OPPO F27 5G : OPPO F27 5G સ્માર્ટફોનની ભારતમાં એન્ટ્રી,5000mAh બેટરી અને 50MP કેમેરો,જાણો ફિચર્સ અને કિંમત

OPPO F27 5G : Oppo એ ભારતમાં પોતાનો તાજેતરમાં F સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo F27 5G ની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ.

OPPO F27 5G Launched : ઓપ્પોએ ભારતમાં પોતાનો લેટેસ્ટ એફ-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. નવો ઓપ્પો એફ 27 5જી સ્માર્ટફોન હેલો લાઇટ સાથે ફ્લેગશિપ કોસમોસ રિંગ ડિઝાઇન સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ઓપ્પોના નવા સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાઇમેંસિટી 6300 પ્રોસેસર, 50MP રિયર અને 32MP ફ્રન્ટ કેમેરા જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. ઓપ્પો એફ 27 5જીની કિંમત અને ફિચર્સ વિશે વિગતવાર જાણીએ.

OPPO F27 5G Features, Specifications

OPPO F27 5G સ્માર્ટફોનમાં 6.67 ઇંચની AMOLED full HD+ (2400×1080 pixel) રિઝોલ્યુશન સ્ક્રીન આપવામાં આવી છે. Display 120 Refresh rate અને 240 Touch Sampling rate છે.સ્ક્રીન-ટુ-બોડી રેશિયો 92.2 ટકા છે અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. સ્ક્રીન 2100 નિટ્સ પીક બ્રાઇટનેસ ઓફર કરે છે.

Oppo F27 5G માં MEDIATE ડાઇમેંસિટી 6300 પ્રોસેસર અને માલી જી 57 એમપી 2 જીપીયુ આપવામાં આવ્યું છે. ફોનમાં 8 જીબી રેમ આપવામાં આવી છે. પરંતુ તેમાં 8જીબી એક્સટેન્ડેડ રેમ ફીચર પણ છે. આ ડિવાઇસને 128 જીબી અને 256 જીબી ઇનબિલ્ટ સ્ટોરેજ સાથે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. સ્ટોરેજને માઇક્રોએસડી કાર્ડ દ્વારા 2 ટીબી સુધી એક્સપેંડ કરી શકાય છે.

ઓપ્પોનો આ ફોન Android 14 આધારિત Colour Os 14 સાથે આવે છે. ફોનમાં સુરક્ષા માટે  Display Fingerprint સ્કેનર અને ફેસ અનલોક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. હેન્ડસેટમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ પણ છે. ડિવાઇસને આઇપી 64 ડસ્ટ અને વોટર રેઝિસ્ટન્ટ રેટિંગ મળે છે.

5000mAhની મોટી બેટરી 

Oppo f27 5G માં 50 મેગાપિક્સલનું ઓમ્નીવિઝન ઓવી50ડી પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનું ઓમ્નિવિઝન OV02B1B પોટ્રેટ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં એપર્ચર એફ/2.4 સાથે 32 મેગાપિક્સલનું સોની IMX615 સેલ્ફી સેન્સર આપવામાં આવ્યું છે. હેન્ડસેટને પાવર આપવા માટે 5000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 45W SuperVOOC ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં 44 મિનિટમાં 0થી 100 ટકા ચાર્જ થવાનો દાવો કરવામાં આવ્યો છે.

OPPO F27 5G સ્માર્ટફોનની કિંમત

OPPO F27 5G સ્માર્ટફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 22,999 રૂપિયા છે.જ્યારે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ વેરિઅન્ટ 24,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. ફોનને એમેરલ્ડ ગ્રીન અને અંબર ઓરેન્જ કલરમાં લઈ શકાય છે.

મહત્વપૂર્ણ લીંક

OPPO F27 5G વધુ માહિતી માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment