Khetiwadi yojana gujarat 2024 List: ખેતીવાડી ની યોજનાઓ

Khetiwadi yojana gujarat 2024 List: ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વર્ગો માટે વિવિધ યોજનાઓ ચાલુ કરવામાં આવી છે. આ તમામ યોજનાઓ ની ઓનલાઈન અરજી માટે ગુજરાત સરકાર દ્વારા એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવેલું છે. જેનું નામ આઇ ખેડૂત પોર્ટલ ikhedut Portal છે. જેમાં ખેતીવાડીની તમામ યોજનાઓ વિશેની માહિતી દર્શાવેલી છે. તેમજ આ પોર્ટલ વડે વિવિધ ખેતીવાડીની યોજનાઓ માટે ઓનલાઈન અરજી પણ કરી શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતની આવકમાં વધારો કરવા માટે ઘણી બધી સામાજિક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરેલી છે. આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી યોજનાઓ લાગુ કરવામાં આવી છે. જેવી કે ખેતીવાડીની યોજનાઓ પશુપાલનની વિવિધ યોજનાઓ તેમજ બાગાયતી ખેતી માટેની યોજના ચલાવવામાં આવી રહી છે.

Khetiwadi yojana gujarat 2024 List: ખેતીવાડી ની યોજનાઓ

લેખનો ઉદ્દેશ્યખેતીવાડી ની યોજનાઓ વિશે ગુજરાતના ખેડૂતને માહિતગાર કરવા
યોજનાનો વિભાગ  ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ ગુજરાત સરકાર
ખેતીવાડી ની કુલ યોજનાઓ38
યોજનાની અરજી કરવાનું માધ્યમઓનલાઇન
યોજનાની ઓફિસિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/

ખેતીવાડી ની યોજનાઓ: Khetiwadi yojana

ક્રમાંકઘટકનું નામ અથવા ( ખેતીવાડી યોજનાઓ દ્વારા જે તે ઘટક પર મળતી સહાય)
1પાવર ટીલર
2પાણીના ટાંકા બનાવવા માટે ની યોજના
3વાવણીયો (પશુ સંચાલિત)
4પેડી ટ્રાન્સ પ્લાન્ટર
5પ્લાઉ
6ટ્રેકટર ખરીદી યોજના
7ચાફ કટર (ટ્રેકટર સંચાલિત/પાવર ટીલર સંચાલિત)
8ચાફ કટર (મશીન/ઇલેક્ટ્રીક મોટર સંચાલિત)
9કમ્બાઇન્ડ હાર્વેસ્ટર
10રીઝર/ફરો ઓપનર/બંડફોર્મર
11પાકના સંગ્રહ ગોડાઉન બનાવવા માટે યોજના
12પાવર થ્રેસર
13ફાર્મ મશીનરી બેંક (૧૦ લાખ થી 25 લાખ સુધી)
14આંતરખેડનું સાધન
15રોટરી પાવર ટીલર /પાવર વીડર
16પોટેટો ડીગર
17ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર
18ખેતીવાડીના માલ માટે વાહક વાહન
19રોટાવેટર
20પોટેટો પ્લાન્ટર
21પોસ્ટ હોલ ડીગર
22પ્લાન્ટર
23બાઈન્ડર/રીપર
24ગ્રાઉન્ડનટ ડીગર
25કલ્ટીવેટર
26ખેતીવાડી ના અન્ય સાધનો માટે
27બ્રસ કટર
28સબસોઈલર
29શ્રેડર/ મોબાઇલ શ્રેડર
30બેલર ( ટ્રેક્ટર ઓપરેટેડ ગાંસડી બાંધવાનું મશીન)
30માનવ સંચાલીત કાપણીનું સાધન
32હાઈ-ટેક, હાઈ પ્રોડકટીવ સાધનો માટે
33ઓટોમેટીક ડ્રીલ
34વિનોવીંગ ફેન
35લેસર લેન્ડ લેવલર
36લેન્ડ લેવલ માટેનું સાધન
37મોબાઈલની ખરીદી
38હેરો

ખેતીવાડી ની યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા

કૃષિ સહાય યોજના 2023 હેઠળ આ યોજનાનો લાભ આપવા માટે લાભાર્થીઓની પાત્રતા નક્કી કરેલી છે. ખેતીવાડી ની યોજનાઓનો લાભ લેવા માટે નીચેની મુજબની પાત્રતા નક્કિ થયેલી છે.

  • ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જોઈએ.
  • નાના, સિમાંત, મહિલા, અનુસુચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,સામાન્ય અને અન્ય ખેડૂત લાભાર્થીઓને આ યોજનાઓને લાભ મળશે.
  • લાભાર્થી ખેડૂત જમીન ધરાવતો હોવો જોઈએ.
  • ખેડૂત લાભાર્થીએ આ યોજનાનો લાભ લેવા આઈ ખેડૂત પોર્ટૅલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Khetiwadi yojana માટેના જરૂરી દસ્તાવેજો/ ડોક્યુમેન્ટસ

ગુજરાત રાજ્ય ના જે ખેડૂત મિત્ર કૃષિ વિભાગની યોજના નો લાભ લેવા ઈચ્છતા હોય તેવા ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા iKhedut Portal આઇ ખેડુત પોર્ટલ વેબસાઈટ બનાવવામાં આવી છે, જેની મદદથી જે ખેડૂત મિત્ર જે તે યોજના માટે અરજી કરવા માંગતા હોય તે આઇ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવા માટે ખેડૂત મિત્ર પાસે નીચે મુજબના દસ્તાવેજો અથવા પુરાવા હોવા જરૂરી છે.

  • જમીનની 7-12 ની નકલ
  • ખેડૂત મિત્ર જે તે આરક્ષણના વર્ગમાં આવતો હોય જેમ કે SC, ST તેનું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ ની કોપી
  • રેશનકાર્ડ ની કોપી
  • જો ખેડૂત મિત્ર વિકલાંગ હોય તો વિકલાંગતા નું પ્રમાણપત્ર
  • સહકારી મંડળીના સભ્ય હોય તો તેની માહિતી
  • સક્રિય મોબાઈલ નંબર
  • બેંક ખાતાની પાસબુક

કેવી રીતે ઓનલાઇન અરજી કરવી? । How to Online Apply for Khetiwadi Yojana Gujarat

ખેડૂતો માટે યોજના લાભ લેવા માટે i Khedut Portal પર ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ સબસીડી યોજનાનો લાભ લેવા માટે kedut portal પરથી ઓનલાઈન એપ્લિકેશન કરવાની રહેશે. ખેડૂતો પોતાની ગ્રામ પંચાયતમાંથી VCE પાસેથી Online Application કરી શકે છે. ખેડૂતો જાતે ઘરે બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે. તો ચાલો તેની વિગતવાર માહિતી મેળવીશું.

  • ખેડૂત ભાઈએ સૌપ્રથમ ‘Google Search” માં ‘ikhedut Portal’ ટાઈપ કરવાનું રહેશે.
  • Google Search પરિણામમાંથી અધિકૃત https://ikhedut.gujarat.gov.in/ વેબસાઈટ ખોલવી.
  • ખેડૂત યોજના વેબસાઈટ ખોલ્યા પછી “યોજના” પર ક્લિક કરવું.
  • જેમાં યોજના પર Click કર્યા પછી ક્રમ-1 પર આવેલી “ખેતીવાડીની યોજના” ખોલવીની રહેશે.
  • જેમાં “ખેતીવાડી માટેની યોજના” ખોલ્યા બાદ વર્ષ-2023-24 ની કુલ 39 યોજનાઓ બતાવશે.
  • જેમાં તમારે જરૂરિયાત મુજબની યોજનાની સામે ક્લિક કરવાનું રહેશે.
  • હવે તમે રજીસ્ટર અરજદાર ખેડૂત છો? જેમાં જો અગાઉ Registration કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરી આગળ પ્રોસેસ કરવાની રહેશે.
  • અરજદાર દ્વારા રજીસ્ટ્રેશન કરેલું હોય તો આધારકાર્ડ અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image સબમીટ કરવાની રહેશે.
  • જો લાભાર્થીએ Ikhedut Portal પર રજીસ્ટ્રેશન કરેલું નથી તો ‘ના’ સિલેકટ કરીને Online Form ભરવું.
  • ખેડૂત Online Application Form માં સંપૂર્ણ ચોક્કસાઈપૂર્વક માહિતી ભર્યા બાદ Application Save કરવાની રહેશે.
  • લાભાર્થી ખેડૂતોએ ફરીથી વિગતો Check કરીને Application Confirm કરવાની રહેશે.
  • ઓનલાઈન એપ્લિકેશન એક વાર કન્‍ફર્મ થયા બાદ કોઈપણ પ્રકારનો સુધારો થશે નહીં.
  • છેલ્લે,ખેડૂત અરજી નંબરના આધારે પ્રિ‍ન્‍ટ મેળવી શકશે.

IKhedut Portal Arji Status

Bagayati Yojana Gujarat

આઇ ખેડૂત પોર્ટલ યોજના ની મહત્વની વેબસાઈટ લીંક (Important Links)

1અધિકૃત વેબસાઈટ
2અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે
3અરજી કરવા માટે

FAQ- Khetiwadi yojana

1. ખેડૂતો માટેની સહાય યોજનાઓનો લાભ આપવા માટે ક્યું પોર્ટલ બનાવવામાં આવેલ છે?
જવાબ: ગુજરાતના ખેડૂતોના વિકાસ માટે i-Khedut Portal બનાવવામાં આવેલ છે.

2. Khetiwadi Yojana List 2024 દ્વારા કેટલી યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે?
જવાબ: તાજેતરમાં બાગાયતી વિભાગ દ્વારા કુલ 38 યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે.

3. ખેતીવાડી ની યોજનાઓનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવાની હોય છે?
જવાબ: ખેડૂતોને વિવિધ બાગાયતી યોજનાઓનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.

Leave a Comment