પ્રતિબંધ હોવા છતાં જીવના જોખમે લોકો મોજ મસ્તી કરતા જોવા મળ્યા હતા.

Leave a Comment