Namo Saraswati Yojana: ધોરણ 11 અને 12 મા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મળશે ₹25,000 ની સહાય

Button with Link

Namo Saraswati Yojana: આ યોજના દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને રૂપિયા 25,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે. ધોરણ 11 માં પ્રવેશ કરતા જ રૂપિયા 10,000 સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 12 માં પ્રવેશતા 10,000 રૂપિયા મળે છે. ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપ્યા બાદ બાકીના ₹5,000 ની ચુકવણી કરવામાં આવે છે.

Namo Saraswati Yojana 2024: ગુજરાત સરકારે ધોરણ 11 અને 12માં વિજ્ઞાન વિષયનો અભ્યાસ કરતી મહિલા વિદ્યાર્થીઓ માટે INR 25,000 ની શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2024-25 ના બજેટમાં, ગુજરાતના નાણામંત્રી, કનુભાઈ દેસાઈએ આ યોજનાની શરૂઆતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આર્થિક રીતે અશક્ત અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ તરફ પ્રેરિત કરવામાં સહાય.

Namo Saraswati Yojana: નમો સરસ્વતી યોજના

યોજનાનું નામનમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024રૂ 10 હજારની સહાય
વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ-12રૂ 15 હજારની સહાય
કુલ સહાય રકમ .રૂ. ૨૫,૦૦૦/- સહાય
કયા વિદ્યાર્થીઓને લાભ મળશે?વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને
ઓફિશિયલ વેબસાઈટhttps://cmogujarat.gov.in/

જે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ની બોર્ડ પરીક્ષામાં પ૦% કે તેથી વધુ ગુણ મેળવી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE)ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા નીચે મુજબની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આ સહાય મળવાપાત્ર રહેશે.

ગુજરાત રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦ પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક રૂ. ૬ લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 મળવાપાત્ર સહાય રકમ

Namo Saraswati Vigyan Sadhana Yojana 2024 આ યોજના હેઠળ ધોરણ ૧૧ અને ૧૨ના મળી કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય ચૂકવવામાં આવશે.

  • ધોરણ ૧૧ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- અને ધોરણ ૧૨ માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક રૂ. ૧૫,૦૦૦/- મળવાપાત્ર રહેશે.
  • ધોરણ ૧૧ અને ૧૨ના શૈક્ષણિક વર્ષો દરમ્યાન ૧૦ માસ માટે માસિક રૂ. ૧૦૦૦/- મુજબ વાર્ષિક રૂ. ૧૦,૦૦૦/- પ્રમાણે બંને વર્ષના મળી કુલ રૂ. ૨૦,૦૦૦/-ચૂકવવામાં આવશે. જ્યારે બાકીના રૂ. ૫,૦૦૦/- ધોરણ ૧૨ની બોર્ડ પરીક્ષા પાસ કર્યેથી મળવાપાત્ર રહેશે.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાનો લાભ કોને મળવા પાત્ર છે ?

રૂપિયા 25 હજારની સહાય મેળવવા માટે તમે યોગ્ય પાત્રતા ધરાવતા હોવા જોઈએ, જે નીચે મુજબ છે.

  • સૌપ્રથમ વિદ્યાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ.
  • વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ માટે જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે.
  • વિદ્યાર્થી સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • ધોરણ-10 માં 50% કે તેથી વધારે ગુણ હોવા જોઈએ.
  • લાભાર્થી વિદ્યાર્થીના કુટુંબની આવક 6, 00,000 કે તેથી વધારે ન હોવી જોઈએ.

નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માટે જરૂરી દસ્તાવેજ

જો તમે આ યોજનાના લાભ માટે યોગ્ય પાત્રતા ધરાવવો છો તો નીચે મુજબના ડોક્યુમેન્ટસ હોવા જરૂરી છે.

  1. મોબાઈલ નંબર
  2. વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  3. વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ
  4. ધોરણ-10 ની માર્કશીટ
  5. બેંક ખાતા ની પાસબુક
  6. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  7. આવકનો દાખલો

Namo Saraswati Yojana માટે અરજી પ્રક્રિયા :

આ યોજનામાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • સૌપ્રથમ તમારે તમારી શાળાને આચાર્યશ્રીને આ યોજનામાં ફોર્મ ભરવા માટે જણાવવાનું રહેશે.
  • આચાર્ય શ્રી દ્વારા મંગાવેલા તમામ ડોક્યુમેન્ટસ શાળાએ જમા કરાવવાના રહેશે.
  • ત્યારબાદ તમારી શાળા દ્વારા જ આ યોજના માટે તમારું ફોર્મ ભરી દેવામાં આવશે.

Saat Fera Samuh Lagan Yojana : સાત ફેરા સમૂહ લગ્ન યોજના

Net House Subsidy Yojana : નેટ હાઉસ સબસિડી યોજના, ખેડૂતોને નેટ હાઉસ બનાવવા માટે મળશે 75% સબસિડીની સહાય

Flour Mill Sahay Yojana: ઘરઘંટી સહાય યોજના હેઠળ રૂપિયા 15000/- ની સહાય મળશે.

Namo Saraswati Yojana FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માં કેટલી સહાય મળશે ?
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માં કુલ રૂ. ૨૫,૦૦૦/- સહાય મળશે

નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 માં કયા ધોરણ વાળા ને સહાય મળશે ?
નમો સરસ્વતી વિજ્ઞાનસાધના યોજના 2024 હેઠળ ફક્ત ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સહાય મળશે.

Leave a Comment