Ikhedut New Yojana 2024: આંબા તથા જામફળ ના ફળ પાક નું ઉત્પાદન વધારવાના માટેની યોજના

IKhedut New Yojana 2024: મિત્રો હાલમાં આપણે આપણી વેબસાઈટ ઉપર બાગાયતને લગતી યોજનાઓ જે ખેડૂતોને લાભ આપવામાં આવે છે તે વિશેની ચર્ચાઓ કરેલી છે અને જાણકારી આપેલી છે. તો તેવી જ બગાયત યોજનામાં જે પહેલાથી આપણે કીધેલ છે એ પ્રમાણે કે સરકાર દ્વારા બગાયતી પાકો માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે અને આ પ્રકારના પાકોમાં વધારો થાય અને ખેડૂતો અવારનવાર આ પ્રકારના પાકો નું વાવેતર કરી અને ખેડૂતો તેમની આવકની મર્યાદામાં વધારો કરી શકે. તો આપણે બગાય પાકો ની અંદર જે નવી યોજના આવી છે તે અંગેની વાત કરવાના છીએ અને આ યોજનાની અંદર હાલમાં અરજી કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે.

IKhedut New Yojana 2024

યોજનાનું નામફળ પાકો માટે સહાય યોજના
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો ઉદ્દેશઆ યોજનાનો હેતુ એવા ખેડૂતને સહાય આપવાનો છે કેજે ફળ પાકો જેવાકે દ્વાક્ષ, કીવી, પેશન ફ્રૂટ, ડ્રેગન ફ્રૂટ, અંજીર, સ્ટ્રોબેરીનું વાવેતર કરે છે.
વિભાગનું નામબાગાયતી વિભાગ
ક્યા લાભાર્થીઓને સહાય મળે?ગુજરાત રાજ્યના પાત્રતા ધરાવતા ખેડૂત મિત્રો
શું સહાય મળે?.સામાન્ય ખેડૂતો માટે પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 40%, મહત્તમ રૂ. 1.60 લાખ/હે. મળવાપાત્ર છે. અને પ્રતિ હેક્ટર રૂ. 4.00 લાખમાં ટ્રાયબલ સબ પ્લાન (TSP) વિસ્તારમાં ટપક સિંચાઇ પધ્ધતિ તથા ટ્રેલીઝ સાથે ખર્ચના 5૦%, મહત્તમ રૂ. 2.00 લાખ/હે. મળવા પાત્ર છે.
ઓફિશિયલ વેબસાઈટhttps://ikhedut.gujarat.gov.in/  
અરજીની પદ્ધતિઓનલાઇન

ગુજરાત સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે અને આ પ્રકારની ઉપર જણાવ્યા પ્રમાણે બીજી ઘણી બધી પણ બાગાયત ની અંદર અત્યારે હાલમાં યોજનાઓ ચાલુ છે. આજના ની અંદર આંબા તથા જામફળ આ બે ફળ પાક છે અને આ ફળ પાકના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચ ઉપર સરકાર આપી રહી છે આ યોજનાની અંદર સરકાર કઈ રીતે અને કેટલું ખર્ચ આપે છે તથા આ યોજનાની અંદર અરજી કઈ રીતે કરી શકાય આ યોજનાની અંદર લાભ મેળવવા માટે શું શું પાત્રતા હોય છે તે અંગેની આપણે વિગતવાર ચર્ચા કરીશું.

આ યોજનામાં મળવાપાત્ર લાભો

આ યોજનાની અંદર સરકાર તરફથી બાગાયત પાક ના પ્લાન્ટિંગ મટીરીયલ ના ખર્ચ ઉપર સહાય આપવામાં આવે છે તેની અંદર આંબા પાકમાં ₹100 અથવા તો જે કુલ ખર્ચ થયું છે બંનેમાંથી જે ઓછું હોય તે ધ્યાનમાં લઇ અને પ્રતિ હેક્ટરે ₹40,000 સુધીની સહાય મળવા પાત્ર રહેશે. પહેલા વર્ષે આંતર પાકમાં અન્ય ભગવતી પાક ના પ્લાનિંગ મટીરીયલ ના ખર્ચના 50% લેખે મહત્તમ રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર જે બેમાંથી ઓછું હશે તેની સહાય મળવા પાત્ર રહે છે. જામફળ પાકમાં કલમ/ટીશ્યુ રૂપા ના દીઠ વધુમાં વધુ રૂપિયા 80 અથવા જે ખરેખર ખર્ચ છે એ બંનેમાંથી જે ઓછું હશે તેને ધ્યાનમાં લઇ અને રૂપિયા ૪૪ હજાર પ્રતિ હેક્ટરે સહાય મળી શકશે. આ યોજનાની અંદર આ પ્રમાણેના લાભ અને સહાય મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • જાતિ નો દાખલો જો લાગુ પડતો હોય તો
  • જો દિવ્યાંગ હો તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર
  • જમીનની વિગત એટલે કે સાત 12 અને આઠ અ ના ઉતારા
  • આધાર કાર્ડ ની ઝેરોક્ષ
  • બેંક પાસબુક ની ઝેરોક્ષ પ્રથમ પાનાની
  • જો લાગુ પડતું હોય તો વન અધિકાર પત્ર ધરાવતા હોય તો તેની ઝેરોક્ષ
  • સંમતિ પત્રક સંયુક્ત ખાતેદારો હતો

આ યોજના માટે કેટલીક શરતો

  • પ્રતિ હેક્ટરે આબાના ફળ પાક માટે 400 કલમો હોવા જરૂરી છે.
  • જામફળ માટે તમારે 555 કલમોને ધ્યાનમાં રાખીને સહાય મળવા પાત્ર રહેશે.
  • કલમો માટે nhb દ્વારા ભગત ખાતાની જે નર્સરીઓ છે તેની અંદરથી મટીરીયલ ખરીદી કરવાનું રહેશે.
  • પ્લાન્ટિંગ મટીરીયલ પણ તમારે સરકારશ્રી દ્વારા જે માન્ય જાહેર સંસ્થાઓ છે તેના જોડેથી ખરીદવાનું રહેશે.
  • આ પ્રમાણેની કેટલીક શરતો આ યોજનાની અંદર લાભ મેળવવા માટે સરકાર દ્વારા મૂકવામાં આવેલી છે.

અરજી કેવી રીતે કરવી જાણો

જે કોઈપણ ખેડૂત મિત્ર આ યોજનાની અંદર અરજી કરવા માંગતા હોય તે અત્યારે આ યોજનાની અંદર અરજી કરી શકે છે આ યોજનાની અંદર અરજી ફોર્મ ભરવાના 16 જુલાઈ 2024 ના રોજ થી ચાલુ થયેલા છે અને આ યોજનાની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 15 ઓગસ્ટ 2024. આયોજન ની અંદર અરજી કરવા માટે તમારે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે.

ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આઈ ખેડુત પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને બાગાયતી યોજનાઓમાં તમારે સૌ પ્રથમ યોજના આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ કરીને જે યોજના છે તે યોજાની અંદર ક્લિક કરી અને તેની અંદર તમારી સામે બધી વિગતવાર માહિતી આવી જશે ત્યારબાદ તમારે તે યોજનાની અંદર અરજી કરવાની છે અને અરજી કર્યા બાદ તમારે તેની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે અને અરજી ની અંદર જો દર્શાવેલું હોય તો તમારે જે તે લાગતી કચેરી ની અંદર જરૂરી ડોક્યુમેન્ટ સાથે તેને મોકલવાની રહેશે.

અરજી કરવા માટે જરૂરી લીંક

અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment