અંબાલાલ પટેલની આગાહીઃ જાણો હવે, ક્યારથી મુશળધાર વરસાદ થશે અને કયા વિસ્તારની નદીઓમાં પૂર આવશે

Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: છેલ્લાં કેટલાક દિવસથી રાજ્યમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે વાતાવરણમાં ઉકળાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે હવે ક્યારે મુશળધાર વરસાદ થશે તેની આગાહી વ્યક્ત કરી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, જ્યારે તારીખે 25મીની આસપાસ પણ એક સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનવાની શક્યતા છે. તે પૂર્વે દક્ષિણ ચીનમાંથી ઉદ્ભવેલું ડિપડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં આવીને તે દેશના ભાગો તરફ ગતિ કરશે. મધ્યપ્રદેશમાં ગતિ થતાં ગુજરાતમાં સારો વરસાદ આવી શકે છે. 25મી ઓગસ્ટની આસપાસથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનતા તેની અસર આંધ્રપ્રદેશ, ઓરિસ્સા અને વિશાખાપટ્ટનમ થઈને મધ્યપ્રદેશ સુધી આવતા અને ગુજરાતના ભાગોમાં તારીખ 30મી સુધીમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, હમણાં રાજ્યના ભાગોમાં અગાઉ વરસાદ થઈ ગયા પછી હમણાં વરસાદ નથી. તો આ અંગે જોતા આજથી જ હવામાનમાં પલટો આવે વાદળ, વાયું જણાય અને ક્યાંક હળવો વરસાદ થઈ શકે છે. પરંતુ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનવા જઈ રહી છે. તારીખ 17મીથી આ સિસ્ટમ ધીરે-ધીરે અરબ સાગરમાં આવતી જશે અને તારીખ 20થી આ સિસ્ટમ મજબૂત થતી જણાશે. જેથી તારીખ 25 સુધીમાં દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, પંચમહાલ, ઉત્તર ગુજરાત, સાબરકાંઠા અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે.

Leave a Comment