IKhedut Portal Arji Status: ઓનલાઇન અરજીનું સ્ટેટસ કેવી રીતે તપાસવું?

Ikhedut Portal Arji Status: હેલ્લો ખેડૂત મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અમલમાં મુકાયેલ Ikhedut Portal એ સરકારી યોજનાઓ અને સેવાઓ મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. એકવાર તમે આ પોર્ટલ દ્વારા કોઈપણ યોજના માટે અરજી કરી લો, પછી તમે તમારી અરજીની પ્રગતિ ઓનલાઇન સરળતાથી જાણી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે તમે Ikhedut Portal 2024 ની અરજીની સ્થિતિ ચકાસી શકો છો.

IKhedut Portal Arji Status

આઈ ખેડૂત પોર્ટલ પર ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે. જેમાં લાભાર્થી ખેડૂતો દ્વારા Online Application કર્યા બાદ અરજીનું સ્ટેટસ જાતે જોઈ શકે છે. જેની માહિતી નીચે મુજબ છે.

IKhedut Portal

આર્ટિકલનું નામઆઈ ખેડૂત પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી
વિભાગનું નામકૃષિ, સહકાર અને ખેડૂત ક્લ્યાણ વિભાગ
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
પોર્ટલનો ઉદ્દેશ  ખેડૂતને ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા માટે સરળતા રહે, તે માટે આ પોર્ટલ બનાવવા આવેલ છે.
લાભાર્થીની પાત્રતાગુજરાતના પાત્રતા ધરાવતા ખેડૂત લાભાર્થીઓ
અધિકૃત વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજી કરવાનું માધ્યમઓનલાઈન

Ikhedut Portal નો હેતુ

રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકારશ્રી સતત પ્રયત્નશીલ રહે છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ કલ્યાણકારી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. આ તમામ ખેડૂત યોજનાઓના Online Form એક જ પ્લેટફોર્મ પરથી ખેડૂતો ભરી શકે, તે હેતુથી આઈ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવેલ છે. ઈ ખેડૂત પોર્ટલથી ખેડૂતો યોજનાઓનો લાભ લેવામાં ખૂબ જ સરળતા રહે છે.

અરજીની સ્થિતિ વિશે માહિતી:

અરજીની પ્રક્રિયા દરમિયાન તમને વિવિધ પ્રકારની સ્થિતિઓ જોવા મળી શકે છે. કેટલીક સામાન્ય સ્થિતિઓ નીચે મુજબ છે:

  • વિચારણા હેઠળ (Pending): તમારી અરજી હજુ સમીક્ષા હેઠળ છે અને તેની પ્રક્રિયા ચાલી રહી છે.
  • મંજૂર (Approved): તમારી અરજી સ્વીકારવામાં આવી છે અને તમે યોજનાના લાભ મેળવવા માટે પાત્ર છો.
  • નકારી કાઢેલ (Rejected): તમારી અરજી મંજૂર થઈ નથી. નકારવાનું કારણ પણ જણાવવામાં આવી શકે છે.
  • પ્રક્રિયા હેઠળ (Under Process): તમારી અરજી કોઈ ચોક્કસ તબક્કે (દા.ત., દસ્તાવેજ ચકાસણી, સ્થળ નિરીક્ષણ) પ્રક્રિયા હેઠળ છે.
  • ચુકવણી કરવામાં આવી (Payment Released): યોજનાના લાભો તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવ્યા છે (જો લાગુ પડતું હોય તો).

સમસ્યા નિવારણ:

  • જો તમને “Application Status” વિકલ્પ ન મળે: તો “Track Application” અથવા “Applicant Facility” જેવા વિકલ્પો શોધો.
  • જો તમને કોઈ ભૂલ જણાય: તો તમે સાચો મોબાઈલ નંબર અને અરજી નંબર દાખલ કર્યો છે કે નહિ તે ચકાસો. પૃષ્ઠને રિફ્રેશ કરવાનો અથવા બ્રાઉઝર કેશ સાફ કરવાનો પ્રયાસ કરો.
  • વધુ સહાયની જરૂર હોય તો: Ikhedut Portal ના હેલ્પલાઇન નંબર 1800-180-1551 પર સંપર્ક કરો.

ઓનલાઈન અરજી ikhedut portal પાત્રતા

  1. આઈ ખેડૂત પોર્ટલનો લાભ લેવા માટે ખેડૂતો ગુજરાત ના રહેવાસી હોય.
  2. અરજી ફોર્મ ખેડૂતે જાતે ભરવાનું રહેશે.
  3. અરજદારોનું પોતાનું બેંક ખાતું હોવું જોઈએ.

ગુજરાત ઓનલાઈન અરજી ikhedut Portal ડોક્યુમેન્ટ

  • બેંક ખાતાની વિગતો
  • અરજી પ્રમાણપત્ર
  • રેશન કાર્ડ
  • મોબાઇલ નંબર
  • આધાર કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર

ગુજરાત આઈ ખેડૂત પોર્ટલ યોજના હેઠળ ઓનલાઈન અરજી કરો

  • સૌપ્રથમ તમારે સરકારી વેબસાઈટ આઈ ખેડૂત પોર્ટલ ગુજરાત પર જવું પડશે
  • આઇ ખેડૂત પોર્ટલ પર તમને અલગ અલગ પેજ જોવા મળશે તેની અંદર યોજના લખેલા છે તેના પર ક્લિક કરવાનું
  • ખુલ્યા પછી એક પેજ ઉપર આવશે એટલે તમને અલગ અલગ ચાર યોજનાઓ જોવા મળશે
  • ખેતીવાડીની યોજનાઓ
  • પશુપાલન યોજનાઓ
  • બાગાયતી યોજના
  • મચ્છપાલ અને યોજનાઓ તમારે જે યોજનામાં લાભ લેવો તેના પર ક્લિક કરવાનું.
  • લિસ્ટમાં આવ્યા પછી તમને ખેતીવાડીની યોજનાઓ જોવા મળશે.
  • તેની અંદર 33 એવી યોજનાઓ છે તેના પર તમારે જે યોજનામાં લાભ મેળવવો હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.

ikhedut Portal

Ikhedut Portal Yojana List

IKhedut Portal Registration

Leave a Comment