Ambalal Patel Forecast : અંબાલાલ પટેલની આગાહી 26 થી 30 તારીખમાં 3 સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી

Button with Link

Ambalal Patel forecast : ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો છે.વરસાદના આ રાઉન્ડમાં  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજા વરસ્યા છે.ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને કહ્યું છે 3 સિસ્ટમ સક્રિય તથા ગુજરાત વાસીઓને સાવધાન રહેવા સૂચન પણ કર્યુ છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન વિશેની જાણકારી આપતા અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની મોટી આગાહી કરી છે.તેમને જણાવ્યું છે કે મધ્યપ્રદેશ,રાજસ્થાન અને કચ્છના અખાત તરફથી સિસ્ટમની અસરો જોવા મળી શકે છે.બીજી 3 સિસ્ટમ ઉતર ગુજરાતનાં વિસ્તારોમાં સારો વરસાદ વરસાવી શકે.

વરસાદી ધરી ઉત્તરીય-પૂર્વિય તરફ જવાના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ઓછો પડી રહ્યો છે. બંગાળના ઉપસાગરનું વહન સક્રિય થતું નથી.હિંદ મહાસાગર તરફ થોડો વાદળોનો જમાવડો થતો જોવા મળ્યો છે.પેસિફિક મહાસાગર પર વાદળો હાલમાં નહીવત જણાય રહ્યા છે, ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ નહીવત નોંધાયા છે.

તારીખ 26 થી 30 સુધીની આગાહી

અંબાલાલ પટેલે જણાવ્યું કે હાલ બંગાળનાં ઉપસાગરમાં થોડેક સિસ્ટમ સક્રિય થઈ રહી છે.જેના કારણે 26 થી 30 તારીખમાં સિસ્ટમ સક્રિય થઈ છે.આ 3 સિસ્ટમ ઉતર ગુજરાત સર્જાતા ઉતર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે 7 ઓગસ્ટ દરમિયાન બનનારી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરનાં કારણે ભારે વરસાદ વર્સી શકે.અમરેલી,જૂનાગઢ ભાગોમાં વરસાદ પડવાની શક્યતા છે.સૌરાષ્ટ્ર રીઝનમાં માધ્યમ વરસાદ પડવાની શક્યતા.દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પંચમહાલના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ભરૂચ વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા છે.

ઉત્તર ગુજરાત અને કચ્છમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.

મહત્વપૂર્ણ લીંક

હવામાન વિભાગની સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment