LRD-PSI Recruitment: પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી પ્રક્રિયા માટે પરીક્ષાથી લઈને આખરી પરીણામ જાહેર કરવા સુધીનું અંદાજિત સમયપત્રક સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. આ માટે ફોર્મ ભરવાની મુદત 30 એપ્રિલ સુધીની હતી. જોકે ધો.12 અને ગ્રેજ્યુએટના બાકી રહેલા ઉમેદવારોને ફોર્મ ભરવા માટે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી તક અપાઈ છે.
પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ભરતી પ્રક્રિયા માટે પરીક્ષાથી લઈને આખરી પરીણામ જાહેર કરવા સુધીનું અંદાજિત સમયપત્રક સામે આવ્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલ અને સબ ઈન્સ્પેક્ટર સહિત કુલ 12472 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.
સબ ઈન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા કયા મહિનામાં?
ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અંદાજીત સમયપત્રક મુજબ, ભરતીની શારીરિક કસોટી નવેમ્બર-ડિસેમ્બર 2024માં યોજાશે જ્યારે તેનું પરિણામ જાન્યુઆરી 2025માં આવશે. બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા જાન્યુઆરી/ફેબ્રુઆરી 2025માં લેવાશે. જ્યારે તેનું પરિણામ માર્ચ 2025માં આવશે. સમગ્ર ભરતીનું આખરી પરિણામ સપ્ટેમ્બર 2025માં જાહેર થઈ શકે છે.
લોકરક્ષક માટેની પરીક્ષા ક્યારે યોજાશે?
આવી જ રીતે લોકરક્ષક કેડરની ભરતી માટેની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી 2025માં યોજાઈ શકે છે. જ્યારે તેનું પરિણામ એપ્રિલ 2025માં અને દસ્તાવેજની ચકાસણી એપ્રિલ 2025માં જ યોજાઈ શકે છે. આ અંગેનું આખરી પરીણામ મે 2025 સુધીમાં આવી શકે છે.
હકીકતમાં તાજેતરમાં જ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા પોલીસ ભરતી માટે શારીરિક કસોટીનું આયોજન નવેમ્બર-ડિસેમ્બરમાં કરાઈ શકે છે તેવું ટ્વીટ કરાયું હતું. જે બાદ આ ટાઈમટેબલ ફરી સામે આવ્યું હતું, જેમાં પણ શારીરિક પરીક્ષા સંભવિત રીતે નવેમ્બર-ડિસેમ્બરનું લેવાનું આયોજન છે, તેના પરથી અંદાજ લગાવાઈ રહ્યો છે કે લેખિત પરીક્ષા તથા તેના પરિણામો પણ આ મુજબ આગળના સમયમાં જાહેર થઈ શકે છે. જોકે ભરતી બોર્ડ દ્વારા કોઈ કારણોસર તેમાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે.
નવા નિયમ સાથે યોજાશે પરીક્ષા
આ વખતે પોલીસ ભરતી નવા નિયમો સાથે થશે. જે પ્રમાણે શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને ધ્યાનમાં લેવામાં આવશે નહીં, તે સિવાય શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યારબાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે.
શારીરિક કસોટી બાદ અગાઉ ઉમેદવારોને બે કલાકની 100 ગુણની MCQ TEST આપવાની રહેતી હતી. પરંતુ હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયોને હવે રદ્દ કરવામાં આવ્યા છે.
ક્યા પદ પર કેટલી ભરતી થશે?
ગુજરાત પોલીસ ભરતી વિભાગમાં 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.
શરીરના પૂરા 206 હાડકાંમાં 100 ગણું કેલ્શિયમ ભરી દેસે આ 6 વસ્તુ
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.