Palak Mata Pita Yojana: પાલક માતા પિતા યોજના ગુજરાત સરકાર દ્વારા આર્થિક રીતે નબળી પરિસ્થિતિ નો સામનો કરી રહેલા અનાથ બાળકોને નાણાકીય સહાય પૂરી પાડે છે. આ યોજના નબળા બાળકોને જરૂરી પોષણ મેળવવા માટે 18 વર્ષની ઉંમર સુધી દર મહિને ₹ 3000 ની સહાય આપે છે.
પાલક માતા-પિતા યોજના ની શરૂઆત 1978 માં કરવામાં આવી હતી, જે અનાથ બાળકોને પારિવારિક-પ્રેમ આપવાનો અને તેની સંભાળ રાખવા માટેનું કામ કરે છે. આ યોજનાનો હેતુ અનાથ બાળકોના વિકાસ અને વૃદ્ધિને વધારવાનો છે.
પાલક માતા પિતા યોજના નો પ્રાથમિક હેતુ સમગ્ર ગુજરાતમાં અનાથ બાળકોને મદદ કરવાનો છે. નાણાકીય સહાય પૂરી પાડીને, આ યોજના તેમની આર્થિક અગવડતા ને ઘટાડવા અને તેમના સારા જીવન ની ખાતરી કરે છે.
Palak Mata Pita Yojana: પાલક માતા-પિતા યોજના
યોજનાનું નામ | પાલક માતા પિતા યોજના |
આર્ટિકલની ભાષા | અંગ્રેજી અને ગુજરાતી |
યોજનાનો ઉદ્દેશ્ય | ગુજરાતના અનાથ બાળકોને દર મહિને આર્થિક સહાય આપીને પગભર બનાવવા માટે |
લાભાર્થીઓ | ગુજરાતના નિરાધાર તથા અનાથ બાળકો |
સહાય કેટલી મળે | દર મહિને 3000 રૂપિયા |
અમલ કરનાર કચેરી | નિયામક સુરક્ષા કચેરી |
વિભાગનું નામ | Social Justice and empowerment department |
અધિકૃત વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
ઓનલાઈન માટેની વેબસાઈટ | Palak Mata Yojana Direct Link |
પાલક માતા પિતા યોજનાનો હેતુ
એક બાળકનું ધ્યાન જેટલાં માતા-પિતા રાખતા હોય છે, તેટલું ધ્યાન બીજા કોઈ રાખી શકતા નથી, તેથી આ યોજનાનો હેતુ જે બાળક અનાથ છે તેમને આ યોજના અંતર્ગત દર મહિને રૂપિયા 3000 ની સહાય મળી રહે જેથી તે અનાથ બાળક પોતાના સગા-સબંધી પાસે રહે છે, તેથી તે બાળક સાર-સંભાળ સારી રહે તેને સારુ શિક્ષણ મળી રહે તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.
પાલક માતા-પિતા યોજના માટેની પાત્રતા
પાલક માતા-પિતા યોજના માટે તેમના વિભાગ દ્વારા કેટલીક પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ છે.
- ગુજરાતમાં વસતા 0 થી 18 વર્ષના તમામ અનાથ બાળકો
- જેમના માતા-પિતા બંન્ને હયાત નથી તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
- જો પિતાનું અવસાન થવાથી માતાએ પુન:લગ્ન કરેલા હોય તેવા નિરાધાર અનાથ બાળકોની સાર-સંભાળ નજીકના સગાં-સંબંધિઓ કરતા હોય તેવા બાળકોને આ યોજનાનો લાભ મળશે.
Palak Mata Pita Yojana કેટલી સહાય મળે?
પાલક માતા-પિતા યોજના હેઠળ ઓનલાઈન અરજી કર્યા બાદ સહાય આપવામાં આવે છે. જેમાં “અનાથ બાળકોને દર મહિને રૂ. 3000/- સહાય મળે છે. આવા બાળકોની સાર-સંભાળ રાખતા નજીકના સગાઓને DBT (Direct Benefit Transfer) દ્વારા ચૂકવાય છે.
પાલક માતા પિતા યોજનામાં અરજી કરવા માટે ક્યાં-ક્યા ડોક્યુમેન્ટ જોઈએ.
Palak Mata Pita Yojana નો લાભ લેવા માટે આ યોજનામાં તમારે અરજી કરવાની રહેશે. જેના માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટની જરૂર રહેશે. ત્યારે જ તમે ફોર્મ ભરી શકશો.
- બાળકનો જન્મનો દાખલો અથવા શાળા છોડયાનું પ્રમાણપત્ર (પૈકી કોઈ પણ એક)
- બાળકના આધારકાર્ડની નકલ
- પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ
- બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ.
- જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું અથવા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર અથવા તલાટી કમ મંત્રીનો દાખલો (પૈકી કોઈ પણ એક)
- પુન:લગ્ન કરેલા હોય તેવો પુરાવો
- આવકના દાખલાની ઝેરોક્ષ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.)
- બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ
- બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ
- પાલક પિતા અથવા માતાના આધારકાર્ડની નકલ (પૈકી કોઈ પણ એક)
How to Apply Online Palak Mata Pita Yojana: પાલક માતા-પિતા યોજના માટે અરજી ક્યાં કરવી?
નિયામક સમાજ સુરક્ષા દ્વારા આ યોજના અનાથ અને નિરાધાર બાળકો માટે ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકોને દર મહિને એમના ખાતામાં સીધી સહાય આપવામાં આવે છે. આ યોજનાની ઓનલાઇન અરજી E Samaj Kalyan Portal કરવાની હોય છે. પાલક માતા-પિતા યોજનાની ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું.
- સૌપ્રથમ Google માં e Samaj Kakyan Portal ટાઈપ કરવાનું રહેશે.
- જેમાં ઈ સમાજ કલ્યાણ પોર્ટલની ઓફિશિયલ વેબસાઈટ ખુલશે.
- ત્યારબાદ Home Page પર “Director Social Defense” પર ક્લિક કરવાનું રહેશે.
- જેમાં નંબર-2 પર “પાલક માતા-પિતા યોજના” પર ક્લિક કરીને સંપૂર્ણ માહિતી વાંચી લેવાની રહેશે.
- ઈ-સમાજ કલ્યાણ પર જો user ન બનાવેલ હોય તો “Please Register Here!” ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ citizen login બન્યા બાદ User Id, Password અને Captcha Code નાખીને Login કરવાનું રહેશે.
- લોગીન કર્યા બાદ એમાં “નિયામક સમાજ સુરક્ષા” ટેબલમાં આપેલા “Palak Mata-Pita Yojana” પર ક્લિક કરો.
- જેમાં વ્યક્તિગત માહિતી, બાળકની માહિતી, બાળકના સગાં ભાઈ બહેનની માહિતી વગેરે ભરવાની રહેશે.
- ત્યારબાદ માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- ત્યારબાદ એકરાર ફોર્મ ભરીને અરજીને સેવ અને confirm કરવાની રહેશે.
Palak Mata Pita Yojana pdf કેવી રીતે ડાઉનલોડ કરવું?
ઓનલાઈન અરજી ઉપરાંત, તમે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી અથવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરીની મુલાકાત લઈને પલક માતા પિતા યોજના માટે ઑફલાઇન પણ અરજી કરી શકો છો. તમે આ ફોર્મ ઈ-સમાજ કલ્યાણના પોર્ટલ પરથી ડાઉનલોડ કરી શકો છો, પ્રક્રિયા વિશેની માહિતી નીચે મુજબ છે.
- સૌ પ્રથમ, તમારે ઇ-સમાજ કલ્યાણ પોર્ટલની સત્તાવાર વેબસાઇટ ખોલવી પડશે .
- અધિકૃત વેબસાઇટ Esamajkalyan.gujarat.gov.in છે ( લિંક ).
- આ વેબસાઈટના હોમપેજ પરથી નિયામક સામાજિક સંરક્ષણ વિભાગ પર જાઓ.
- તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં વિવિધ પ્રકારની યોજનાઓની માહિતી હશે.
- આમાંથી, ફોસ્ટર પેરેન્ટ્સની બાજુમાં એક પીડીએફ આઇકોન હશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
- જલદી તમે ક્લિક કરો, આ ફોર્મ તમારા ઉપકરણ પર ડાઉનલોડ કરવાનું શરૂ કરશે.
- આ ફોર્મ પ્રિન્ટ કરીને તમે palak mata pita yojana માટે અરજી કરી શકો છો.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs)
1.પાલક માતા-પિતા યોજના હેઠળ કેટલી સહાય ઉપલબ્ધ છે?
જવાબ : આ યોજનાની મદદથી, પાત્ર બાળકોને દર મહિને ₹3,000 ની નાણાકીય સહાય મળે છે.
2. શું palak mata pita yojana માટે કોઈ ફી ચૂકવવાની છે?
જવાબ : સ્કીમ માટે અરજી કરતી વખતે તમારે ₹10-₹20ની ફી ચૂકવવી પડી શકે છે.
3. હું palak mata pita yojana માટેનું ફોર્મ ક્યાંથી મેળવી શકું?
જવાબ : તમને ઇ-કલ્યાણ સમાજની અધિકૃત વેબસાઇટ પર palak mata pita yojana નું ફોર્મ મળશે.
4. palak mata pita yojana માટે અરજી કરવાની છેલ્લી તારીખ શું છે?
જવાબ : palak mata pita yojana માટે અરજી કરવાની કોઈ છેલ્લી તારીખ નથી. તમે આ યોજના માટે ગમે ત્યારે અરજી કરી શકો છો.
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.