Gujarat Very Heavy Rain: તારીખ 23,24 અને 25 માં આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

Very heavy rain : 4-5 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે.15 થી 20 ઇંચ વરસાદ રાજ્યના ઘણા વિસ્તારોમાં ખાબક્યો છે.સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે.ત્યારે 23 24 અને 25 તારીખ વરસાદના રેડ એલર્ટ સાથે અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

આજે ક્યાં કયા વરસાદ પડી શકે છે?

આજની તારીખના રોજ હવામના વિભાગ દ્વારા 6 જિલ્લમાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જેમાં દ્વારકા, ગિર સોમનાથ,નવસારી,પોરબંદર,જૂનાગઢ અને વલસાડ આમ 6 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • ઓરેન્જ એલર્ટ : અમરેલી,ભાવનગર,રાજકોટ,જામનગર,સુરત,ભરૂચ,તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા
  • સુરેન્દ્રનગર,કચ્છ,બોટાદ,અમદાવાદ,વડોદરા,આણંદ,છોટાઉદેપુર,નર્મદા,મોરબી,પંચમહાલ,દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે.

24 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

24 તારીખનાં રોજ 4 જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.જેમાં વલસાડ,નવસારી,સૌરાષ્ટ્ર અને અમરેલીમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટનાં કારણે અતિભારે વરસાદ પડવાની આગાહી

  • ઓરેન્જ એલર્ટમાં આવરી લેવાયેલા જિલ્લા : રાજકોટ,જૂનાગઢ,ભાવનગર,સુરત અને ડાંગમાં ઓરેન્જ એલર્ટનાં કારણે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા
  • પોરબંદર,દ્વારકા,ભરૂચ અને નર્મદામાં  છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

25 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા 25 તારીખના રોજ 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

  • વલસાડ, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળો પર ભારથી અતિ ભારે વરસાદની શક્યતા છે
  • ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
  • ગીર સોમનાથ, સુરત, નવસારી અને ડાંગમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

મહત્વપૂર્ણ લીંક

હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment