AnyRoR 7/12 Utara Online: 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઇન, ગુજરાત સરકારના Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
AnyRoR 7/12 Utara Online
આર્ટિકલનો વિષય | AnyRoR 7/12 Utara Online |
ભાષા | ગુજરાતી અને English |
સેવાનો ઉદ્દેશ | ગુજરાતના ખેડૂતો પોતાની જમીનના ૬, ૭/૧૨ અને ૮-અ ઘરે બેઠા ઓનલાઈન કાઢી શકશે. |
લાભાર્થી | ગુજરાતના તમામ ખેડૂતો |
Official Website AnyRoR | https://anyror.gujarat.gov.in |
Official Website i-ORA | https://iora.gujarat.gov.in |
7 12 Utara & 8-A શું છે?
ખેડૂતોના પોતાની જમીન રેકોર્ડની વિગતો 7 12 utara ના ઉતારામાં સમાવેશ થાય છે. આ રેકોર્ડમાં માલિકી, સર્વે નંબર, જમીનનો પ્રકાર, પાકની માહિતી, જમીનનું ક્ષેત્રફળ વગેરે માહિતીનો સમાવેશ થાય છે. આ અગત્યના રેકોર્ડ દ્વારાએ જમીનમાં નવા પાક વાવેતર માટે પાક લોન મેળવવી માટે પણ ઉપયોગી છે.
7/12 ઉતારા ઉપયોગી સેવાઓ:
- 7/12 અને 8અ ઉતારા
- e-CHAVDI
- જૂના સ્કેન કરેલા ગામ નંબર, હકક પત્રક અને અન્ય વિગતો
- VF-7 અને VF-6 એન્ટ્રી વિગત
- 135-D નોટીસ ફૉર મ્યુટેશન
- નવી સર્વે નંબર વિગતો
- માલિકના નામ પરથી ખાતા અથવા સર્વે નંબરના રેકોર્ડ જોવા
- બિનખેતી પરવાનગી અને પ્રિમિયમ ભરવા માટેની માહિતી
- જમીન ખરીદવા માટેની મંજૂરી
મીણ અને શહેરી જમીન રેકોર્ડ જોવા માટે
જો તમે ગ્રામીણ વિસ્તારમાં હો, તો “Rural Land Records” વિકલ્પ પસંદ કરો અને જો શહેરી વિસ્તારમાં હો, તો “Urban Land Records” વિકલ્પ પસંદ કરી શકો છો. શહેરી જમીન રેકોર્ડ માટે,
- કોઈ સરવે નંબર
- શીટ નંબર
- અને વિધાનસમીતીની વિગતો પુરી કરી તમે જમીન રેકોર્ડ ડાઉનલોડ કરી શકો છો.
ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR અથવા i-ORA પોર્ટલ પરથી મેળવી શકાશે
ઈન્ટરનેટ પર AnyRoR અથવા i-ORA પોર્ટલ ચાલુ કરો
સૌ પ્રથમ ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પર જાઓ. ત્યાં ચોથા નંબર પર VIEW LAND RECORD – RURAL પર ક્લિક કરો. ક્લિક કર્યા બાદ નીચે Select any one ( (કોઇ એક પસંદ કરો) એવુ લખેલું હશે. ત્યાં ક્લિક કરવાથી વિવિધ પ્રકારની વિગતો ખુલશે. આ વિગતોમાંથી જે પણ મહેસૂલી નમૂનાની વિગત જોઈતી હોય તેને સિલેક્ટ કરો.
કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ નકલ ઓનલાઇન મેળવી શકશે તેમણે ઉમેર્યું કે, જમીન માટેનુ મહત્વનું રેકર્ડ ગામ નમુના નં.6, 7/12, 8-અ ની અધિકૃત નકલો હાલે જે તાલુકા ઇ-ધરા કેન્દ્રો / ઇ-ગ્રામ્ય કક્ષાએથી ઉપલબ્ધ થાય છે, તે હવે કોઇપણ વ્યક્તિ ડિજિટલી સાઇન્ડ (Digitally Signed) નકલ ઓન-લાઇન મેળવી શકશે, તથા આ નકલ ઉપયોગ માટે અધિકૃત ગણાશે. આ માટે ભરપાઇ કરવાની થતી નકલ ફી પણ ઓન-લાઇન ભરવાની રહેશે. ડીજિટલી સાઇન્ડ નકલ AnyRoR (https://anyror.gujarat.gov.in) અથવા i-ORA (https://iora.gujarat.gov.in) પોર્ટલ પરથી મેળવી શકાશે. આ નકલ પર કયુઆર કોડ (QR Code) ઉપલબ્ધ હશે. જેથી તેની અધિકૃતતાની ખાતરી ઓન-લાઇન કોઇપણ વ્યક્તિ તથા સંસ્થા કરી શકશે.
- તમારે જરૂરી ગામ નમૂના નંબર ની વિગતો એક પછી એક ઉપર જણાવેલ મુદ્દા નંબર- 8 મુજબ “Add Village Form” પર click કરી યાદી તૈયાર કરો.
- ત્યારબાદ ગામ નમૂના નંબરની યાદી તૈયાર કર્યા બાદ તેની જરૂરી ચકાસણી કરી “Procced For Payment” પર click કરો.
- હવે “Procced For Payment” પર ક્લિક કર્યા બાદ જો કોઈ સુધારો કરવો હોય તો “Cancel Request” પર ક્લિક કરો.
- .જો તમામ માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ચૂકવણી ઓનલાઇન કરો.
- નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
- પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
- નોંધ:- A) જો રકમની ચુકવણી કર્યા બાદ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate રોર” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરો.
- ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
- Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. અને તે રાજ્ય સરકાર દ્વારા માન્ય કરેલી નકલ છે.
- ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
E olakh Online Birth certificate download Gujarat જન્મ/મરણ પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ
મહત્વપૂર્ણ લિંક
Sr.No | Subject Name |
1 | AnyRoR Gujarat Website |
2 | i-ORA Gujarat Portal |
3 | Download Digitally Signed RoR |
4 | Check URBAN Land Records |
5 | Check Rural Land Records |
6 | New Online Application |
7 | Home Page |
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
1. મહેસૂલ વિભાગ ગુજરાતની અધિકૃત વેબસાઇટ કઈ છે?
જવાબ: ગુજરાત રાજ્યમાં મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ anyror gujarat તથા i-ORA છે.
2. AnyRoR પર શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં જમીન રેકોર્ડ જોઈ શકાય?
જવાબ: હા, આ વેબસાઈટ પર અર્બન લેન્ડ રેકોર્ડ અને રૂરલ લેન્ડ રેકોર્ડ અલગ-અલગ રીતે જોઈ શકાય છે.
3. Digitally Singed નમૂના કઈ વેબસાઈટ પરથી મેળવી શકાશે?
જવાબ: ડીજીટલ સાઇન્ડ નમૂના મેળવવા માટે i ORA portal પર જવાનું રહેશે. ત્યાંથી ઓનલાઇન ડાઉનલોડ કરી શકાશે.
4. ડીજીટલ સાઇન્ડ માટે કેટલી ભરવાની હોય છે?
જવાબ: ડીજીટલ સાઇન્ડ ગામ નમૂના માટે ફક્ત રૂ.5 ભરવાના હોય છે. આ ફી ઓનલાઇનથી જ ભરવાની હોય છે.
5. ડીજીટલ સાઇન્ડ ગામ નમૂનાને કોઈ કચેરીમાં જઈને પ્રમાણિત કરવાના હોય છે?
જવાબ: ઓનલાઇન QR Code સાથે જનરેટ થયેલા ડીજીટલ સાઇન્ડ નમૂના કોઈ જગ્યાએ ખરાઈ કે પ્રમાણીત કરવા નથી.
6. Digitally Signed ગામ નમૂના કોઈ જગ્યાએથી ખરાઈ કરી શકાય?
જવાબ: ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code મા આપેલા યુનિક નંબર દ્વારા કોઈઓણ વ્યક્તિ કે સંસ્થા ચકાસણી કરી શકે છે. ખરાઈ કરવા માટે AnyRoR Verify પરથી કરી શકાય છે.

Hi, my name is Chandresh. I’m 24 year old, i am second year B.Ed student and 3 years of blogging experience. I enjoy sharing updates and insights on various topics. especially those related to education and current schemes.