Dragon Fruit Farming Sahay Yojana 2024: ડ્રેગન ફ્રૂટમાંથી મળતા ઔષધીય ગુણો અને બિમારી સામે લડવાના પોષક તત્વોને કારણે ખેડૂતો વાવેતર કરવા લાગેલા છે. ગુજરાત સરકાર દ્વારા પણ ડ્રેગન ફ્રૂટના વાવેતર કરવા માટે ખેડૂતોને સબસીડી આપે છે. આ લેખના માધ્ય્મ દ્વારા Dragon Fruit Farming Sahay Yojana 2024 વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું.
બાગાયતી વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલ છે. જેમાં કંદ ફૂલોના વાવેતર માટે સહાય યોજના, પ્લગ નર્સરી વગેરે યોજનાઓ બહાર પાડવામાં આવેલ છે. હાલમાં ગુજરાત સરકારશ્રી દ્વારા ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે સહાય તથા સબસીડી આપવામાં આવે છે. જેના ઓનલાઈન એપ્લિકેશન આઈ-ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકાશે.
Dragon Fruit Farming Sahay Yojana 2024
યોજનાનું નામ | Dragon Fruit Farming Sahay Yojana 2024 |
ઉદ્દેશ | ઔષિધી ગુણોથી ભરપૂર ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે યોજના અમલમાં મૂકેલી છે. |
લાભાર્થી | ગુજરાતના ખેડૂતોને |
સહાયની રકમ-1 | ખેડૂતોને યુનિટ કોસ્ટ અંદાજિત ખર્ચ રૂ. 6,00,000/હેકટર ખર્ચના સહાયની રકમ સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. |
વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in/ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 15/10/2024 |
ડ્રેગન ફ્રૂટની સહાય યોજનાનો હેતુ
ડ્રેગન ફ્રૂટની ઓનલાઈન એપ્લિકેશન ચાલુ કરવામાં આવેલ છે. કમલમ ફ્રૂટમાં પલ્સની માત્રા સારા પ્રમાણમાં હોય છે. જેમાં એન્ટી ઓક્સિડન્ટ, વિટામીન C, કેલ્શિયમનું પ્રમાણ ખૂબ ભરપુર માત્રામાં હોય છે. જે શરીરમાં બ્લડ પ્રેશરને કાબુમાં રાખી, ડાયાબિટીસને પણ રોકે છે વગેરે ઘણા બધા ફાયદા થાય છે. જેથી આ પાકનું ઉત્પાદન વધે તે માટે સરકારશ્રી આ પાકના વાવેતર પર સહાય આપે છે.
યોજનાની પાત્રતા
કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા અને બાગાયતી વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જેના ઓનલાઈન ફોર્મ ikhedut પરથી ભરાય છે. આ યોજનાનો લાભ મેળવવા માટે નીચે મુજબની પાત્રતા નક્કી કરેલી છે.
- લાભાર્થી ખેડૂત ગુજરાત રાજ્યનો હોવો જોઈએ.
- ગુજરાત રાજ્યના નાના, સિમાંત ખેડૂતોને આ યોજનાઓને લાભ મળશે.
- ખેડૂત જમીન અથવા વન અધિકાર રેકોર્ડ ધરાવતા હોય તો તેમને લાભ મળે.
- ખેડૂતોને ફક્ત જ વાર આ યોજનાનો લાભ મળશે.
- એસ.ટી, એસ.સી, આર્થિક રીતે નબળા, ઓબીસી અને જનરલ વર્ગના લોકોને આ સહાય આપવામાં આવશે.
ડ્રેગન ફ્રૂટની ખેતી સહાય મેળવવા માટેની શરતો અને નિયમો
- લાભાર્થી ખેડૂતોને યુનિટ કોસ્ટ:- રૂ. 6,00,000/હેકટર સહાય મળશે.
- સામાન્ય જાતિના ખેડુતને 50% અથવા મહત્તમ રૂ. 3,00,000/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
- લાભાર્થી દીઠ આજીવન 0.20 હેકટર થી મહતમ 1 હેકટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર રહેશે.
- આ યોજના હેઠળ પ્રથમ વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ 1111 નંગ સિમેન્ટપોલ /પાઇપ મુજબ સહાય મળશે, જેનો મહતમ ખર્ચ- રૂ. 3,33,000/- ધ્યાને લેવાનો રહેશે.
- જયારે પ્લાન્ટીગ મટીરીયલ માટે પ્રતિ હેકટર 4444 નંગ રોપા મુજબ સહાય ધ્યાને લેવી.
- જેનો મહતમ ખર્ચ- રૂ. 1,55,540/- ધ્યાને લેવાનો રહેશે.
- પ્રથમ વર્ષે થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50 ટકા અથવા મહત્તમ રૂ. 2,44,420/- બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
- જયારે બીજા વર્ષે એક હેકટરના વિસ્તાર માટે કુલ 1111 નંગ હેડ રીંગ અથવા 400 કિ.ગ્રા ટ્રેલીઝીંગ અને વાયરનો મહતમ ખર્ચ- રૂ. 1,11,160/- ધ્યાને લેવાનો રહેશે.
- બીજા વર્ષે હેડ રીંગ/ ટ્રેલીઝીંગમાં થયેલ કુલ ખર્ચને ધ્યાને લઈ 50 ટકા અથવા મહત્તમ રૂ. 5,55,580/- -બે માંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે.
ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટેની શરતો । Rules of Gujarat Dragon Fruit Farming Scheme
- ખેડૂત જમીનનું રેકોર્ડ ધરાવતા હોવા જોઈએ.
