SBI TFO Recruitment 2025 : સ્ટેટ બેંકમાં આવી 150 જગ્યાઓ માટે નવી ભરતી

SBI TFO Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા તાજેતરમાં જ 14000+ ક્લાર્ક અને 600 જેટલી PO ની ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી પછી SBI બેંક દ્વારા ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (TFO) ની 150 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં આવી છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને છેલ્લે 23 જાન્યુઆરી 2025 સુધી ફોર્મ ભરી શકશે.

SBI TFO Recruitment 2025

સંસ્થાસ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)
પોસ્ટનું નામટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (TFO)
કુલ જગ્યા150
નોકરી સ્થાનભારતમાં
અરજી શરૂ કરવાની તારીખ3 જાન્યુઆરી 2025
અરજી કરવાની છેલ્લી તારીખ23 જાન્યુઆરી 2025
ફી ભરવાની છેલ્લી તારીખ23 જાન્યુઆરી 2025
અરજી કરવાની રીતઓનલાઇન
પગાર ધોરણ₹64,820 – ₹93,960 (MMGS-II)

જગ્યાઓ

ટ્રેડ ફાઇનાન્સ ઓફિસર (MMGS-II): 150

ઉંમર મર્યાદા

ઓછામાં ઓછી ઉંમર23 વર્ષ
વધુમાં વધુ ઉંમર32 વર્ષ
ઉંમરમાં છૂટછાટસરકારશ્રી ના ધારાધોરણ મુજબ

ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા અંગે વધુ ચોક્કસ માહિતી માટે એક વાર Official Notification વાંચી લેવું.

SBI TFO Recruitment 2025 અરજી ફી

કેટેગરીઅરજી ફી
જનરલ, OBC, EWS₹750
SC, ST, PwBDફી મુક્ત

શૈક્ષણિક લાયકાત

  • માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતક.
  • IIBF અથવા અન્ય માન્ય સંસ્થાઓ તરફથી ફોરેક્સમાં પ્રમાણપત્ર ફરજિયાત છે.
  • વધારાના પ્રમાણપત્રો જેમ કે CDCS, સર્ટિફિકેટ ઇન ટ્રેડ ફાઇનાન્સ અથવા ઇન્ટરનેશનલ બેન્કિંગને પ્રાધાન્ય આપવામાં આવશે.

અનુભવ: સુનિશ્ચિત વ્યાપારી અથવા વિદેશી બેંકમાં સુપરવાઇઝરી અથવા એક્ઝિક્યુટિવ ભૂમિકામાં ટ્રેડ ફાઇનાન્સ પ્રોસેસિંગમાં ઓછામાં ઓછા 2 વર્ષનો અનુભવ.

SBI TFO Recruitment 2025 માં ફોર્મ કઈ રીતે ભરવું ?

SBI TFO Recruitment 2025 માટે અરજી કરવાની પ્રક્રિયા નીચે મુજબ છે:

  1. SBI ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો.
  2. વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરો.
  3. તમારો ફોટો, સહી, શૈક્ષણિક પ્રમાણપત્રો અને અનુભવના પ્રમાણપત્રો અપલોડ કરો.
  4. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેંકિંગ દ્વારા ફી ભરો.
  5. ફી ચૂકવ્યા પછી, અરજી ફોર્મ સબમિટ કરો.
  6. અરજી સફળતા પૂર્વક સબમિટ થયા પછી, ફી રીસીપ અને અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી સાચવો.

ફોર્મ ભરવાની લિંક

Official Notification PDF:Click Here
ફોર્મ ભરવા માટેની લિંક:Click Here
BIODATA FORMAT (NEW):Click Here
UNDERTAKING TO BE UPLOADED (NEW):Click Here

Leave a Comment