SBI Fraud Message Latest News : દેશની સૌથી મોટી સરકારી બેંક SBI નાં ગ્રાહકોને છેતરપિંડીનો ખતરો છે.સરકારે આ અંગેની ચેતવણી જાહેરાત કરી છે.SBI નામના ફેક મેસેજથી સાવધાન રહેવા કહેવામાં આવ્યું છે.PIB Factcheck દ્વારા જાહેર કરવામાં આવેલ એલર્ટમાં SBI ગ્રાહકોને સોશિયલ મીડિયા પર ફરતા ફ્રોડ મેસેજ થી સાવધાન રહેવા માટે કહેવામાં આવ્યું છે.SBIનો હોવાનું જણાય છે પરંતુ વાસ્તવમાં તે નકલી છે. તેમાં ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ રિડીમ કરવા માટે એક APK ફાઈલ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવે છે.
બેંક આવા સંદેશા નથી મોકલતી
SBI ક્યારેય પણ તેના ગ્રાહકોને SMS અથવા WhatsApp દ્વારા કોઈ લિંક મોકલતું નથી અને ગ્રાહકોને APK ફાઈલ ડાઉનલોડ કરવાનું કહેતું નથી. સ્કેમના જોખમોથી પોતાને બચાવવા માટે કોઈપણ શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં અને અજાણી ફાઇલો ડાઉનલોડ કરશો નહીં.
PIB ફેક્ટચેક દ્વારા અપાઈ કેટલીક સૂચનાઓ
PIB FactCheck દ્વારા SBI ગ્રાહકોને SBI અધિકારીઓનો સીધો સંપર્ક કરીને આવા સંદેશાઓની ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. ચકાસણી માટે ગ્રાહકોએ હંમેશા માત્ર વેરિફાઈડ કોન્ટેક્ટ મેથડ દ્વારા SBI અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. સાવચેત રહેવાથી તમે તમારી વ્યક્તિગત અને નાણાકીય માહિતીને સુરક્ષિત રાખી શકો છો અને છેતરપિંડી સંબંધિત પ્રવૃત્તિઓથી તમારી જાતને બચાવી શકો છો.
https://x.com/PIBFactCheck/status/1818615477146730556?t=EEZ7Uv7uxq2dD-LBCqH35g&s=19
છેતરપિંડીથી બચવા શું કરવું ?
- જો તમને કોઈ સંદેશ મળે તો પહેલા મોકલનારની અધિકૃતતાની પુષ્ટિ કરો. બેંકો માત્ર વેરિફાઈડ ચેનલો દ્વારા જ મેસેજ મોકલે છે.
- શંકાસ્પદ સંદેશાઓની લિંક પર ક્યારેય ક્લિક કરશો નહીં અને કોઈપણ ફાઇલ ડાઉનલોડ કરશો નહીં.
- જો બેંકના નામ પર કોઈ શંકાસ્પદ સંદેશ આવે છે તો સત્તાવાર ચેનલો દ્વારા બેંકનો સંપર્ક કરીને તેની ચકાસણી કરો.
- ચૂકવણી અને અન્ય વ્યવહારો ફક્ત સત્તાવાર એપ્લિકેશન અથવા વેબસાઇટ દ્વારા કરો.
- ઈમેલ, SMS, વોટ્સએપ કે ફોન દ્વારા તમારી અંગત કે નાણાકીય માહિતી ક્યારેય શેર કરશો નહીં
વધુ માહિતી માટે | અહીં ક્લિક કરો |
Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.