- ડ્રેગન ફ્રૂટનું વાવેતર માટેનું પ્લાન્ટીંગ મટેરીયલ માટે NHB દ્વારા એક્રીડેશન થયેલ કૃષિ યુનિવર્સિટી અને બાગાયત ખાતાની નર્સરીઓમાંથી ખરીદવાનું રહેશે.
- Special Committee for New Registration System of Crops અંતર્ગત બાગાયતી પાકોની નર્સરી અથવા ટીસ્યુ લેબનું રજીસ્ટ્રેશન થયેલી પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
- સમિતિ દ્રારા રજીસ્ટર થયેલ નર્સરીઅને ટીસ્યુ લેબ.પાસેથી પણ પ્લાન્ટીગ મટેરીયલ ખરીદ કરી શકશે.
- રાજ્યમાં પુરતા પ્રમાણમાં NHB દ્વારા કમલમનું પ્લાન્ટીગ મટેરીયલ તૈયાર કરનાર નર્સરીનું એક્રિડીટેશન ન થાય ત્યાં સુધી, તેવી નર્સરીમાંથી પણ પ્લાન્ટીંગ મટેરીયલ્સ ખરીદી કરીને વાવેતર કરી શકે છે. તેવા ખેડૂતોને પણ સહાય મળવાપાત્ર થાય છે.
Document Required of Dragon Fruit Farming Scheme | ડ્રેગન ફ્રૂટ સહાય મેળવવા માટેના ડોક્યુમેન્ટ
- લાભાર્થી ખેડૂતનો ikhedut portal 7-12
- ખેડૂતના આધારકાર્ડની નકલ
- લાભાર્થી ખેડૂત SC અને ST હોય તો જાતિનું સર્ટિફિકેટ (લાગુ પડતું હોય તો)
- રેશનકાર્ડનીઝેરોક્ષ
- જો દિવ્યાંગ ખેડૂત હોય તો તેનું દિવ્યાંગતા હોવા અંગેનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- ટ્રાઈબલ વિસ્તાર માટે વન અધિકાર પ્રમાણપત્રની નકલ (હોય તો)
- જમીન સંયુક્ત ખાતેદાર તરીકે હોય તો તેવા કિસ્સામાં 7-12 અને 8-A જમીનમાં અન્ય ખેડૂતના સંમતિપત્રક
- આત્માનું રજીસ્ટ્રેશન ધરાવતા હોય તો તેનું પ્રમાણપત્ર
- બેંક ખાતાની પાસબુકની નકલ
- સહકારી મંડળીના સભ્ય હોય તો તેની વિગતો (લાગુ પડતું હોય તો)
- દૂધ ઉત્પાદક મંડળીના સભ્ય હોય તો તેની માહિતી (લાગુ પડતું હોય તો જ)
How to Online Apply Dragon Fruit Farming Sahay Yojana | કેવી રીતે ડ્રેગન ફ્રૂટની સહાય મેળવવા માટે અરજી કરવી?
કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા ચાલતી આ યોજના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં સહાય મેળવવા માટે ખેડૂતોને આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની હોય છે. ખેડૂતોએ આ યોજનાની ઓનલાઈન અરજી માટે સંબંધિત વિભાગની ગ્રામ પંચાયત ખાતેથી, નજીકના Common Service Center કે કોઈપણ જગ્યાએ ઓનલાઈન અરજી કરી શકે છે.
- સૌપ્રથમ Google ઓપન કરીને “ikhedut Portal” સર્ચ કરવાનું રહેશે.
- જ્યાં ikhedut Official Website ખોલવાની રહેશે.
- જ્યાં આઈ ખેડૂતના હોમ પેજ આવશે જેમાં “યોજના” પર ક્લિક કરવાનું રહેશે.
- Yojana પર ક્લિક કર્યા બાદ “બાગાયતી વિભાગની યોજનાઓ” પર ક્લિક કરવાનું રહેશે.
- “Bagayati ni yojana” ખોલ્યા બાદ “ ફળ પાકોના વાવેતર” પર ક્લિક કરવું.
- “ફળ પાકોના વાવેતર” નામના લિસ્ટમાં ક્રમ નંબર-3 પર “કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ” પર ક્લિક કરો.
- જો તમે રજીસ્ટર ખેડૂત છો? જેમાં જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો “હા” અને નથી કર્યું તો “ના” કરવાનું રહેશે.
- ખેડૂત દ્વારા ikhedut Portal રજીસ્ટ્રેશન કરેલ હોય તો આધારકાર્ડ નંબર અને મોબાઈલ નંબર નાખ્યા બાદ Captcha Image નાખીને અરજી કરવાની રહેશે.
- લાભાર્થીએ ikhedut પર રજીસ્ટ્રેશન કરેલ નથી તો ‘ના’ સિલેકટ કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.
- ખેડૂતે સંપૂર્ણ માહિતી ભર્યા બાદ ચકાસણી કર્યા બાદ “અરજી સેવ કરો” એના પર ક્લિક કરવાનું રહેશે.
- યોજનામાં ભરેલી માહિતીની સંપૂર્ણ ચોક્ક્સાઈપૂર્વક વિગતો તપાસી અરજી કન્ફર્મ કરવાની રહેશે. એક વાર આપની અરજી કન્ફર્મ થયા બાદ Application Number માં કોઈ સુધારો કે વધારો થશે નહિં.
- ખેડૂત લાભાર્થીએ ઓનલાઈન અરજી કર્યા બાદ પોતાની અરજીના આધારે પ્રિન્ટ મેળવી શકશે.
Ration Card E-Kyc Online Gujarat: રેશનકાર્ડની વિગતો ઈ-કેવાયસી કેવી રીતે કરવું?
ખેડુત સબસિડી યોજનાઓ: Ikhedut પોર્ટલ પર સબસિડી યોજનાઓ માટે ઓનલાઈન અરજી કરવાનું શરું કરો
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.