ગુજરાતના આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી,ખતરો હજુ ટળ્યો નથી,જાણો ક્યારે મળશે વરસાદથી રાહત

રાજ્યમાં વરસાદની ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે.જેના કારણે ગુજરાતમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.અતિભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો થયા છે અને અનેક સ્થળ પર પાણી ભરાયાં છે.ત્યારે આજે વળી હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે.તેની સાથે હવામાન વિભાગે આજે જામનગર,દ્વારકા,જૂનાગઢ,પોરબંદર અને રાજકોટમાં રેડ એલર્ટ આપ્યું છે.

આજે દ્વારકા,જામનગર,પોરબંદર,જૂનાગઢ, અમરેલી,ભાવનગર,મોરબી,ગીર સોમનાથ સહિતના જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.

સૌરાષ્ટ્ર અને કચ્છનાં રેડ એલર્ટ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પરિસ્થિતિ આવી જ રહેવાની છે.મધ્ય ગુજરાતમાં રાહત મળી શકે છે.કચ્છ અને સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે.તો મધ્ય અને દક્ષિણનાં મોટાભાગના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.ઉતર ગુજરાતમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

29 ઓગસ્ટની હવામાન વિભાગ દ્વારા આગાહી

29 ઓગસ્ટના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.તો ઉતર અને મધ્ય ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં યલ્લો એલર્ટ આપવામાં આવ્યું છે.

30 તારીખથી વરસાદની જોર ઘટશે

30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું જોર ઘટશે. સાથો સાથ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી આફત ઘટશે. જો કે,છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.

મહત્વપૂર્ણ લીંક

હવામાન વિભાગની આગાહી જોવા માટેઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment