Power Driven Chafcutter Sahay Yojana 2024: ખેડૂતોને પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ ઓજારો અને સાધનની મદદ લેવી પડે છે. જેથી સમય અને શક્તિની બચત થાય. આધુનિક ખેત ઓજારો મૂલ્યવાન હોય છે. પરંતુ આવા કિંમતી સાધનોની ખરીદી પર Government of Gujarat દ્વારા સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને ઈલેક્ટ્રીક મોટર ઓપરેટેડ ચાફ કટર અને એંજિન આધારે ચાલતા ચાફકટરની ખરીદી પર સબસીડી આપવામાં આવે છે. ખેડૂતોને Assistance on Power Driven Chafcutter Sahay Yojana 2024 સાધનની ખરીદી પર કેટલી સબસીડી મળે, કેવી રીતે અરજી કરવી તથા કયા-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી મેળવીશું.
Power Driven Chafcutter Sahay Yojana 2024: પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના
યોજનાનું નામ | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય યોજના |
આર્ટિકલની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
યોજનાનો મુખ્ય ઉદ્દેશ | ખેડૂતોને પશુપાલન તથા ખેતીમાં ઘાસચારો કાપવા માટેના ચાફ કટરને સબસીડી પર આપવાનો ઉદ્દેશ |
લાભાર્થી . | ગુજરાતના ખેડૂતોના તમામ |
સહાયની રકમ | ખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવશે. જેમાં ખરીદ કિંમતનાં 75 % અથવા રૂ.18,000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ આપવામાં આવશે. |
અધિકૃત વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી | ikhedut Portal Registration |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | તા- 15/06/2024 થી 15/07/2024 સુધી |
ચાફ કટર સહાય યોજનાનો હેતુ
ખેતી અને પશુપાલન એક-બીજા સાથે જોડાયેલ વ્યવસાયો છે. ખેડૂતો ખેતી સાથે પશુપાલન કરતાં હોય છે. ખેતીમાં જુવાર, બાજરી, મકાઈ કે અન્ય પાકોના ઘાસચારો દુધાળા પશુઓને આપવામાં આવે છે. પરંતુ ઘાસચારો કાપવામાં ઘણો બધો સમય વપરાય છે. છતાં પણ મશીન જેવા ટુકડા થતા નથી. જેથી ખેડૂતોને Assistance on Power Driven Chafcutter Sahay Yojana 2024 ખરીદવું પડે છે. ખેડૂતોને Subsidy On Electric Chaff Cutter Machine આપવામાં આવે છે.
Power Driven Chafcutter Sahay Yojana 2024 નો લાભ મેળવવા માટેની પાત્રતા
ગુજરાત ખેતી વાડી વિભાગ દ્વારા આ યોજના હેઠળ ખેડૂતોને સાધન સહાયનો સબસીડી અને લાભ આપવામાં આવે છે. આ યોજના માટે કેટલીક પાત્રતા નક્કી થયેલી છે. જે નીચે મુજબ છે.
- અરજદાર ગુજરાત રાજયનો હોવો જોઈએ.
- નાના, સીમાંત અથવા મોટા ખેડૂત પ્રકારનો હોવો જોઈએ.
- લાભાર્થી ખેડૂત પાસે પોતાનું જમીન રેકોર્ડ ધરાવતો હોવો જોઈએ.
- જંગલીય વિસ્તારના ખેડૂત લાભાર્થી પાસે ટ્રાઈબલ લેન્ડ વન અધિકાર પ્રમાણપત્ર હોવું જોઈએ.
- ખેડૂતોઓએ ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
Required Document Of Assistance on Power Driven Chafcutter Sahay Yojana | પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ
ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ બનાવેલ છે. જેમાં વિવિધ ખેડૂત યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. ચાફ કટર યોજનાનું ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોક્યુમેન્ટ જોઈશે.
