Krishi Pragati App: કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા ખેડૂતો પાક નુકશાનીનો જાતે જ કરી શકશે સર્વે, જુઓ સર્વે કરવાની પ્રક્રિયા

KRUSHI PRAGATI એપ્લિકેશન દ્વારા ખેડૂતો ખેતર અને પાકમાં થયેલ નુકશાનીનો સર્વે જાતે જ કરી શકશે. ગુજરાતમાં આ વર્ષે સતત અને વધુ વરસાદ પડ્યો છે, જેને કારણે જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. ચોમાસા બાદ સતત પડતા વરસાદે ખેતરમાં અને માર્કેટયાર્ડમાં ખેત ઉત્પાદકોનું નુકસાન કરે છે. રાજ્ય સરકાર પણ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માટે સર્વે કરી ખેડૂતોને સત્વરે નૂકસાની આપશે એવી જાહેરાત કૃષિમંત્રી જીતુ વાઘાણીએ બુધવારે ગાંધીનગરથી કરી છે. શું છે ખેડૂતોને નુકસાન અંગે સરકારનું આયોજન જાણીએ.

Krishi Pragati App

ચોમાસા બાદ પણ સતત વરસાદે ખેડૂતોની સ્થિતિ કફોડી બનાવી છે

આ વર્ષે ચોમાસામાં અને ચોમાસા બાદ સતત પડેલા વરસાદે સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે કફોડી સ્થિતિ સર્જી છે. દિવાળી બાદ સતત વરસાદી વાતાવરણ અને 26, ઓક્ટોબરથી વરસેલા વરસાદે સ્થિતિ બગાડી છે. ગાંધીનગર ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ કેબિનેટ બાદ યોજાયેલી પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું હતુ કે, ઘણા લાંબા સમય બાદ રાજ્યમાં ચોમાસા બાદ વધુ માત્રામાં વરસાદ વરસ્યો છે. અસરગ્રસ્ત જિલ્લામાં રાજ્યના મંત્રીઓ જઇ ખેડૂતોને મળી આરંભિક તપાસ કરી છે. મુખ્યમંત્રીએ અધિકારીઓને પણ પાકમાં નુકસાન અંગેત્વરીત પગલા ભરવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રી સ્વયં રાજ્યમાં કમોસમી વરસાદની સ્થિતિનો તાગ મેળવવા માટે સતત રીયલ ટાઇમ મોનીટરીંગ કર્યું હતું. કમોસમી વરસાદની વધુ અસર તાપી, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી અને વલસાડમાં નોંધાઈ છે. રાજ્ય સરકાર આ પાંચ તાલુકા ઉપરાંત પણ અન્ય અસરગ્રસ્ત તાલુકાના ખેડૂતોને સકારાત્મક રીતે સહાય કરશે.

KRUSHI PRAGATI એપ્લિકેશનથી ખેડૂતો જાતે જ કરી શકશે સર્વે:

રાજય સરકાર દ્વારા ખેતરમાં પાક નુક્શાનીને લઈને KRUSHI PRAGATI એપ્લિકેશનનો ઉપયોગ કરવા કહ્યું છે. KRUSHI PRAGATI એપ્લિકેશન દ્વારા ખેડૂતો ખેતર અને પાકમાં થયેલ નુકશાનીનો સર્વે જાતે જ કરી શકશે, જેને લઈને સરકાર દ્વારા એક ગાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. જુઓ કેવી રીતે KRUSHI PRAGATI એપ્લિકેશનથી કરી શકશે સર્વે.

Krishi Pragati App
Krishi Pragati App

ખેડૂતો હાલ રાજ્ય સરકારે સત્વરે નિર્માણ કરેલ સાહિત્યનો ઉપયોગ કરે

છેલ્લા અઠવાડિયાથી સતત પડતા વરસાદ સામે ખેડૂતો તેના ઉભા પાકના સંરક્ષણ માટે શું કરી શકે એ માટેની વિગતવાર વૈજ્ઞાનિક માહિતી અને ઉપયોગી એડવાઈઝરી નોટ તૈયાર કરી છે. ખેડૂતો એ પુસ્તિકાનો ઉપયોગ કરીને તેના ઉભા પાક અને સંરક્ષિત પાક સહિત અન્ય માહિતીનો ઉપયોગ કરી શકે છે. હાલના અંદાજ પ્રમાણે પાકમાં નુકસાનીનો સર્વે સાત દિવસમાં પુરો થઈ શકે છે. રાજ્ય કૃષિ જીતુ વાઘાણીએ પાકમાં થયેલા નુકસાનીને કુટુંબમાં દિકરા ગુમાવવાની વેદના સાથે સરખાવતા જણાવ્યું હતુ કે,રાજ્ય સરકાર STRFના માપદંડને ધ્યાને રાખી કુલ નુકસાનીના અંદાજના 33 ટકા નુકસાનની સહાય આપશે. આ સાથે સરકાર ટોપઓફ સર્વે કરી અસરગ્રસ્તોને નુકસાનની સહાય ચૂકવાશે.

અસરગ્રસ્ત ખેડૂતોને સહાય એ ઉપકાર નથી, ફરજનો ભાગ છે

રાજ્યમાં અતિ વરસાદથી સર્જાયેલી સ્થિતિના કારણે અંદાજિત 10 લાખ હેકટરના વાવેતરમાં ખેડૂતોને નુકસાન થયેલું છે. વિશેષ તો મગફળી, કપાસ, ડાંગર, સોયાબીન અને ડુંગળીના પાકમાં સવિશેષ નુકસાન થયું છે. ખેડૂતોને થયેલ નુકસાન અંગે સરકારી સહાય અંગે બોલતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ સ્પષ્ટતા કરી હતી કે, રાજ્યમાં કુદરતની વિષમ પરિસ્થિતિમાં સરકાર ખેડૂતોને સહાય આપી કોઇ ઉપકાર કરતી નથી, પણ સરકાર ફરજ નીભાવી રહી છે. રાજ્યમાં 23 થી 28 ઓક્ટોબર – 2025 સુધીના સમયગાળામાં 249 મિલિમીટરથી લઈને 415 મિલિમીટર જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો. રાજ્ય સરકારે અસરગ્રસ્ત ખેડૂતોનો સર્વે કરી સત્વરે સહાય પહોંચાડશે. હાલ રાજ્ય સરકાર કૃષિ એપ્લિકેશન એપ દ્વારા ખેડૂતો પાસેથી સીધી નુકસાનીનો અંદાજ મેળવશે. આ સાથે ફિલ્ડમાં સર્વેની કાર્યવાહી પણ સત્વરે કરવામાં આવશે. રાજ્યમાં 34 જિલ્લામાં જે પણ નુકસાની થઇ છે એમણે કોઇની વાતમાં આવી નિરાશ થવાનું નથી.

Leave a Comment