હવે એટીએમ જેવું આધારકાર્ડ આવ્યું, જલ્દીથી ઘરે બેઠા આવી રીતે ઓનલાઇન

Aadhar Card માં વિવિધ સુધારા કરેલ છે જેમ કે mAadhar, આધારપત્ર અને eAadhar Card. હવે UIDAI દ્વારા આધારકાર્ડનું PVC Aadhar Card રજૂ કરવામાં આવ્યું છે. આ આધારકાર્ડ polyvinyl chloride Cards (PVC) પર કાઢી આપવામાં આવે છે. UIDAI Website પરથી રી-પ્રિન્ટ માટેની પ્રોસેસ આપેલી છે. નાગરિકોએ પોતાના આધારકાર્ડનું PVC Card માટે કેવી રીતે ઓનલાઇન અરજી કરવી?, કેટલી ફી ભરવી વગેરે માહિતી મેળવીશું.

પીવીસી આધારકાર્ડના ફાયદા

  • પીવીસી આધારકાર્ડ આપણા એટીએમ કાર્ડ જેવું જ હોય છે કે આપણા પોકેટમાં સરળતાથી સાચવી શકાય છે.
  • પીવીસી આધાર કાર્ડ ની મજબૂતાઈ જોરદાર હોવાથી વારંવાર તેનો ઉપયોગ કરવાથી પણ ઘસાઈ જતું નથી.
  • પીવીસી આધાર કાર્ડ વોટરપ્રૂફ હોવાથી પલળી જવાનો ભય રહેતો નથી.
  • આ ઉપરાંત પીવીસી આધાર કાર્ડ સામાન્ય આધાર કાર્ડની જેમ ફાટી જતું નથી.
  • અને આ આધાર કાર્ડનો દેખાવ પણ એકદમ પ્રીમિયમ લાગે છે.

હવે રોજબરોજની જિંદગીમાં આપણને આધાર કાર્ડ ની જરૂર પડે જ છે અને આ પરિસ્થિતિમાં આપણું સામાન્ય આધારકાર્ડ વધારે ઉપયોગમા લેવાથી ઘસાઈ જાય છે, ફાટી જાય છે અથવા પલળી જાય છે. સામાન્ય આધાર કાર્ડ ની આ બધી જ મર્યાદાઓને પીવીસી આધાર કાર્ડ દૂર કરે છે.

પીવીસી આધારકાર્ડ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા

  • પીવીસી આધાર કાર્ડ ઓનલાઇન ઓર્ડર કરવા માટે સૌપ્રથમ https://myaadhaar.uidai.gov.in/ વેબસાઈટ ઓપન કરો.
  • આ વેબસાઈટ ઓપન કરતા જ તમને “માય આધાર” નામનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે “ગેટ આધાર” નામનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • આ વિકલ્પ પસંદ કરતા જ તમને “ડાઉનલોડ પીવીસી આધાર” નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનો ઓપ્શન આવશે અહીં તમારે તમારો 12 અંકનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે તેમજ નીચે કેપ્ચા કોડ દાખલ કરવાનો થશે.
  • ત્યારબાદ આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હોય તે મોબાઈલ નંબર દાખલ કરો.
  • આ મોબાઈલ નંબર દાખલ કરતા જ ઓટીપી આવશે. આ ઓટીપી દાખલ કરો.
  • હવે તમારે ₹50 ફી ભરવાની થશે તો જેવા તમે આ ફી ભરશો એટલે તમારું પીવીસી આધાર કાર્ડ માટે ઓનલાઇન ઓર્ડર થઈ જશે.

એલપીજી ગેસ સબસીડી: 300 થી 400 રૂપિયાની ગેસ સબસીડી ઘરે બેઠા તપાસો ઓનલાઇન

Bank Of Baroda Personal Loan: કોઈપણ દસ્તાવેજ વગર માત્ર આધાર કાર્ડ પર જ લોન લો

Leave a Comment