1. લાભાર્થી ખેડૂતની જમીનની નકલ 7-12
2. લાભાર્થી ખેડુતની રેશનકાર્ડની નકલ (Ration Card)
3. ખેડૂત લાભાર્થીના આધારકાર્ડની નકલ
4. અનુસૂચિત જાતિનો હોય તો તેનું પ્રમાણપત્ર
5. અનુસૂચિત જનજાતિનો હોય તો તેનું સર્ટિફિકેટ
6. વિકલાંગ લાભાર્થી માટે વિકલાંગતા હોવા અંગેનું સર્ટિફિકેટ (જો હોય તો)
7. ખેડૂતની જમીન જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં અન્ય હિસ્સેદારના સંમતિપત્રક
8. જો આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતો
9. ખેડૂત સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો
10. જો દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો
11. બેંક ખાતાની પાસબુક
12. મોબાઈલ નંબર
How to Online Apply Power Driven Chafcutter Sahay Yojana | ચાફકટર યોજના હેઠળ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
ખેડૂત લાભાર્થીઓએ આ Khedut Yojana નું ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂતોઓએ ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Ikhedut Online Arji કરી શકે છે. વિશેષમાં ખેડૂતો કોઈપણ કોમ્પ્યુટરની કામગીરી કરતા હોય તેમની પાસે Online Application કરાવી શકે છે. ખેડૂતો જાતે પણ ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો ઈ-ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે અરજી કરવી તેની વિગતવાર માહિતી મેળવીશું.
- સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedutl Portal’ ટાઈપ કરવાનું રહેશે.
- ગુગલ સર્ચ રિઝલ્ટમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
- ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
- જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-2 પર આવેલી “પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો” ખોલવીની રહેશે.
- જેમાં “પશુપાલન ની યોજનાઓ” ખોલ્યા બાદ વર્ષ-2024-25 ની કુલ 28 યોજનાઓ બતાવશે.
- જેમાં ક્રમ નંબર-05 પર “પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય” માં પર ક્લિક કરવાની રહેશે.
- જેમાં પાવર ડ્રીવન ચાફકટર સહાય યોજનાની તમામ માહિતી વાંચ્યા બાદ “અરજી કરો” તેના પર Click કરીને Website ખોલવાની રહેશે.
- હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
- અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
- જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
- ખેડૂત Online Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
- લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
- ઓનલાઈન એપ્લિકેશન કન્ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
- છેલ્લે, ખેડૂત અરજી નંબરના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Smart Hand Tool Kit Yojana 2024: સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ યોજના
Ikhedut Portal Yojana List: આઈ ખેડૂત પોર્ટલ યોજના લિસ્ટ
FAQ’s- વારંવાર પૂછાતા પ્રશ્નો
1. ચાફ કટર સહાય યોજનામાં કેટલો લાભ મળે છે?
જવાબ: ખેડૂતોને પાવર ડ્રીવન ચાફકટર ખરીદી પર સહાય આપવામાં આવશે. જેમાં ખરીદ કિંમતનાં 75 % અથવા રૂ.18,000/- બે માંથી જે ઓછુ હોય તે લાભ આપવામાં આવશે.
2. Power Driven Chafcutter Sahay Yojana નો લાભ કયા વિભાગ દ્વારા આપવામાં આવે છે?
જવાબ: ખેડૂતોને ChaffCutter Yojan નો લાભ ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા લાભ આપવામાં આવે છે.
3. ચાફકટર સબસીડી યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે એપ્લિકેશન કરવાની હોય છે?
જવાબ: ખેડૂતોને આ યોજનાનો લાભ મેળવવા માટે Ikhedut પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે.
4. ચાફકટર સહાય યોજનાનો લાભ કોણે-કોણે આપવામાં આવે છે?
ગુજરાત રાજ્યના નાના, સીમાંત, મહિલા, અનામત જ્ઞાતિના, સામન્ય અને મોટા ખેડૂતોને ચાફ કટર સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.